બેંગલુરુમાં વૃદ્ધ મહિલા પાસેથી ₹24 કરોડની છેતરપિંડી:5 મહિના ડિજિટલ અરેસ્ટ રાખ્યા, પૈસા માટે સોનું ગીરવે મુકવા આવ્યા તો બેંક અધિકારીઓને શંકા ગઈ; મુંબઈ-UPથી 5ની ધરપકડ

National5/25/2026, 4:10:12 AM
બેંગલુરુમાં વૃદ્ધ મહિલા પાસેથી ₹24 કરોડની છેતરપિંડી:5 મહિના ડિજિટલ અરેસ્ટ રાખ્યા, પૈસા માટે સોનું ગીરવે મુકવા આવ્યા તો બેંક અધિકારીઓને શંકા ગઈ; મુંબઈ-UPથી 5ની ધરપકડ
કર્ણાટકના બેંગલુરુમાં સાયબર ઠગોએ ડિજિટલ અરેસ્ટ અને મની લોન્ડરિંગ કેસનો ડર બતાવીને એક વૃદ્ધ મહિલા પાસેથી લગભગ 24 કરોડ રૂપિયા પડાવી લીધા. પોલીસે મુંબઈ, પ્રયાગરાજ અને દિલ્હીમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. એક બેંક ખાતામાંથી 60 લાખ રૂપિયા પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. પીડિતાએ હાલમાં જ પોતાની એક મોટી પ્રોપર્ટી વેચી હતી. ઠગોને તેની જાણકારી મળી ગઈ. જાન્યુઆરી 2026માં ઠગોએ પોતાને તપાસ એજન્સીના અધિકારી ગણાવીને મહિલાને ફોન કર્યો અને દાવો કર્યો કે તેમના બેંક ખાતાઓનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. ઠગોએ મહિલાને ડિજિટલ અરેસ્ટમાં હોવાની વાત કહીને ડરાવી. કહ્યું કે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તે પરિવાર કે કોઈ બહારની વ્યક્તિનો સંપર્ક ન કરે. ત્યારબાદ જાન્યુઆરીથી મે મહિનાની વચ્ચે મહિલા પાસેથી અલગ-અલગ 22 બેંક ખાતાઓમાં લગભગ 24 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. સોનું ગીરવે મુકવા ગયા તો મામલાનો ખુલાસો થયો ઠગો કરોડો રૂપિયા લીધા પછી પણ સતત વધુ પૈસા માંગતા રહ્યા. જ્યારે રોકડ ખતમ થઈ ગઈ, ત્યારે મહિલા 1.30 કિલો સોનાના દાગીના ગીરવે મૂકીને પૈસી લેવા બેંક પહોંચી. મોટી રમકની લેણદેણ જોઈને બેંક અધિકારીઓને શંકા ગઈ અને તેમણે પોલીસને જાણ કરી. આ પછી છેતરપિંડીનો ખુલાસો થયો. નકલી ઇન્ટરવ્યૂમાં આંખો સ્કેન કરીને ઠગ આધારમાં મોબાઇલ નંબર બદલી રહ્યા છે સાયબર ઠગોએ છેતરપિંડીનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. નોકરીના ઓનલાઈન ઇન્ટરવ્યુ અથવા ઇ-કેવાયસીના બહાને તેઓ લોકોની આંખોની કીકીઓ (આઇરિસ) અને ચહેરાનો ડેટા રેકોર્ડ કરી લે છે. પછી AIથી એવો વીડિયો બનાવે છે, જે અસલી જેવો દેખાય. આના દ્વારા જ આધારમાં મોબાઇલ નંબર બદલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નંબર બદલાતા જ આધાર સાથે સંકળાયેલા OTP ગુનેગારો પાસે પહોંચવા લાગે છે અને બેન્કિંગથી લઈને ડિઝિલોકર સુધી જોખમ વધી જાય છે. ઘણી ફરિયાદો પછી સાયબર ક્રાઈમ બ્રાન્ચે એડવાઈઝરી જાહેર કરી છે. CSC દ્વારા આધાર અપડેટ થાય છે, ત્યાંથી જ ઘૂસણખોરી થઈ રહી છે ક્રાઈમ બ્રાન્ચની તપાસ મુજબ, ઠગ આધાર અપડેટ કરતા કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) માં ઘૂસણખોરી કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, ગુનેગારો ચોરાયેલી લોગિન આઈડી, નકલી એજન્ટ નેટવર્ક અથવા આંતરિક મિલીભગતથી સિસ્ટમ સુધી પહોંચી રહ્યા છે. આ વધતા જતા છેતરપિંડીને રોકવા માટે સરકાર હવે CSC અને આધાર અપડેટ સિસ્ટમનું સતત મોનિટરિંગ કરી રહી છે. ઇન્ટરવ્યૂના બહાને યુવતી કેવી રીતે ફસાઈ? જયપુરની 28 વર્ષીય યુવતીને એક ખાનગી કંપનીના નામે નકલી ઓનલાઈન ઇન્ટરવ્યૂની લિંક મોકલવામાં આવી. વીડિયો કોલ પર ‘ફેસ વેરિફિકેશન’ના નામે ઠગોએ તેનો ચહેરો અલગ-અલગ એંગલમાં ફેરવ્યો અને આંખો પલકાવી. ઇન્ટરવ્યૂ પછી કોઈ જવાબ આવ્યો નહીં, પરંતુ થોડા દિવસો પછી યુવતીના મોબાઈલ પર ઈ-કેવાયસી અને ડિજિટલ વોલેટ એક્ટિવેશનના મેસેજ આવવા લાગ્યા. તપાસમાં ખુલાસો થયો કે ઠગોએ રેકોર્ડ કરાયેલા ડેટામાંથી AI આધારિત ફેસ ડીપફેક તૈયાર કરીને નકલી ડિજિટલ એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
Read Original Article →