મધ્ય પ્રદેશ સહિત 4 રાજ્યોમાં વરસાદ:બિહારમાં કરા પડ્યા; રાજસ્થાનમાં વાવાઝોડાથી એક વ્યક્તિનું મોત, બાડમેર 45.7°C સાથે સૌથી ગરમ

National5/10/2026, 2:54:41 AM
મધ્ય પ્રદેશ સહિત 4 રાજ્યોમાં વરસાદ:બિહારમાં કરા પડ્યા; રાજસ્થાનમાં વાવાઝોડાથી એક વ્યક્તિનું મોત, બાડમેર 45.7°C સાથે સૌથી ગરમ
દેશમાં શનિવારે બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો. જ્યારે ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. બિહારમાં છેલ્લા 10 દિવસથી ભારે પવન અને વરસાદનો દોર ચાલુ છે. શનિવારે નાલંદા અને શેખપુરામાં કરા પણ પડ્યા. પટના જિલ્લામાં 600થી વધુ વૃક્ષો ધરાશાયી થયા. 50થી વધુ વાહનોને નુકસાન થયું. મધ્યપ્રદેશના 22 જિલ્લામાં વરસાદ થયો અને સિવનીમાં કરા પડ્યા. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નબળી પડતાં જ ગરમી તેજ બનવા લાગી છે. દેશમાં સૌથી ગરમ બાડમેર રહ્યું. અહીં તાપમાન 45.7°C અને જેસલમેરમાં 45°C રહ્યું. હવામાન વિભાગે બાડમેર, જેસલમેર અને જોધપુરમાં હીટવેવની ચેતવણી જાહેર કરી છે. ગુજરાતના રાજકોટમાં પારો 43.7°C રહ્યો. જ્યારે શનિવારે નાગૌર, અજમેર, ટોંક અને સવાઈ માધોપુરમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ થયો. બુંદીમાં વાવાઝોડા દરમિયાન ટીનશેડ સાથે ઉડી ગયેલા એક વ્યક્તિનું મોબાઈલ ટાવર સાથે અથડાયા બાદ મૃત્યુ થયું. આગામી દિવસોનું હવામાન 11 મે: 12 મે દેશભરમાંથી હવામાન સંબંધિત 5 તસવીરો
Read Original Article →