સુપ્રીમ કોર્ટે કહ્યું- તપાસમાં મમતાની દખલગીરી લોકશાહી માટે ખતરો:કોઈ CM આવું કરશે, વિચાર્યું નહોતું; ED તપાસ દરમિયાન ફાઈલ લઈને જતાં રહ્યાં હતાં
I-PAC રેડ કેસમાં EDની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ વચ્ચે CM મમતા બેનર્જીની દખલગીરીને ખોટી ઠેરવી. કહ્યું- કોઈપણ રાજ્યના CM આવું કરે તો આ લોકશાહીને ખતરામાં મૂકવા જેવું છે. જસ્ટિસ કુમારે કહ્યું- આ રાજ્ય અને કેન્દ્ર વચ્ચેનો વિવાદ નથી. આ વર્ષે 8 જાન્યુઆરીએ EDની ટીમે I-PACના વડા પ્રતીક જૈનના કોલકાતાના ગુલાઉડન સ્ટ્રીટ સ્થિત ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. પ્રતીક જૈન જ મમતા બેનર્જી માટે રાજકીય રણનીતિ તૈયાર કરે છે. દરોડા દરમિયાન મમતા પ્રતીકના ઘરે પહોંચી ગયા હતા અને કેટલાક દસ્તાવેજો લઈને ચાલ્યા ગયા હતા. EDએ મમતા બેનર્જી અને રાજ્ય પોલીસ અધિકારીઓ પર તપાસમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. મમતાની 4 દલીલો સુપ્રીમ કોર્ટની 4 ટિપ્પણીઓ મમતાની ચૂંટણી રણનીતિ બનાવતી કંપની I-PACની ઓફિસ બંધ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને સીએમ મમતા બેનર્જીનો ચૂંટણી પ્રચાર સંભાળતી ફર્મ 'આઈ-પૅક'ની કોલકાતાના વિધાનનગર સ્થિત ઓફિસ 20 એપ્રિલથી બંધ છે. સૂત્રો અનુસાર, તેના HRએ 1300 કર્મચારીઓને કામ પર ન આવવા માટે પત્ર મોકલ્યો છે. આ બધું એવા સમયે થયું છે જ્યારે પ્રથમ તબક્કાના મતદાનને એક દિવસ બાકી છે. 23 એપ્રિલે પ્રથમ તબક્કા હેઠળ 152 બેઠકો પર મતદાન થવાનું છે. બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે છે. પરિણામ 4 મેના રોજ આવશે. I-PACના સર્વે પર TMCની ટિકિટ કપાઈ બંગાળમાં TMCના હાલના લગભગ 33% ધારાસભ્યોની ટિકિટ કાપવાના નિર્ણય પાછળ આઈ-પેકનો સર્વે આધાર હતો. તેણે બંગાળના 93 હજાર પોલિંગ બૂથ માટે એક લાખ શેડો એજન્ટ્સ તૈયાર કર્યા હતા. જોકે, ભાસ્કરના સવાલ પર પાર્ટી સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું- અમે સંસદમાં બીજો સૌથી મોટો વિરોધ પક્ષ છીએ. 5 એજન્સીઓ સાથે કામ કરી રહ્યા છીએ. બધા ઠીક છે. પાર્ટીના એક અન્ય નેતાએ જણાવ્યું કે TMC સંગઠન 4 સ્તર પર કામ કરી રહ્યું છે. આ રીતે સમજો... તૃણમૂલ માટે આઈપેક આટલું જરૂરી કેમ I-PAC રેડ કેસ : 2,742 કરોડનો મની લોન્ડરિંગ કેસ I-PAC એટલે કે ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી એક પોલિટિકલ કન્સલ્ટન્સી કંપની છે. તે રાજકીય પક્ષો માટે મોટા પાયે ચૂંટણી પ્રચારનું કામ કરે છે. કંપની અને તેના ડિરેક્ટર પ્રતીક જૈન પર કરોડો રૂપિયાના કોલસા ચોરી કૌભાંડમાં મની લોન્ડરિંગનો આરોપ છે. CBIએ આ મામલે 27 નવેમ્બર 2020ના રોજ FIR નોંધી હતી. આખો મામલો ₹2,742 કરોડના મની લોન્ડરિંગ સાથે સંકળાયેલો છે. આરોપ છે કે ₹20 કરોડ હવાલા દ્વારા I-PAC સુધી ટ્રાન્સફર થયા હતા. EDએ 28 નવેમ્બર 2020ના રોજ તેની તપાસ શરૂ કરી હતી. 8 જાન્યુઆરી 2026ના રોજ ED એ કોલકાતામાં I-PAC અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા.
Read Original Article →