બાળકીના રેપ-મર્ડર કેસની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસની મજાક-મસ્તી:બ્રીફિંગ પહેલાં ખડખડાટ હસતા રહ્યા ઓફિસર્સ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં યુઝર્સ ભડક્યા
તમિલનાડુના કોઈમ્બતૂરમાં એક દસ વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી. આ નિર્મમ હત્યાકાંડ પછી વિજય સરકારને લોકો ટાર્ગેટ કરી રહ્યા છે. વિપક્ષ ટીવીકે સરકાર પર સતત નિશાન સાધી રહ્યું છે. આખા રાજ્યમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. લોકોમાં આ હત્યાકાંડ વિરુદ્ધ ગુસ્સો છે. ત્યાં જ આ બાળકીની હત્યાના મામલે જ્યારે પોલીસે પ્રેસ બ્રીફિંગ કરી તે વખતે મહિલા પોલીસકર્મી સહિત બે પોલીસકર્મીઓ હાજર રહ્યા. ત્રણેય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વારંવાર ખડખડાટ હસી રહ્યા હતા. આ અધિકારીઓનો કથિત રીતે હસતો એક વાયરલ વીડિયો અને તસવીરો સામે આવી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે રોષ ફેલાઈ ગયો છે. લોકો બાળકીના મોત પર હસનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી રહ્યા છે. હૃદય કંપાવી દેનારો કિસ્સો તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાના સુલુર વિસ્તારમાં 21 મે 2026ના રોજ 10 વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવી હતી. આ જઘન્ય અપરાધના સમાચાર મળતા જ સમગ્ર રાજ્યમાં રોષ ફેલાઈ ગયો હતો. લોકો રસ્તાઓ પર ઉતરીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 22 મેના રોજ બાળકીનો મૃતદેહ સુલુરના કન્નમપલાયમ તળાવ પાસે મળી આવ્યો હતો. મૃતદેહ પર ઈજાના ઘણા નિશાન હતા, જેણે આ ઘટનાની ક્રૂરતા સ્પષ્ટ કરી દીધી હતી. આ મામલે પોલીસે 23 મેના રોજ બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં મુખ્ય આરોપી બાળકીનો પાડોશી હોવાનું કહેવાય છે. ઘરની બહારથી ગાયબ થઈ હતી બાળકી દસ વર્ષની આ બાળકી પોતાના ઘરની બહાર રમતી સમયે ગાયબ થઈ ગઈ હતી અને પછી એક તળાવ પાસે તેનો મૃતદેહ મળ્યો હતો. ANI દ્વારા શેર કરવામાં આવેલી આ ક્લિપમાં ત્રણ અધિકારી જોવા મળી રહ્યા છે. તેમાં એક મહિલા અધિકારી અને વેસ્ટ ઝોનના આઈજી પણ છે. એક સંવેદનશીલ મામલા પર મીડિયા સાથે વાતચીત દરમિયાન તેઓ સતત હસતા જોવા મળી રહ્યા છે. આ દૃશ્યોને લઈને સોશિયલ મીડિયામાં ઘણી આલોચના થઈ રહી છે. પરિવારે ગંભીર આરોપ લગાવ્યો આ કેસમાં બાળકીની માતાએ પણ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેમની દીકરીના અંતિમ સંસ્કાર અંગે તેમને સાચી માહિતી આપવામાં આવી ન હતી અને તેમની સંમતિ વિના ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જોકે, પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ પછી પિતાની સહીના આધારે મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોને જોઈને લોકોએ અનેક ખરીખોટી સંભળાવી યુઝર્સ આ વાત પર સવાલ ઉઠાવી રહ્યા છે કે એક માસૂમ સાથે જેટલો ગંભીર અપરાધ થયો છે તે અંગે વાત કરતી સમયે અધિકારીઓએ સંવેદનશીલતા કેમ ના બતાવી. એક યુઝરે લખ્યું કે આઈપીએસ ઓફિસર એટલાં શિક્ષિત હોય છે, તેઓ આટલાં અસંવેદનશીલ કેવી રીતે થઈ શકે છે. ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું- શરમજનક. અભિષેકે લખ્યું કે આ લોકો માટે તો આ માત્ર એક કેસ જ છે. આ લોકોને કોઈ ફરક પડતો નથી એટલે જ તેઓ હસી રહ્યા છે. ‘પિકનિક મનાવવા આવી રહ્યા હોય એવું લાગે છે’ એક યુઝરે લખ્યું કે આ નીચતા અને પરાકાષ્ઠા છે. આ અધિકારીમાં સહાનુભૂતિ કે હમદર્દીનો લેશમાત્ર પણ નથી. એક બાળકીની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી, અને આ એવી રીતે હસી રહી છે જાણે કોઈ પિકનિક પર આવી હોય. આ બિલકુલ પણ ગરિમાપૂર્ણ આચરણ નથી. લોકોએ કોમેન્ટ્સ સાથે ગુસ્સે થયેલા અને રડતા ચહેરાવાળા ઇમોજી પણ બનાવ્યા. એક બીજા યુઝરે લખ્યું કે આ ખરેખર દુઃખની વાત છે કે જે નોકરીઓમાં સતત હિંસા અને તકલીફોનો સામનો કરવો પડે છે, તે સમય જતાં લોકોની ભાવનાત્મક સંવેદનશીલતાને ધીમે ધીમે કેવી રીતે ખતમ કરી દે છે. સરકાર પર સવાલો ઉઠાવ્યા આ પહેલાં ઉદ્યોગ મંત્રી એસ. કીર્તના પણ એક અલગ વીડિયોમાં આ મામલે સવાલોના જવાબ આપતી વખતે હસતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ ફક્ત 'વહીવટી પ્રશ્નો'ના જ જવાબ આપશે. ભાજપના નેતાઓએ તેમના વલણને 'ઉપેક્ષાપૂર્ણ' ગણાવ્યું હતું. બાદમાં કીર્તનાએ સ્પષ્ટતા જારી કરતા કહ્યું કે તેમની બોડી લેંગ્વેજને રાજકીય કારણોસર તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહી છે. સુલુરની આ ઘટનાએ સમગ્ર તમિલનાડુમાં આક્રોશ પેદા કર્યો છે. વિરોધ પક્ષોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શનો તેજ કર્યા છે. મુખ્યમંત્રી વિજયે ન્યાયનું આશ્વાસન આપ્યું છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ જનતાનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. સરકારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી. બેઠકમાં તપાસ ઝડપી બનાવવા અને દોષિતોને વહેલી તકે સજા અપાવવા નિર્દેશ આપવામાં આવ્યા. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવા ગુનાઓમાં કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.
Read Original Article →