દિલ્હી- આગ્રા ટ્રેનમાં ટ્રાન્સજેન્ડરે કપડાં ઉતાર્યા:બ્રિટનના પ્રવાસીને ટપલીઓ મારી; વીડિયો વાયરલ થતાં રેલવે તંત્ર દોડતું થયું

National4/25/2026, 8:11:48 AM
દિલ્હી- આગ્રા ટ્રેનમાં ટ્રાન્સજેન્ડરે કપડાં ઉતાર્યા:બ્રિટનના પ્રવાસીને ટપલીઓ મારી; વીડિયો વાયરલ થતાં રેલવે તંત્ર દોડતું થયું
નવી દિલ્હીથી આગ્રા જતી ટ્રેન 12616માં એક ચોંકાવનારી ઘટના વાયરલ થઈ છે. જેમાં મૂળ ભારતીય પણ ઇંગ્લેન્ડના પ્રવાસીને મુસાફરી દરમિયાન હેરાન કરવામાં આવે છે. વાયરલ વીડિયોમાં કોચની અંદરનું ગજબનાક દ્રશ્ય કેદ કરવામાં આવ્યું છે. જ્યાં એક ટ્રાન્સજેન્ડરે કથિત રીતે ખલેલ પહોંચાડી હતી, જેના કારણે મુસાફરોમાં તણાવ વધી ગયો હતો. ફૂટેજમાં દેખાય છે કે ટ્રાન્સજેન્ડર બધા પ્રવાસીઓ પાસેથી રૂપિયા માગે છે. સાઈડની બર્થમાં મૂળ ભારતીય જેવા દેખાતા બ્રિટનના પ્રવાસીને ટપલીઓ મારે છે ને તાળીઓ વગાડીને દરેક પાસેથી પૈસાની ઉઘરાણી કરે છે. બ્રિટીશ નાગરિક અંગ્રેજીમાં તેની સાથે વાત કર્યા રાખે છે પણ ટ્રાન્સજેન્ડર અંગ્રેજી સમજે નહીં એટલે તે પૈસા માગ્યા કરે છે ને અંતે તેણે તેનાં કપડાં ઉતારી નાખ્યા હતા. જેના કારણે અન્ય મુસાફરોમાં ગભરાટ અને અસ્વસ્થતા ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ, ઘણા મુસાફરોને ઝટકો લાગ્યો, જ્યારે કેટલાકે પરિસ્થિતિને શાંત કરવાનો અને વધુ વકરી રહેલી પરિસ્થિતિને અટકાવવાનો પ્રયાસ કર્યો. વાયરલ વીડિયો ટ્વિટરમાં મૂકાયો છે… આ યુકે પ્રવાસી જે વીડિયોમાં દેખીતી રીતે વ્યથિત દેખાઈ રહ્યો છે, તે હેબતાઈ ગયો હતો, જેનાથી લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોની સલામતી અંગે ચિંતા વ્યક્ત થઈ હતી. આ ઘટનાએ ઓનલાઈન આક્રોશ ફેલાવ્યો છે, અને ઘણા લોકો આવી પરિસ્થિતિઓમાં ઓનબોર્ડ સુરક્ષા અને રિસ્પોન્સ સિસ્ટમ પર સવાલ ઉઠાવી રહ્યા છે. જેમ જેમ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો ગયો, તેમ તેમ ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે રેલવે અધિકારીઓને કડક પગલાં લેવા અને વધુ સારી દેખરેખ સુનિશ્ચિત કરવા માટે માંગણીઓ વધી રહી છે. જોકે રેલવેએ રિટ્વિટ કરીને ખાતરી આપી હતી કે અમે આ ઘટના અંગે સંબંધિતોને તપાસ કરવા સૂચના આપી છે. ટ્વિટ કરનાર સરફરાઝ ઝેન નામના વ્યક્તિએ વીડિયો પોસ્ટ કરીને ઘટનાનું વર્ણન કર્યું છે અને લખ્યું છે કે આવી ઘટનાઓ ભારતની ઈમેજને નુકસાન પહોંચાડે છે.
Read Original Article →