વારંવાર સાસરિયાવાળા ઘરે આવતા અને કહેતા મરી જા ને...:પત્નીથી કંટાળીને એન્જિનિયર ટ્રેન સામે કૂદ્યો, મોત, ભાઈનો આરોપ- પત્ની દરરોજ ઝઘડો કરતી; સાસરિયાવાળા હેરાન કરતા; FIR

National6/2/2026, 7:12:31 AM
વારંવાર સાસરિયાવાળા ઘરે આવતા અને કહેતા મરી જા ને...:પત્નીથી કંટાળીને એન્જિનિયર ટ્રેન સામે કૂદ્યો, મોત, ભાઈનો આરોપ- પત્ની દરરોજ ઝઘડો કરતી; સાસરિયાવાળા હેરાન કરતા; FIR
રાજસ્થાનના અલવરમાં રાજગઢ-માલાખેડા રેલ માર્ગની વચ્ચે ઢિગાવડા રેલવે સ્ટેશન પાસે પત્નીથી કંટાળીને એક એન્જિનિયર યુવકે આત્મહત્યા કરી લીધી. રાત્રે લગભગ 11 વાગ્યે 44 વર્ષીય એન્જિનિયરે વંદે ભારત ટ્રેન સામે કૂદીને જીવ આપી દીધો. મૃતકની ઓળખ અલવર શહેરના મોતી નગર, કાળી મોરી નિવાસી ગગન અગ્રવાલ તરીકે થઈ. ગગનના મિત્ર લલિત મોહન ગુપ્તાએ જણાવ્યું કે ગગનના મોટા ભાઈએ કહ્યું હતું કે તેણે પત્ની અને સાસરિયાંઓથી કંટાળીને ટ્રેન સામે કૂદીને જીવ આપી દીધો. આ મામલે ગગનના મોટા ભાઈ નિર્મલ કુમાર અગ્રવાલે ગગનની પત્ની અને સાસરી પક્ષ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો છે. નિર્મલે રિપોર્ટમાં જણાવ્યું કે તેના નાના ભાઈને તેની પત્ની, સાસુ અને સસરા લગ્ન પછીથી જ પરેશાન કરતા હતા. વારંવાર સાસરિયાવાળા ઘરે આવતા અને કહેતા મરી જા ને… આ મામલે મૃતકના ભાઈ કાલી મોરી, મોતી નગર, અલવરના રહેવાસી નિર્મલ કુમાર અગ્રવાલે ફરિયાદ નોંધાવી છે કે તેના નાના ભાઈ ગગન અગ્રવાલ, ધીગવડા સ્ટેશન નજીક ટ્રેનની સામે કુદીને આત્મહત્યા કરી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે તેના નાના ભાઈની પત્ની દરરોજ ઝઘડો કરતી હતી. ગગનના સાસુ અને સસરા પણ લગ્ન પછીથી જ તેને હેરાન કરતા હતા અને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરતા રહેતા હતા. આ બાબતે તેમને ઘણીવાર સમજાવતા હતા, પરંતુ તેઓ માનતા જ નહોતા. તેના સાસરિયાવાળા અવાર-નવાર ઘરે આવતા હતા અને પછી ગગનને કહેતા કે મરી જા ને. આમ વારંવાર સાસરિયાવાળા તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરતા હતા. પત્ની સહિત સાસરીયાઓ પર ત્રાસ આપવાનો આરોપ ઘણી વાર સમજાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા. પરંતુ સુધારો થયો નહીં. અંતે તણાવમાં આવીને ગગને આત્મહત્યા કરી લીધી. એન્જિનિયર ગગન IBM કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો. મૃતકની સાસરી યુપીના ઝાંસીમાં છે. મૃતકને કોઈ સંતાન નથી. એસઆઈ દૌલત સિંહનું કહેવું છે કે પરિવારે પત્ની સહિત સાસરીયાઓ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમની રિપોર્ટ અનુસાર તપાસ કરવામાં આવશે. હાલ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી પરિવારે એન્જિનિયરની પત્ની અને તેના પરિવારના સભ્યો પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેની પત્ની તેને સતત ત્રાસ આપતી હતી, જેના કારણે તે ડિપ્રેશનનો ભોગ બનતો હતો અને દરરોજ ઝઘડો કરતી હતી. પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. આ સમાચાર પણ વાંચો... બેંગલુરુમાં IT એન્જિનિયર કપલની આત્મહત્યા:પતિએ ફ્લેટમાં ગળે ફાંસો ખાધો, પતિને લટકતો જોઈને પત્ની પણ 17મા માળેથી કૂદી પડી; મહિને લાખો કમાતા હતા; ધ્રુજાવી દે તેવી ઘટનાથી અરેરાટી કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બેંગલુરુના કોથનૂર વિસ્તારમાં એક એન્જિનિયર કપલના દર્દનાક મોતની ભયાનક ઘટના સામે આવી છે. પહેલા પતિનો મૃતદેહ ફ્લેટના બંધ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો. પતિના મૃત્યુના થોડા જ મિનિટો પછી પત્ની ફ્લેટમાંથી બહાર નીકળી અને તે જ એપાર્ટમેન્ટના 17મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. સંપૂર્ણ સમાચાર વાંચો…
Read Original Article →