દિલ્હી બ્લાસ્ટ માટે આતંકવાદીઓએ યુટ્યુબ-ChatGPTનો ઉપયોગ કર્યો:રોકેટ કેવી રીતે બનાવવું, મિક્સચર રેશિયો જેવા પ્રશ્નો પૂછ્યા; 7500 પાનાની NIA ચાર્જશીટમાં ઘટસ્ફોટ

National5/24/2026, 4:11:40 PM
દિલ્હી બ્લાસ્ટ માટે આતંકવાદીઓએ યુટ્યુબ-ChatGPTનો ઉપયોગ કર્યો:રોકેટ કેવી રીતે બનાવવું, મિક્સચર રેશિયો જેવા પ્રશ્નો પૂછ્યા; 7500 પાનાની NIA ચાર્જશીટમાં ઘટસ્ફોટ
દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ કેસની NIA તપાસમાં મોટો ખુલાસો થયો છે. એજન્સીની ચાર્જશીટ મુજબ, અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદીઓએ ટેરર ​​એન્જિનિયરિંગ માટે ChatGPT અને YouTube જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આતંકવાદીઓએ 'રોકેટ કેવી રીતે બનાવવું અને મિશ્રણ કયા પ્રમાણમાં હોવું જોઈએ' જેવા પ્રશ્નો સર્ચ કર્યા હતા. તપાસમાં રોકેટ IED, ડ્રોન અને વિસ્ફોટકો તૈયાર કરવાના ષડયંત્રનો પણ ખુલાસો થયો છે. NIAએ 14 મેના રોજ સ્પેશિયલ કોર્ટમાં 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. રવિવારે આ સંબંધિત માહિતી ન્યૂઝ એજન્સી PTIના રિપોર્ટમાં સામે આવી હતી. તેમાં જણાવાયું હતું કે 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ પાછળ AQIS (Al-Qaida in the Indian Subcontinent) સાથે સંકળાયેલા મોડ્યુલનો હાથ હતો. ધમાકામાં 11 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. NIAની ચાર્જશીટમાં હુમલાના મુખ્ય આરોપી પુલવામા નિવાસી ડો. ઉમર-ઉન-નબીનું પણ નામ છે, જેનું કાર બ્લાસ્ટમાં મોત થયું હતું. તે હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચૂક્યો હતો. NIA ચાર્જશીટમાં 5 મોટા ખુલાસા… 1. અલ-કાયદા સાથે જોડાયેલા મોડ્યુલનો ખુલાસો 2. ડોકટરોએ IED બનાવવામાં મદદ કરી 3. YouTube અને ChatGPT પરથી બોમ્બ બનાવતા શીખ્યો 4. ડ્રોન હુમલાનું કાવતરું હતું, ઓનલાઈન ખરીદેલા પાર્ટ્સ 5. રેડ ફોર્ટ બ્લાસ્ટમાં TATP વિસ્ફોટકનો ઉપયોગ થયો UNનો દાવો- દિલ્હી બ્લાસ્ટની જવાબદારી જૈશે લીધી યુનાઈટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ (UNSC) એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ (JeM) એ લીધી છે. રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પહેલગામ હુમલામાં સામેલ ત્રણેય આતંકી પણ માર્યા ગયા છે. આ રિપોર્ટ UNSCની 1267 સેંક્શન્સ કમિટીને સોંપવામાં આવ્યો છે. કમિટી ISIS, અલ-કાયદા જેવા આતંકી સંગઠનો પર નજર રાખે છે.
Read Original Article →