નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી:EDએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો, નીચલી કોર્ટે ચાર્જશીટને ધ્યાનમાં લીધી નહોતી

National4/20/2026, 3:34:40 AM
નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી:EDએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો, નીચલી કોર્ટે ચાર્જશીટને ધ્યાનમાં લીધી નહોતી
નેશનલ હેરાલ્ડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટ સોમવારે EDની અરજી પર સુનાવણી કરશે. EDએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો છે. ટ્રાયલ કોર્ટે 16 ડિસેમ્બર 2025ના રોજ EDની ચાર્જશીટને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે 22 ડિસેમ્બરે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અન્ય આરોપીઓને નોટિસ પાઠવી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચમાં થશે. EDએ આરોપ લગાવ્યો છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યોએ ષડયંત્ર હેઠળ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની આશરે 2000 કરોડ રૂપિયાની સંપત્તિઓ પર કબજો કર્યો. આ માટે યંગ ઇન્ડિયન કંપનીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ગાંધી પરિવારનો 76% હિસ્સો હતો. ડિસેમ્બર 2025: ટ્રાયલ કોર્ટે કહ્યું- EDએ પ્રક્રિયા ઉલટાવી દીધી, પહેલા તપાસ, પછી FIR 2022માં સોનિયા-રાહુલની કલાકો સુધી પૂછપરછ થઈ હતી જૂન 2022માં નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની 5 દિવસમાં 50 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ 21 જુલાઈ 2022ના રોજ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની 3 દિવસમાં 12 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને 100થી વધુ સવાલો પૂછવામાં આવ્યા હતા. EDએ જૂનમાં રાહુલ ગાંધીની પણ પાંચ દિવસમાં 50 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. શું છે નેશનલ હેરાલ્ડ કેસ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી કરીને સોનિયા, રાહુલ અને કોંગ્રેસના જ મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિઝ, સેમ પિત્રોડા અને સુમન દુબે પર ખોટમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારને છેતરપિંડી અને પૈસાની હેરાફેરી દ્વારા હડપવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ મુજબ, કોંગ્રેસી નેતાઓએ નેશનલ હેરાલ્ડની સંપત્તિઓ પર કબજો કરવા માટે યંગ ઇન્ડિયન લિમિટેડ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા બનાવી, જેની મોટાભાગની ભાગીદારી ગાંધી પરિવાર પાસે છે. યંગ ઇન્ડિયન દ્વારા નેશનલ હેરાલ્ડનું પ્રકાશન કરતી AJLનું ગેરકાયદેસર અધિગ્રહણ કરી લીધું. સ્વામીનો આરોપ હતો કે આ બધું દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ પર આવેલા હેરાલ્ડ હાઉસની ₹2000 કરોડની બિલ્ડિંગ પર કબજો કરવા માટે કરવામાં આવ્યું હતું. આરોપ મુજબ, ₹2000 કરોડની કંપનીને ફક્ત ₹50 લાખમાં ખરીદવામાં આવી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા, રાહુલ સહિત કેસ સાથે સંકળાયેલા કોંગ્રેસના અન્ય નેતાઓ વિરુદ્ધ ફોજદારી કેસ ચલાવવાની માંગ કરી હતી. આરોપીઓમાંથી મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિઝનું હવે નિધન થઈ ગયું છે.
Read Original Article →