MPમાં ગાડીઓનો કાફલો કાઢનારા નેતાઓને તેડું:દિલ્હી ભાજપ હાઈકમાન્ડે રિપોર્ટ માગ્યો; BJPના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી

National5/16/2026, 5:21:36 AM
MPમાં ગાડીઓનો કાફલો કાઢનારા નેતાઓને તેડું:દિલ્હી ભાજપ હાઈકમાન્ડે રિપોર્ટ માગ્યો; BJPના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચત અને વાહન કાફલાઓ પર સંયમ રાખવાની અપીલની અવગણના કરનારા ભાજપના નેતાઓ પર હવે સખ્તાઈ વધી ગઈ છે. રાજ્યમાં મોટી સંખ્યામાં ગાડીઓના કાફલાઓ સાથે રેલીઓ કાઢનારા નેતાઓને 17 મેના રોજ ભોપાલ બોલાવવામાં આવ્યા છે. સંગઠન અને સરકાર બંને સ્તરે તેમની પાસેથી જવાબ માંગવામાં આવશે. દિલ્હી ખાતે ભાજપ હાઈકમાન્ડે પણ સમગ્ર મામલાનો વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. ભાસ્કર એપ દ્વારા 15 મેના રોજ પીએમની અપીલ છતાં નેતાઓ દ્વારા ગાડીઓમી રેલીઓ કાઢવા અને કાર્યવાહી ન થવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ પછી કેન્દ્રીય નેતૃત્વએ મામલાને ગંભીરતાથી લઈને પ્રદેશ ભાજપ પાસેથી જવાબ માંગ્યો. 8-9 જગ્યાએ નીકળી ગાડીઓ સાથે રેલીઓ, હાઈકમાન્ડ નારાજ સૂત્રો અનુસાર, વડાપ્રધાનની 10 મેની અપીલ પછી પણ મધ્ય પ્રદેશમાં 8-9 સ્થળોએ મોટા વાહન કાફલાઓ સાથે સ્વાગત રેલીઓ કાઢવામાં આવી. આને સીધી પીએમની અપીલની અવગણના માનવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપે તાત્કાલિક પગલાં લેતા સંબંધિત નેતાઓને 17 મેના રોજ ભોપાલ બોલાવ્યા છે. બેઠકમાં સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓ, મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ અને અન્ય જવાબદાર નેતાઓ હાજર રહેશે. નેતાઓને પૂછવામાં આવશે કે પીએમની અપીલ છતાં રેલીઓ શા માટે કાઢવામાં આવી. જો જવાબ સંતોષકારક નહીં હોય તો આગળ કાર્યવાહી પણ થઈ શકે છે. આ લોકો પર પહેલાથી જ કાર્યવાહી થઈ ચૂકી છે આ નેતાઓની રેલીઓ પર સવાલો ઉઠ્યા, ભોપાલ બોલાવવામાં આવ્યા મુખ્યમંત્રીએ કાફલામાંથી 5 ગાડીઓ ઘટાડી મુખ્યમંત્રી ડો. મોહન યાદવે પોતે પોતાના કાફલામાંથી 5 ગાડીઓ ઘટાડી છે. નાયબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓએ પણ કાફલામાં ગાડીઓ ઓછી કરી છે. પાર્ટી હવે આ વાત પર ભાર આપી રહી છે કે વડાપ્રધાનની અપીલ તમામ સ્તરે લાગુ થવી જોઈએ. 17 મેના રોજ ભોપાલમાં થનારી પૂછપરછ બાદ જો શિસ્તભંગ જણાશે તો વધુ કાર્યવાહી થઈ શકે છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે પાર્ટી શિસ્ત જાળવી રાખવા માટે કોઈ પણ નેતાને છૂટ આપશે નહીં. આ સમાચાર પણ વાંચો… 9 ભાજપ નેતાઓએ કાફલા કાઢ્યા, કાર્યવાહી 1 પર રાજ્યભરમાંથી લગભગ 8 જગ્યાએથી એવી તસવીરો સામે આવી છે, જેમાં નેતાઓ વાહનોનો કાફલો સાથે લઈને ચાલી રહ્યા છે. આના પર ભોપાલથી દિલ્હી સુધી હોબાળો થયો તો ભીંડ જિલ્લા કિસાન મોરચાના અધ્યક્ષને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. તે જ સમયે, પાઠ્યપુસ્તક નિગમના અધ્યક્ષ સૌભાગ્ય સિંહ ઠાકુરને કારણદર્શક નોટિસ જારી કરીને અધિકારો છીનવી લેવામાં આવ્યા.
Read Original Article →