છાતી પર બેસીને રોડ પર ચાકુથી માથું કાપ્યું, VIDEO:પછી રસ્તાની વચ્ચે રાખ્યું, ટોળાએ આરોપીને ઢોર માર મારતા તેનું પણ મોત, પાર્કિંગ વિવાદમાં હત્યા
અરરિયામાં ગુરુવારે એક વ્યક્તિએ બીજા વ્યક્તિનું ગળું કાપીને તેનું માથું રસ્તાની વચ્ચે મૂકી દીધું. મૃતકની ઓળખ મો. નવી હુસૈન તરીકે થઈ છે. જેણે આ ઘટનાને અંજામ આપ્યો તેનું નામ રાહુલ ચૌહાણ જણાવવામાં આવી રહ્યું છે. નવી ડ્રાઈવર હતો અને રાહુલ સત્તુની દુકાન ચલાવતો હતો. ઘટના બાદ રાહુલ 5 મિનિટ સુધી હાથમાં ચાકુ લઈને ત્યાં જ ઊભો રહ્યો. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીને પણ માર મારીને અધમૂવો કરી દીધો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું. ભીડે રસ્તા પર આગચંપી અને તોડફોડ કરી છે. વિસ્તારની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. આ ઘટના ફારબિસગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના માર્કેટિંગ યાર્ડ ગેટ નંબર 2 પાસે બની હતી. ઘટનાસ્થળેથી આવેલી 2 તસવીરો જુઓ… પત્ની પર કમેન્ટ કરવાથી રાહુલ ભડક્યો ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, આજે સવારે પીકઅપ ડ્રાઈવર મો. નવી હુસૈન રાહુલ કુમાર પાસે પહોંચ્યો. રાહુલ સત્તુ વેચે છે. નવીએ રાહુલને કહ્યું કે, સત્તુવાળી કેવી છે. આટલું સાંભળતા જ રાહુલ ભડકી ગયો. પહેલા બંને વચ્ચે બોલાચાલી થઈ. આ દરમિયાન રાહુલે ચાકુ કાઢીને નવીના પેટમાં મારી દીધું. લોકોનું કહેવું છે કે પછી રાહુલ નવીની છાતી પર બેઠો અને તેનું ગળું કાપી નાખ્યું. પિકઅપ ડ્રાઈવરની હત્યા બાદ ઘટનાસ્થળે હાજર લોકો ગુસ્સે ભરાયા. ભીડે રાહુલને પકડી લીધો અને તેને નિર્દયતાથી માર માર્યો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. પાર્કિંગને લઈને થયો હતો વિવાદ આસપાસના લોકોએ જણાવ્યું કે ગુરુવારે સવારે સત્તુ વેચવાની જગ્યાએ પિકઅપ લગાવવા બાબતે બંને વચ્ચે વિવાદ થયો હતો. આ જ વિવાદમાં રાહુલે પહેલા નવીની ચાકુ મારીને હત્યા કરી દીધી. ત્યારબાદ માથાને ધડથી અલગ કરીને રસ્તા પર મૂકી દીધું. બંને વચ્ચે પાર્કિંગને લઈને અવારનવાર ઝઘડો થતો હતો. નવી ત્યાં પોતાની ગાડી પાર્ક કરતો હતો તો રાહુલ ભડકી જતો હતો. આજે નવીએ રાહુલની પત્ની પર ટિપ્પણી કરી જેના પછી વિવાદ વધી ગયો. હત્યા પછી ધડ પાસે ઊભો રહ્યો રાહુલ નવી હુસૈનની હત્યા પછી રાહુલ હાથમાં ચાકુ લઈને લગભગ 5 મિનિટ સુધી ત્યાં જ ઊભો રહ્યો. ડરના માર્યા કોઈ તેની પાસે ગયું નહીં. તેનાથી 5 ફૂટ દૂર નવી હુસૈનનું ધડ પડ્યું હતું. નવી હુસૈનના પરિવારને જેવી હત્યાની જાણ થઈ. ભીડે આરોપીને ઘેરી લીધો. રાહુલ સાથે મારપીટ કરવામાં આવી. તેને માર મારીને અધમૂઓ કરી દેવામાં આવ્યો. કોઈક રીતે ઘટનાસ્થળે હાજર લોકો રાહુલને ઓટોથી હોસ્પિટલ લઈ આવ્યા. માથાથી 10 ફૂટ દૂર પડ્યું મળ્યું ધડ રાહુલે નવી હુસૈનની હત્યા બાદ તેનું માથું કાપીને ધડ રસ્તાની વચ્ચે મૂકી દીધું. માથા અને ધડ વચ્ચે લગભગ 10 ફૂટનું અંતર હતું. માથું રસ્તાની વચ્ચે હતું અને ધડ રસ્તાની કિનારે. જે જગ્યાએ ધડ પડ્યું હતું ત્યાં પાણી હતું. નવી હુસૈનના લોહીથી પાણી લાલ થઈ ગયું હતું. લોકોનું માનીએ તો રાહુલ મર્ડર પછી પાગલ જેવી હરકતો કરવા લાગ્યો હતો. માથું કાપીને રસ્તાની વચ્ચે રાખવું એ કોઈ સામાન્ય માણસ નહીં કરી શકે. તેને કોઈ પસ્તાવો પણ નહોતો થઈ રહ્યો ભાઈ બોલ્યો- હત્યાનો બદલો હત્યા મૃતકના ભાઈ મોહમ્મદ અલી હુસૈને જણાવ્યું, નવી પીકઅપ ચલાવીને પોતાના 3 બાળકો અને પરિવારનું પાલનપોષણ કરતો હતો. તેનો પહેલાથી કોઈ વિવાદ નહોતો. મને ભાઈના બદલે ભાઈ જોઈએ, નહીં તો શાકભાજી મંડીમાં આગ લગાડી દઈશું. ભીડે રસ્તો જામ કરીને આગચંપી કરી ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી અને તણાવનો માહોલ બની ગયો. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા. રોષે ભરાયેલી ભીડે સુભાષ ચોક પાસે રસ્તો જામ કરીને આગચંપી પણ કરી, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું- લોકોને સમજાવવામાં આવી રહ્યા છે SDPO મુકેશ કુમાર સાહાએ જણાવ્યું કે, 2 લોકોના મોત થયા છે. સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ પ્રવર્તી રહી છે. પોલીસ દળ કેમ્પ કરીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ગુસ્સે ભરાયેલા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. આ 3 એંગલ પર પોલીસ તપાસ કરી રહી છે ----------------------------------- આ સમાચાર પણ વાંચો… પ્રયાગરાજમાં થ્રેશરમાં ફસાઈ જતા વિદ્યાર્થીનું મોત:ઉંઘા માથે મશીનમાં ખેંચાઈ ગયો, માથું ધડથી અલગ થઈ ગયું; ખેતરમાં કામ કરતી વખતે હાથ ફસાઈ ગયો હતો પ્રયાગરાજમાં મંગળવારે બપોરે ઘઉંની કાપણી કરતી વખતે થ્રેશર મશીનની ઝપેટમાં આવી જતાં ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત થયું. વિદ્યાર્થી મશીનમાં પાક નાખી રહ્યો હતો. ત્યારે તેનો હાથ ફસાઈ ગયો. પછી મશીને તેને અંદર ખેંચી લીધો. જેના કારણે તે ઉંઘા માથે મશીનમાં ખેંચાઈ ગયો. મશીનમાં ફસાઈ જતાં વિદ્યાર્થીના માથા અને ધડના ટુકડે ટુકડા થઈ ગયા. અકસ્માત જોઈને આસપાસ કામ કરી રહેલા લોકો ગભરાઈ ગયા. તરત જ પોતાનું કામ બંધ કરીને દોડી આવ્યા અને થ્રેશર બંધ કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →