રોજગારીનું બદલાતું સ્વરૂપ:ડિગ્રી કરતાં હવે આવડતની બોલબાલા...
સૌગત રૉય ચૌધરી.એક્ઝિ. ડાય. સ્કિલ ડેવલપમેન્ટ, સી. આઇ. આઇ.
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ‘સ્કિલ ઇન્ડિયા રિપોર્ટ 2026’ના આંકડા ભારતીય રોજગાર બજારમાં એક સકારાત્મક ક્રાંતિનો સંકેત આપી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, દેશમાં યુવાનોની એમ્પ્લોયબિલિટી (રોજગાર મેળવવાની ક્ષમતા) જે વર્ષ 2022માં 46.20% હતી, તે વર્ષ 2025-26 સુધીમાં વધીને 56.30% સુધી પહોંચી ગઈ છે. આ વધારો માત્ર આંકડાકીય નથી, પરંતુ તે ભારતની બદલાતી શિક્ષણ નીતિ-ઉદ્યોગોની સક્રિય ભાગીદારીનું પરિણામ છે.
જોકે, આ જ રિપોર્ટનો એક ચિંતાજનક પાસું એ પણ છે કે હજુ પણ 44% કાર્યબળ ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ‘જોબ-રેડી’નથી. એટલે કે, આપણા દેશમાં હજુ પણ અડધોઅડધ યુવાનો પાસે એવી કોઈ ચોક્કસ આવડત નથી જે તેમને તરત જ નોકરી અપાવી શકે. આ અંતર પૂરવા માટે ગંભીર પ્રયાસોની જરૂર છે.
ભારત હવે એવા આર્થિક યુગમાં પ્રવેશ્યું છે જ્યાં નોકરીદાતાઓ માટે ઉમેદવારની ડિગ્રી ગૌણ અને તેની વ્યાવહારિક કાર્યકુશળતા મુખ્ય બની છે. કંપનીઓ હવે એ જુએ છે કે વિદ્યાર્થીએ શૈક્ષણિક સંસ્થાઓમાં જે પુસ્તકિયું જ્ઞાન મેળવ્યું છે, તેનો ઉપયોગ તે વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવામાં અને વર્કપ્લેસના પડકારો ઝીલવામાં કેટલી કુશળતાથી કરી શકે છે. આ બદલાવને કારણે જ હવે અભ્યાસક્રમોમાં પરંપરાગત શિક્ષણના સ્થાને ઉદ્યોગોની જરૂરિયાત મુજબના ફેરફારો અને પ્રેક્ટિકલ એક્સપોઝર પર ભાર મૂકવો અનિવાર્ય બન્યો છે. ભારતમાં રોજગારીની બદલાતી તસવીર-ભવિષ્યના પડકારો
‘રસરંગ નોલેજ એન્ડ રિસર્ચ’ મુજબ, ભારત
બે મોટા ફેરફારો નવી ગાથા લખશે… યુવાનોને વધુ કુશળ બનાવવા માટેના 4 અનિવાર્ય સ્તંભો
જાણીતા ઓવરસીઝ કરિયર કાઉન્સેલર અને જોબ્સ એક્સપર્ટ જિતેન્દ્ર સિંહના મતે, ભારતે તેના યુવાધનને
વૈશ્વિક સ્પર્ધામાં ટકાવી રાખવા માટે નીચે મુજબના ચાર પાયાના ફેરફારો કરવા પડશે: 1. શિક્ષણમાં કાર્ય-અનુભવનું ફરજિયાત જોડાણ વિદ્યાર્થીઓ માત્ર માર્ક્સ મેળવવા પાછળ દોડે છે અને કૌશલ્ય પાછળ રહી જાય છે. આ માનસિકતા બદલવા માટે વ્યાવસાયિક શિક્ષણ (Vocational Education) ને આકર્ષક અને પ્રતિષ્ઠિત બનાવવું પડશે. 2. અભ્યાસક્રમોના નિર્માણમાં ઉદ્યોગોની સીધી ભાગીદારી શિક્ષણ સંસ્થાઓમાં જે શીખવવામાં આવે છે અને કંપનીઓમાં જે કામ થાય છે, તે બંને વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. આ ખાઈ પૂરવા માટે ઉચ્ચ શિક્ષણના એવા મોડલની જરૂર છે જેમાં કોલેજ-ઇન્ડસ્ટ્રી વચ્ચે સંવાદ થતો રહે. 3. શિક્ષકોનું ઉદ્યોગો સાથે ટેક્નિકલ જોડાણ AICTE ના ઇન્ડસ્ટ્રી ફેલોશિપ પ્રોગ્રામ્સ જેવી પહેલ અસરકારક સાબિત થઈ શકે છે. આવા કાર્યક્રમો દ્વારા આધુનિક મશીનો અને પદ્ધતિઓ સમજવાની તક મળે છે. ઇન્ટર્નશિપને ક્રેડિટ-લિંક્ડ બનાવવી જોઈએ. 4. દરેક ક્ષેત્રમાં AI અને ડિજિટલ સાક્ષરતાનો સ્વીકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ અને ડિજિટલ સેવાઓ જેવા ઉચ્ચ વિકાસ દર ધરાવતા ક્ષેત્રોમાં AI નો ઉપયોગ અનિવાર્ય બન્યો છે.
Read Original Article →