આગથી બચવા લોકો પાંચમા માળેથી કૂદ્યા:કેટલાક ચીસો પાડતા રહ્યા, કેટલાકે બારી તોડીને જીવ બચાવ્યો; દિલ્હી અગ્નિકાંડની 13 તસવીરો

National6/3/2026, 8:10:22 AM
આગથી બચવા લોકો પાંચમા માળેથી કૂદ્યા:કેટલાક ચીસો પાડતા રહ્યા, કેટલાકે બારી તોડીને જીવ બચાવ્યો; દિલ્હી અગ્નિકાંડની 13 તસવીરો
દિલ્હીના માલવીય નગરમાં આવેલા ફ્લોરિશ સ્ટે હોટલમાં બુધવારે આગ લાગવાથી 21 લોકોના મોત થયા. જણાવવામાં આવ્યું કે આગ નીચે બેઝમેન્ટમાં બનેલી રેસ્ટોરન્ટમાં લાગી હતી. આગે આખી બિલ્ડિંગને ઝપેટમાં લઈ લીધી. ઘણા લોકો જીવ બચાવવા માટે હોટલની બારીમાંથી કૂદી પડ્યા. જ્યારે એમ્બ્યુલન્સ મોડી પડતા સ્થાનિક લોકો ઘાયલોને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગયા. જે બિલ્ડિંગમાં આગ લાગી તે 6 માળની છે. સૌથી પહેલા આગ લાગવાની 2 તસવીરો… હવે જીવ બચાવવાની જહેમત, 8 તસવીરો… આગ બુઝાવવા અને રેસ્ક્યુની 3 તસવીરો… મેપ પરથી અકસ્માતનું લોકેશન સમજો… ------------------------------------ આ સમાચાર પણ વાંચો… દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં આગ, 20 થી વધુ જીવતા ભડથું થયા:અનેક વિદેશીઓનાં જીવ હોમાયા, 40નું રેસ્ક્યૂ દિલ્હીના માલવીય નગરમાં બુધવારે સવારે એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 20 થી વધુ લોકોનાં મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં મધ્ય એશિયા અને આફ્રિકી દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે. જોકે, તેમની ચોક્કસ સંખ્યાની માહિતી મળી નથી. દિલ્હી ફાયર સર્વિસ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, માલવીય નગરના લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં સવારે 8.50 વાગ્યે આગ લાગી હતી. આગ રેસ્ટોરન્ટની ઉપર બનેલા હોટેલ ફ્લોરિશ સ્ટે સુધી પહોંચી ગઈ હતી. તે જ સમયે, બેઝમેન્ટમાંથી પણ 6 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર...
Read Original Article →