યુવકે ચાલુ ફ્લાઇટનો ઇમરજન્સી ગેટ ખોલીને કૂદકો માર્યો:231 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અફરાતફરી
ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે લેન્ડિંગ દરમિયાન એર અરેબિયાની ચાલુ ફ્લાઇટમાં એક મુસાફરે ઇમરજન્સી ગેટ ખોલીને નીચે કૂદી ગયો. આ ફ્લાઇટ શારજાહથી ચેન્નઈ પહોંચી હતી અને તેમાં 231 મુસાફરો સવાર હતા. ઘટના સવારે લગભગ 3:23 વાગ્યે બની હતી. એરબસ A320 મોડેલની ફ્લાઇટ G9 471 રનવે પરથી ટર્મિનલ તરફ આગળ વધી રહી હતી. ઘટના બાદ પાયલટે તરત જ વિમાનને રોકી દીધું અને એરપોર્ટ અધિકારીઓને જાણ કરી. ઘટના બાદ મુસાફર એરપોર્ટના કોમર્શિયલ એરિયા તરફ ભાગવા લાગ્યો હતો, જેના કારણે થોડીવાર માટે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, સુરક્ષા કર્મચારીઓએ તરત જ તેને પકડી લીધો હતો. કૂદવા દરમિયાન મુસાફર ઘાયલ થયો હતો, તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આરોપીની ઓળખ 29 વર્ષીય મોહમ્મદ શરીફ મોહમ્મદ નજમુદ્દીન તરીકે થઈ છે. ઘણી ફ્લાઈટ્સ મોડી પડી, એકને ડાયવર્ટ કરવી પડી એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટના બાદ મુખ્ય રનવે (07/25)ને સુરક્ષા કારણોસર 3:25 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યો હતો. રનવે ઓપરેશન લગભગ 4:35 વાગ્યે ફરીથી શરૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘણી ફ્લાઈટ્સ મોડી પડી. લંડનથી આવતી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ BA0035ને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી હતી. મુખ્ય રનવે બંધ હોવા દરમિયાન કેટલાક ઓપરેશન સેકન્ડરી રનવે (12/30) પરથી ચલાવવામાં આવ્યા હતા. દાવો- આરોપી માનસિક રીતે બીમાર ઓરોપી તમિલનાડુના પુડુકોટ્ટઈનો રહેવાસી છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની માનસિક સ્થિતિની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી માનસિક રીતે બીમાર છે. જોકે, સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. ચેન્નઈ એરપોર્ટ દક્ષિણ ભારતનું એક મુખ્ય એવિએશન હબ છે. અહીં બે ક્રોસ રનવે છે. મુખ્ય રનવે 07/25 અને સેકન્ડરી રનવે 12/30. આ એરપોર્ટ પરથી દર વર્ષે 2 કરોડથી વધુ મુસાફરો અવરજવર કરે છે. આ ખાડી દેશોમાંથી આવતી-જતી ફ્લાઇટ્સ માટે એક મોટો ગેટવે છે. 28 માર્ચ - વારાણસી એરપોર્ટ પર લેન્ડિંગ પહેલા ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ વારાણસી એરપોર્ટ પર 28 માર્ચના રોજ બેંગલુરુથી આવી રહેલા ઈન્ડિગોના વિમાનના લેન્ડિંગ દરમિયાન એક મુસાફરે ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. કેબિન ક્રૂએ તેને આવું કરતા જોઈ લીધો અને મુસાફરને રોક્યો હતો. આ અંગેની જાણકારી વિમાનના કેપ્ટનને આપવામાં આવી હતી. પાયલોટે સાવચેતીના ભાગરૂપે વિમાનને ફરીથી હવામાં લઈ જઈને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી હતી. અંદાજે 15 મિનિટ સુધી હવામાં ચક્કર લગાવ્યા બાદ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું હતું. લેન્ડિંગ પછી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ મુસાફરની અટકાયત કરી હતી. આરોપી મોહમ્મદ અદનાન મઉ જિલ્લાનો રહેવાસી હતો. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે ગોવા ફરવા ગયો હતો. તેને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું. --------------------------- આ સમાચાર પણ વાંચો… દિલ્હી-ઇન્દોર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, ફ્લાઇટ રદ:રનવે પરથી પ્લેન પાછું ફર્યું, મુસાફરો કલાકો સુધી AC વગર ભીષણ ગરમીમાં બેસી રહ્યા; એરપોર્ટ પર સૂત્રોચ્ચાર દિલ્હીથી ઇન્દોર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2515 ને ટેકનિકલ ખામીના કારણે રનવે પરથી પાછી ટર્મિનલ પર લાવવી પડી. રનવે પર ઉભેલી ફ્લાઇટની અંદર એર કન્ડિશનિંગ (AC) બંધ કરી દેવામાં આવ્યું. ભીષણ ગરમી અને બંધ કેબિનમાં કલાકો સુધી ફસાયેલા રહેવાથી મુસાફરોની તબિયત બગડવા લાગી. મુસાફરો રિફંડની માગને લઈને દિલ્હી એરપોર્ટ પર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ફ્લાઇટ દરરોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરે છે. 1:45 વાગ્યે ઇન્દોર પહોંચે છે. ટેકનિકલ સમસ્યાના કારણે વિલંબ થયો. તેના સાંજે 5 વાગ્યા સુધીમાં ઇન્દોર પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ એર ઇન્ડિયાએ ફ્લાઇટ રદ કરી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
Read Original Article →