I-PAC રેડ કેસ, SCએ કહ્યું- આવી અરજીઓ સાંભળવી જોખમ:EDને પૂછ્યું- તમારા અધિકારીઓના વ્યક્તિગત અધિકારો છે તો શું CM મમતાના નથી?

National4/23/2026, 11:15:13 AM
I-PAC રેડ કેસ, SCએ કહ્યું- આવી અરજીઓ સાંભળવી જોખમ:EDને પૂછ્યું- તમારા અધિકારીઓના વ્યક્તિગત અધિકારો છે તો શું CM મમતાના નથી?
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સતત બીજા દિવસે I-PAC રેડ કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ EDની અરજી પર સુનાવણી ચાલુ છે. ED વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો કરી હતી. બંગાળ સરકાર વતી સીનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામી હાજર રહ્યા. તેમણે આરોપ લગાવ્યો કે એક રાજકીય પક્ષ કોર્ટની કાર્યવાહીને સોશિયલ મીડિયા પર હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યો છે. તેમણે કોર્ટને આના પર રોક લગાવવાની માંગ કરી. જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે ગઈકાલે કહ્યું હતું કે જ્યારે કોઈ મુખ્યમંત્રી કોઈ કેન્દ્રીય એજન્સીની ચાલુ તપાસમાં દખલગીરી કરે છે, તો તેને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ કહી શકાય નહીં. ખરેખરમાં, 8 જાન્યુઆરીએ EDએ કોલકાતા સ્થિત પોલિટિકલ કન્સલ્ટન્સી કંપની I-PACના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મમતા ત્યાં પહોંચ્યા અને કેટલીક ફાઈલો લઈને ચાલ્યા ગયા. આ પછી ED તપાસમાં અવરોધ ઉભો કરવાના આરોપમાં મમતા અને બંગાળ પોલીસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી. મમતાની 4 દલીલો સુપ્રીમ કોર્ટની 4 ટિપ્પણીઓ આ રીતે સમજો... તૃણમૂલ માટે I-PAC આટલું જરૂરી કેમ I-PAC રેડ કેસ : 2,742 કરોડનો મની લોન્ડરિંગ કેસ I-PAC એટલે કે ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી એક પોલિટિકલ કન્સલ્ટન્સી કંપની છે. તે રાજકીય પક્ષો માટે મોટા પાયે ચૂંટણી અભિયાનોનું કામ કરે છે. કંપની અને તેના ડાયરેક્ટર પ્રતીક જૈન પર કરોડો રૂપિયાના કોલસા ચોરી કૌભાંડમાં મની લોન્ડરિંગનો આરોપ છે. CBI એ આ મામલે 27 નવેમ્બર 2020ના રોજ FIR દાખલ કરી હતી. આખો મામલો ₹2,742 કરોડના મની લોન્ડરિંગ સાથે જોડાયેલો છે. આરોપ છે કે ₹20 કરોડ હવાલા દ્વારા I-PAC સુધી ટ્રાન્સફર થયા હતા. EDએ 28 નવેમ્બર 2020ના રોજ તેની તપાસ શરૂ કરી હતી. 8 જાન્યુઆરી 2026ના રોજ ED એ કોલકાતામાં I-PAC અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા.
Read Original Article →