સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ- તમામ 22 આરોપી નિર્દોષ છૂટ્યા:બોમ્બે HCએ કહ્યું- પૂરતા પુરાવા નથી, શંકાના આધારે સજા આપી શકાય નહીં; ટ્રાયલ કોર્ટનો નિર્ણય યથાવત
બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે વર્ષ 2005ના સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં તમામ 22 આરોપીઓને નિર્દોષ છોડવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ મામલામાં સોહરાબુદ્દીનની પત્ની કૌસર બી અને સહયોગી તુલસીરામ પ્રજાપતિની પણ હત્યા થઈ હતી. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ ગૌતમ અંખડની બેન્ચે સોહરાબુદ્દીનના ભાઈઓ, રૂબાબુદ્દીન, નયાબુદ્દીનની અપીલોને ફગાવી દીધી. જે 22ને આરોપમુક્ત કરવામાં આવ્યા છે, તેમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસના જુનિયર લેવલના અધિકારીઓ હતા. તેમના પર આરોપ હતો કે તેઓ તે ટીમનો ભાગ હતા જેણે આ ત્રણેયનું અપહરણ કર્યું અને બાદમાં નકલી એન્કાઉન્ટરમાં તેમને મારી નાખ્યા. બાકીનો એક આરોપી ગુજરાતના એક ફાર્મહાઉસનો માલિક હતો, જ્યાં સોહરાબુદ્દીન અને કૌસર બીને તેમની હત્યા પહેલાં ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે નક્કર પુરાવા વિના શંકાના આધારે સજા આપી શકાય નહીં. આ કેસમાં IPS ડી.જી. વણઝારા, IAS રાજકુમાર પાંડિયન અને દિનેશ એમ.એન. પહેલાથી જ નિર્દોષ છૂટી ગયા છે. હવે જાણો શું છે આખો મામલો પ્રત્યક્ષદર્શી સહિત 3 હત્યાઓ, 201માં 92 સાક્ષીઓ ફરી ગયા
Read Original Article →