અયોધ્યામાં બુરખો પહેરીને લૂંટ કરનાર છોકરી હિન્દુ નીકળી:રમકડાંની પિસ્તોલ બતાવીને 3.6 લાખનો સોનાનો હાર લૂંટ્યો, બોયફ્રેન્ડ સાથે બાઇક પર ભાગી ગઈ હતી

National4/3/2026, 9:19:21 AM
અયોધ્યામાં બુરખો પહેરીને લૂંટ કરનાર છોકરી હિન્દુ નીકળી:રમકડાંની પિસ્તોલ બતાવીને 3.6 લાખનો સોનાનો હાર લૂંટ્યો, બોયફ્રેન્ડ સાથે બાઇક પર ભાગી ગઈ હતી
અયોધ્યામાં જ્વેલરી શોપમાં બુરખો પહેરીને લૂંટ કરનાર છોકરી હિન્દુ નીકળી છે. બોયફ્રેન્ડ સાથે મળીને તેણે આ ગુનો કર્યો હતો. પોલીસે ગુરુવારે મોડી રાત્રે બંનેની ધરપકડ કરી લીધી છે. છોકરીનું નામ પાયલ (25) અને છોકરાનું નામ રાહુલ (27) છે. ગુનાના સમયે રાહુલ જ્વેલરી શોપથી થોડે દૂર બાઇક લઈને ઊભો હતો. પાયલે રમકડાની પિસ્તોલ એટલે કે નકલી પિસ્તોલ બતાવીને જ્વેલરી શોપમાંથી 3.6 લાખ રૂપિયાનો સોનાનો હાર અને ચેઇન લૂંટી લીધી. પછી ભાગીને રાહુલ સાથે બાઇક પર ફરાર થઈ ગઈ હતી. ગુરુવારે બપોરે 12.30 વાગ્યે બનેલી આ ઘટના જ્વેલરીની દુકાનમાં લાગેલા 6 સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના રુદૌલી વિસ્તારના મોહલ્લા કોઠી બજારની છે. રામ મંદિરથી ઘટનાસ્થળનું અંતર લગભગ 45 કિમી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે રાહુલે બજારમાંથી નકલી પિસ્તોલ અને બુરખો ખરીદ્યો હતો. ઓળખ છુપાવવા માટે પાયલે બુરખો પહેર્યો હતો. જે બાઇક પર બંને ફરાર થયા હતા, તેનો નંબર કેમેરામાં કેદ થઈ ગયો હતો. તેને ટ્રેસ કરીને પોલીસ આરોપીઓ સુધી પહોંચી. ADG ઝોન લખનઉ પ્રવીણ કુમારે જણાવ્યું- બંને અયોધ્યાથી બહાર ભાગવાની ફિરાકમાં હતા. ત્યારે તેમને પકડી લેવામાં આવ્યા. બુરખો પહેરીને લૂંટ કરનાર છોકરીનું નામ પાયલ છે. તેની સાથે રાહુલ નામનો છોકરો હતો, બંને બંટી અને બબલી બનીને ઘટનાને અંજામ આપી રહ્યા હતા. બંને મિત્રો છે. રમકડાની પિસ્તોલ બતાવીને લૂંટ કરવામાં આવી હતી. હવે વિગતવાર વાંચો આખો મામલો… બુરખો પહેરીને સોનાનો હાર અને ચેન ખરીદવા પહોંચી હતી રુદૌલી વિસ્તારના કોઠી બજાર મોહલ્લામાં રહેતા મહેશ સોની વેપારી છે. તેમની ઘરથી 900 મીટર દૂર અગ્રવાલ કોમ્પ્લેક્સમાં મહેશ જ્વેલર્સના નામથી શોપ છે. ગુરુવારે બપોરે બુરખો પહેરેલી એક છોકરી પહોંચી. તેની પાસે એક બેગ હતી. દુકાનમાં પહોંચીને તેણે દુકાનદાર મહેશને કહ્યું- મારે સોનાનો હાર અને ચેન ખરીદવી છે. મહેશે તેને એક સોનાનો હાર અને સોનાની ચેન હતાવી. આ પછી છોકરીએ મહેશ પાસે પાણી માંગ્યું. મહેશે દુકાનમાં કામ કરતા અંકિત કુમારને પાણી અને સમોસા લાવવા મોકલી દીધો. થોડીવાર પછી અંકિત સમોસા અને પાણી લઈને આવ્યો. પણ પાયલે સમોસા ખાવાની ના પાડી દીધી. પાણીની બોટલ લઈ લીધી. મહેશે છોકરીને સમોસા ખાવાનું કહ્યું તો તેણે કહ્યું- હું સમોસા નથી ખાતી. મારા માટે મીઠાઈ મંગાવી આપો. મહેશે અંકિતને બરફી લેવા મોકલી દીધો. તે બરફી લેવા ગયો. આ દરમિયાન દુકાનના કર્મચારી મણિરામે હાર અને ચેનને ઉઠાવીને કાઉન્ટર પર મૂકી દીધા. ત્યારે છોકરી ઊભી થઈ અને દુકાનની અંદર આમતેમ ફરવા લાગી. મહેશે તેને પૂછ્યું- શું વાત છે? છોકરીએ જવાબ આપ્યો- મારા પતિ પૈસા ઉપાડવા ગયા છે. હજી આવ્યા નથી. તેમને જ જોઈ રહી છું. આ પછી તે કાઉન્ટર પાસે આવીને ઊભી રહી. મહેશ અન્ય જ્વેલરીને કબાટમાં મૂકવા લાગ્યો, ત્યારે જ પાયલે બોક્સમાં રાખેલો સોનાનો હાર અને ચેન ઉઠાવીને પોતાની બેગ લઈને ભાગી ગઈ. કમરમાંથી પિસ્તોલ કાઢી, બોલી- આગળ વધ્યા તો ગોળી મારી દઈશ દુકાનદાર મહેશે તેને રોકી તો તેણે પોતાની કમરમાંથી પિસ્તોલ કાઢી. મહેશ તરફ તાકીને બોલી- આગળ વધ્યા તો ગોળી મારી દઈશ. આ પછી તે દુકાનની બહાર ભાગી ગઈ. મહેશ અને મનીરામે બૂમો પાડતા તેનો પીછો કર્યો હતો. તે દુકાનમાંથી નીકળીને દોડીને ભાગી અને થોડે દૂર બાઇક લઈને ઊભેલા યુવક સાથે ફરાર થઈ ગઈ હતી. મહેશે જણાવ્યું કે જ્વેલરી 26 ગ્રામ (22 કેરેટ)ની હતી. 2 એપ્રિલે બજાર ભાવ મુજબ તેની કિંમત આશરે 3 લાખ 60 હજાર રૂપિયા હતી. મહેશે તરત જ પોલીસને જાણ કરી. ધોળા દિવસે લૂંટની ખબરથી પોલીસમાં ખળભળાટ મચી ગયો. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. વિસ્તારમાં ઘેરાબંધી કરીને તપાસ કરી, પરંતુ કોઈ હાથ લાગ્યું નહીં. 60 સીસીટીવી ફૂટેજ કાઢ્યા, ત્યારે ગાડી નંબર મળ્યો પોલીસે 5 ટીમો બનાવીને તપાસ શરૂ કરી. જે રસ્તેથી છોકરી બાઇક પર બોયફ્રેન્ડ સાથે ભાગી હતી, તે રસ્તાના 60 સીસીટીવી ફૂટેજ તપાસ્યા. એક ફૂટેજમાં પોલીસને બાઇકનો નંબર દેખાઈ ગયો. ત્યારબાદ પોલીસે તરત જ નંબર પરથી બાઇક રજીસ્ટ્રેશનનું સરનામું કઢાવ્યું. પોલીસ સૌથી પહેલા પરાન કા પુરવા પહોંચી. ત્યાંથી રાહુલને પકડ્યો. રાહુલની સઘન પૂછપરછ કરતા તેણે પાયલનું નામ જણાવ્યું. ત્યારબાદ, રાત્રે જ મથાના નિવાદાના અહિબરન કા પુરવા ગામમાંથી પાયલની ધરપકડ કરી લીધી. પોલીસ સૂત્રો અનુસાર, બંનેએ ગુનો કબૂલી લીધો. પૂછપરછમાં પાયલ અને રાહુલ બંનેએ જણાવ્યું કે તેમણે પ્લાનિંગ કરીને ગુનો કર્યો હતો. ઓળખ ન થાય તે માટે બુરખો પહેરીને ગુનો કર્યો હતો. રાહુલ દુકાનથી થોડે દૂર ઊભો રહ્યો હતો. જ્યારે પાયલ ચાલીને દુકાનની અંદર ગઈ હતી. આરોપીઓ વિશે જાણો- પાયલના પિતા રામકેવલ ગાડીઓ ધોવાનું સેન્ટર ચલાવે છે. તેમણે દુકાનનું નામ પાયલના નામ પર રાખ્યું છે. રામકેવલને 4 દીકરીઓ છે. પાયલ ત્રીજા નંબરે છે. સૌથી મોટી બહેનના લગ્ન થઈ ગયા છે. બાકીની બંને બહેનો ઘરે જ રહે છે. પાયલના ઘરથી રાહુલના ઘરનું અંતર આશરે 16 કિમી. છે. રાહુલના પિતા રાધેશ્યામનું થોડા સમય પહેલા નિધન થયું છે. રાહુલ 3 ભાઈઓમાં સૌથી નાનો છે. મોટો ભાઈ લવકુશ ઘરે રહે છે. નાનો ભાઈ બબલુ દિલ્હીમાં મજૂરી કરે છે. રાહુલ અલગ રહે છે.
Read Original Article →