CJIના નિવેદન પછી અચાનક ઉભી થઈ 'કોકરોચ જનતા પાર્ટી':ઇન્સ્ટા પર 6 દિવસમાં 1.26 કરોડ ફોલોઅર્સ જે ભાજપ કરતાં દોઢ ગણા, કોકરોચ જનતા પાર્ટીના X એકાઉન્ટ પર પ્રતિબંધ

National5/21/2026, 6:47:27 AM
CJIના નિવેદન પછી અચાનક ઉભી થઈ 'કોકરોચ જનતા પાર્ટી':ઇન્સ્ટા પર 6 દિવસમાં 1.26 કરોડ ફોલોઅર્સ જે ભાજપ કરતાં દોઢ ગણા, કોકરોચ જનતા પાર્ટીના X એકાઉન્ટ પર પ્રતિબંધ
CJI સૂર્યકાંતના કોકરોચવાળા નિવેદનના વિરોધમાં બનેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)ના X એકાઉન્ટ પર ગુરુવારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાપક અભિજીત દીપકેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ પ્રતિબંધની જાણકારી આપી. આ પહેલા X પર 12 વાગ્યા સુધી પાર્ટીના લગભગ 1 લાખ 93 હજાર ફોલોઅર્સ હતા. CJPના ફક્ત X અને ઇન્સ્ટાગ્રામ પર જ એકાઉન્ટ છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સક્રિય છે. તેના પર ગુરુવારે બપોરે એક વાગ્યા સુધી સવા કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. દેશના બે સૌથી મોટા રાજકીય પક્ષો સાથે સરખામણી કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર ભાજપના 87 લાખ અને કોંગ્રેસના 1.33 કરોડ ફોલોઅર્સ છે. અભિજીતે કહ્યું- જેવું વિચાર્યું હતું, તેવું જ થયું અભિજીતે પાર્ટીનો લોગો પણ જાહેર કર્યો પાર્ટીની સદસ્યતા માટે 4 લાયકાતો મેનિફેસ્ટો જાહેર, 5 વચનો અભિજીત AAPમાં કામ કરી ચૂક્યા છે, જણાવ્યું કે આઈડિયા કેવી રીતે આવ્યો અભિજીત અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશનની માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે. તેઓ 2020થી 2023 સુધી આમ આદમી પાર્ટી (AAP)ની સોશિયલ મીડિયા ટીમમાં સ્વયંસેવક પણ રહી ચૂક્યા છે. તેમણે BBCને જણાવ્યું, 'હું X પર CJIનું નિવેદન જોઈ રહ્યો હતો, જ્યાં તેઓ સિસ્ટમની ટીકા કરવા અને અભિપ્રાય આપવા માટે દેશના યુવાનોની સરખામણી વંદા અને પરોપજીવીઓ સાથે કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર મેં આ અંગે મારો અભિપ્રાય આપ્યો. મેં પૂછ્યું કે જો બધા વંદા એકસાથે આવી જાય તો શું થશે. મને Gen Z અને 25 વર્ષ સુધીના યુવાનોના અદ્ભુત જવાબો મળ્યા. તેમણે કહ્યું કે આપણે સાથે આવવું જોઈએ અને એક પ્લેટફોર્મ બનાવવું જોઈએ. પછી શું હતું, મેં CJP બનાવી લીધી. કોકરોચ ડ્રેસમાં સફાઈ અભિયાન દિલ્હીમાં કેટલાક લોકો કોકરોચના ડ્રેસ પહેરીને યમુના કિનારે સફાઈ કરતા જોવા મળ્યા. સમર્થકોનું કહેવું છે કે આ આંદોલન હાલમાં ચૂંટણી લડવા કરતાં યુવાનોમાં રાજકીય જાગૃતિ ફેલાવવા પર વધુ કેન્દ્રિત છે. શા માટે યુવાનોને ‘કોકરોચ જનતા પાર્ટી’ પસંદ આવી રહી છે? ભારતમાં વધતી બેરોજગારી વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ યુવાનોના ગુસ્સાનું પ્રતીક બની રહી છે. પેપર લીક, ભરતીમાં વિલંબ અને મર્યાદિત સરકારી નોકરીઓના કારણે વિદ્યાર્થીઓ અને નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો પહેલેથી જ નારાજ છે. 16 મેના રોજ CJIએ નિવેદન પર સ્પષ્ટતા કરી ચીફ જસ્ટિસ સૂર્યકાંતે શનિવારે પોતાના કોકરોચવાળી ટિપ્પણી પર સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું, ‘મારી ટિપ્પણી ખાસ કરીને તે લોકો માટે હતી, જેઓ નકલી અને બનાવટી ડિગ્રીઓના સહારે વકીલાત જેવા વ્યવસાયોમાં આવી ગયા છે. મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય સન્માનિત વ્યવસાયોમાં પણ આવા લોકો ઘૂસી ગયા છે. તેઓ પરોપજીવીઓ જેવા છે.’ ----------------- આ સમાચાર પણ વાંચો CJI બોલ્યા- બેરોજગાર યુવાનો વંદા જેવા:આ મીડિયા, સોશિયલ મીડિયા અને RTI એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલો કરે છે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક કેસની સુનાવણી દરમિયાન દેશના બેરોજગાર યુવાનોને કોકરોચ(વંદા) કહ્યા. તેમણે કહ્યું- કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા હોય છે, જેઓ પાછળથી મીડિયા, સોશિયલ મીડિયા કે RTI એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલો કરવા લાગે છે. CJI અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે શુક્રવારે એક વકીલની અરજી પર સુનાવણી કરી, જેમાં તેણે સિનિયર એડવોકેટનો દરજ્જો મેળવવાની માંગ કરી હતી. બેન્ચે વકીલને ફટકાર લગાવતા કહ્યું- સમાજમાં પહેલાથી જ પેરાસાઇટ (પરજીવી) છે, જેઓ સિસ્ટમ પર હુમલો કરે છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
Read Original Article →