દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસરનો ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો:હત્યાની આશંકા; ઘર બહારથી બંધ હતું; પતિથી અલગ રહેતી હતી
દિલ્હી યુનિવર્સિટીની શિવાજી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર દેવોસ્મિતા પોલ (45)નો મૃતદેહ ગુરુવારે તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. તેઓ પૂર્વ દિલ્હીના વસુંધરા એન્ક્લેવ ખાતે ફ્લેટમાં એકલા રહેતા હતા. તેમની બહેન દેવરતિ પોલે પોલીસને જણાવ્યું કે સવારથી તેઓ ફોન ઉપાડી રહીં નહોતી. જ્યારે તેઓ ફ્લેટ પર પહોંચ્યા ત્યારે દરવાજા પર બહારથી તાળું મારેલું હતું. તેમણે તાળું તોડ્યું અને અંદર જઈને જોયું તો તેમની બહેન મૃત અવસ્થામાં પડેલી હતી. ફ્લેટની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવી, CCTVની તપાસ માહિતી મળતા જ પોલીસ, ક્રાઈમ ટીમ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. આખા ફ્લેટની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. મૃત્યુના કારણો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે. પોલીસે કેસ નોંધી લીધો છે અને CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. શુક્રવારે પોલીસે જણાવ્યું કે હત્યાના કેસમાં આરોપીની હજુ સુધી કોઈ કડી મળી નથી. દેવોસ્મિતા પોલના લગ્ન 2017માં થયા હતા પોલીસના જણાવ્યા અનુસાર, દેવોસ્મિતા પોલનું અંગત જીવન છેલ્લા કેટલાક સમયથી તણાવપૂર્ણ ચાલી રહ્યું હતું. તેમના લગ્ન વર્ષ 2017માં થયા હતા, પરંતુ લગ્ન પછીથી જ તેમના વૈવાહિક જીવનમાં અણબનાવ રહેવા લાગ્યો હતો. સતત વધતા ઘરેલું વિવાદને કારણે વર્ષ 2022માં દંપતી અલગ થઈ ગયા. ત્યારથી દેવોસ્મિતા પોતાના પતિથી અલગ દિલ્હીમાં રહેતી હતી, જ્યારે તેમના પતિ બેંગલુરુમાં રહે છે. આ સમાચાર પણ વાંચો.. વારંવાર સાસરિયાવાળા ઘરે આવતા અને કહેતા મરી જા ને...:પત્નીથી કંટાળીને એન્જિનિયર ટ્રેન સામે કૂદ્યો, મોત, ભાઈનો આરોપ- પત્ની દરરોજ ઝઘડો કરતી હતી રાજસ્થાનના અલવરમાં રાજગઢ-માલાખેડા રેલ માર્ગની વચ્ચે ઢિગાવડા રેલવે સ્ટેશન પાસે પત્નીથી કંટાળીને એક એન્જિનિયર યુવકે આત્મહત્યા કરી લીધી. રાત્રે લગભગ 11 વાગ્યે 44 વર્ષીય એન્જિનિયરે વંદે ભારત ટ્રેન સામે કૂદીને જીવ આપી દીધો. સંપૂર્ણ સમાચાર વાંચો...
Read Original Article →