શબ્દસૌંદર્ય:સ્ફુરણ: અચાનક જ મનમાં યાદ આવી જવું
સંસ્કૃત ‘સ્ફુર્’ ધાતુ પરથી સ્ફુર્તિ અર્થાત્ ઊર્જાવાન. ‘સ્ફ’ ધ્વનિમાં કંપન, વિભાજન. અચાનક જ મનમાં યાદ આવી જવું તે ‘સ્ફુરણ’; ‘પ્રેરણા’. ‘સ્ફુરણ થવું’ અર્થાત્ ‘યાદ આવવું‘. ‘સ્ફ’ પરથી સફેદ રંગનો કિંમતી પથ્થર ‘સ્ફટિક’. ‘ફટકી’ અર્થાત્ ‘ફટકડી’નાં મૂળમાં પણ. ફાટવું તે ‘સ્ફોટન’. મોટા અવાજ કે કંપનથી વિભાજન થાય કે ફાટી પડવું તે ‘વિસ્ફોટ’. ધડાકા-ભડાકા-કંપનથી ફૂટે એવું ‘સ્ફોટક’. દબાપણપૂર્વક બહાર નીકળવું તે ‘સ્ફોટન’; ‘પ્રસ્ફુટન’. પૃથ્વીના પેટાળમાં રહેલો પીગળેલો મેગ્મા, વાયુઓ અને ખડકોના ટુકડાઓ પૃથ્વીના પોપડાની નબળી તિરાડોમાંથી દબાણપૂર્વક સપાટી પર બહાર આવવાની કુદરતી ક્રિયા ‘જ્વાળામુખી પ્રસ્ફુટન’. શંકુ-પ્રસ્ફુટનથી જ્વાળામુખી પર્વત બને. ફાટ-પ્રસ્ફુટનથી લાવાના થર. જ્વાળામુખી શક્તિપીઠ ઉત્તર ભારતમાં પ્રસિદ્ધ.
Read Original Article →