શબ્દસૌંદર્ય:પાત્ર

Magazine4/19/2026, 1:00:00 AM
સંસ્કૃત ધાતુ ‘પા’ અંતર્ગત પાલન કરવું, યોગ્ય હોવું, ધારણ કરવું કે આકાર આપવો, સમાવિષ્ટ કરવું ઇત્યાદિ ભાવ. ‘પા’ પરથી પાત્ર. નાટકમાં વેશ ભજવનારી વ્યક્તિ; નાટકમાં નાયક નાયિકા વગેરે; વેશ લેનાર જન; અભિનેતા; નટ ઇત્યાદિ માટે પાત્ર. ખાન-પાન સાથે સંકળાયેલાં વાસણ માટે પણ પાત્ર. આમ, ટૂંકમાં જોઈએ તો પાત્રમાં ધારણ કરવાનો ભાવ કે કોઈ ભૂમિકાનું પાલન કરવાનો ભાવ. કુશળ અભિનેતા જે-તે પાત્રમાં ઓતપ્રોત થઈને ભૂમિકા ભજવે છે. વાસણ સ્વરૂપે પાત્ર એમાં સમાવિષ્ટ દ્રવ્ય કે વસ્તુની સુરક્ષા કરે છે. વિશેષણ રૂપે યોગ્ય; લાયક. સમાસમાં વપરાય ત્યારે દાનપાત્ર; વિશ્વાસપાત્ર, કૃપાપાત્ર, કુપાત્ર, સુપાત્ર. યોગ્યતા; લાયકાત દર્શાવવા પણ પાત્ર. ‘પા’ ધાતુ અનેક શબ્દોની ઉત્પત્તિનાં મૂળમાં જેમ કે, પિતા, પાલક, પતિ ઇત્યાદિ.
Read Original Article →