અગ્નિની એડવાન્સ મિસાઈલનું સફળ પરીક્ષણ:એકથી વધુ પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે, એકસાથે અનેક ટાર્ગેટને નિશાન બનાવવાની ટેકનોલોજી
રક્ષા અનુસંધાન એવમ વિકાસ સંગઠન (DRDO) એ શુક્રવારે ઓડિશાના ડો. એપીજે અબ્દુલ કલામ મિસાઈલ પરીક્ષણ સેન્ટરથી અગ્નિ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. DRDO એ શનિવારે આ માહિતી આપી. આ મિસાઈલમાં મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી એકસાથે અનેક પરમાણુ હથિયારોને લઈ જઈ શકાય છે. સાથે જ એકવારમાં અનેક ટાર્ગેટને નિશાન બનાવી શકાય છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે અલગ-અલગ જગ્યાઓ પર હાજર અનેક ટાર્ગેટ્સને સફળતાપૂર્વક હિટ કર્યા. આ બધા ટાર્ગેટ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ફેલાયેલા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભારતની બીજી ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) છે. તેની રેન્જ લગભગ 5 હજારથી 7 હજાર કિલોમીટર સુધીની છે. તેની સ્પીડ એટલી વધારે છે કે દુશ્મનના રડાર અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે તેને રોકવું લગભગ અશક્ય છે. અગ્નિ-5 પ્રથમ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ સિરીઝમાં ભારત પાસે અગ્નિ-1, 2, 3, 4 અને 5 મિસાઈલો છે. અગ્નિ-5 ભારતની પ્રથમ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ હતી, જેને DRDO દ્વારા બનાવવામાં આવી છે. આ ભારત પાસે રહેલી લાંબા અંતરની મિસાઈલોમાંથી એક છે. ICBM એવી મિસાઈલો હોય છે, જે એક મહાદ્વીપથી બીજા મહાદ્વીપ સુધી હુમલો કરી શકે છે. દુનિયાના માત્ર 6 દેશો પાસે ICBM ટેકનોલોજી દુનિયાના પાંચ દેશો- અમેરિકા, રશિયા, ચીન, ભારત, ફ્રાન્સ અને બ્રિટન પાસે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) ની ટેકનોલોજી છે. અગ્નિ-5 એકથી વધુ વોરહેડ લઈ જઈ શકે છે અગ્નિ-5 એક એડવાન્સ્ડ MIRV મિસાઈલ છે. MIRV નો અર્થ મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી-ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ છે. ટ્રેડિશનલ મિસાઈલમાં ફક્ત એક વોરહેડ લઈ જઈ શકાય છે, જ્યારે MIRV માં મલ્ટીપલ વોરહેડ એકસાથે કેરી કરી શકાય છે. વોરહેડ એટલે, મિસાઈલનો આગળનો ભાગ જેમાં વિસ્ફોટક હોય છે. આ ખાસિયતનો અર્થ એ થયો કે એકબીજાથી અનેક કિલોમીટર દૂર આવેલા ઘણા ટાર્ગેટ્સને એક જ મિસાઈલ દ્વારા નષ્ટ કરી શકાય છે. એક જ ટાર્ગેટ પર મલ્ટીપલ વોરહેડને એક જ વારમાં લોન્ચ પણ કરી શકાય છે. અમેરિકાએ 1970માં વિકસાવી હતી MIRV ટેકનિક MIRV ટેકનોલોજી સૌપ્રથમ અમેરિકાએ 1970માં વિકસાવી હતી. 20મી સદીના અંત સુધીમાં અમેરિકા અને સોવિયત સંઘ બંને પાસે MIRVથી સજ્જ અનેક ઇન્ટરકોન્ટિનેન્ટલ અને સબમરીન લોન્ચ બેલિસ્ટિક મિસાઇલો હતી.
Read Original Article →