શબ્દસૌંદર્ય:છદ્મિકા: ઔષધિ ‘ગળો’નું સંસ્કૃત નામ
હંસાબહેન ચાવડાના પુત્ર ડૉ. અશોક ચાવડા
સંસ્કૃત ‘છદ્’ ધાતુમાં ઢાંકવા-છુપાવાનો ભાવ. એના પરથી ‘છાયા‘ આપતાં ‘છત’, ‘છત્ર’, ‘છત્રી’, જેમાં ઢાંકવાનો અર્થ. આમ, ‘છાયા’માં પણ છુપાવાનો ભાવ. ફારસી ‘સાયા’ના મૂળમાં આ સંસ્કૃત ‘છાયા’.
સારાં-નરસાં પ્રંસગે બંધાતો મંડપ ‘છત્તર’; ‘છતરી’. દેવી-દેવતાની મૂર્તિ ઉપર આદરના પ્રતીક રૂપે ‘છત્ર’ ચઢાવાય. રાજાનું ‘છત્ર’ પણ ‘છાયા’ થકી રક્ષણ આપે. ‘છાવણી’માં પણ કાપડનાં આવરણ હેઠળ દુશ્મનોથી છુપાવાનો ભાવ. સંસ્કૃત ‘છદ્મન્’ અર્થાત્ બહાનું, કપટ.
એના પરથી ‘છદ્મ’ અર્થાત્ પ્રપંચ. ‘છદ્મ’માં પણ કશું છુપાવાનો ભાવ. વ્યવહારમાં કપટ, બનાવટ, ઢોંગ એ ‘છદ્મ’. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદિક ઔષધિ ‘ગળો’નું સંસ્કૃત નામ ‘છદ્મિકા’ કેવું કાવ્યાત્મક લાગે! પારંપરિક મિષ્ટાન્ન ‘જલેબી’ પણ ‘છદ્મિકા’.
Read Original Article →