સાપ્તાહિક ભવિષ્યફળ:મેષ, વૃષભ અને કર્કના જાતકોની આવક વધે
જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.)
નોકરી અને વ્યવસાયને લઈ કોઈ વિશેષ અનુકૂળતા થાય તથા લાભની સારી તક સર્જાય. પરિવારનો પૂરતો સહયોગ મળશે. વિવાદોનો ઉકેલ આવશે. સાથીદારો સાથે એકતા અને મનમેળ વચ્ચે આર્થિક પ્રગતિ માટે અનુકૂળ સમય છે. આવક વધે. નાણાકીય સ્થિતિ સુધરશે. તા. 24 આક્રોશમય. તા. 26-27-28 સફળતાસૂચક. સિંહ (મ. ટ.)
સંજોગો સાનુકૂળ બનતા જણાય અને પ્રગતિનો માર્ગ મોકળો બને. સૂર્ય દિગ્બલી બનતો હોઈ નોકરિયાતો માટે અને વહીવટી અધિકારીઓ માટે ઉજ્જવળ સંકેતો છે. હિત શત્રુઓનાં હથિયાર હેઠાં પડતાં જણાય. આરોગ્ય સુધરે અને રોગપ્રતિકારક શક્તિ વધે. આકસ્મિક દુર્ઘટનાથી સાવચેતી રાખવી. તા.24-28-29 લાભ થાય. તા. 30 નિરાશા. ધન (ભ. ધ. ફ. ઢ.)
આત્મવિશ્વાસ પ્રબળ બને. શત્રુઓ સામેની વ્યૂહરચના સફળ સાબિત થશે. સંઘર્ષ બાદ સફળતાને યોગ બને છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પ્રતિસ્પર્ધા, કાયદાકીય બાબતોમાં ખાસ સફળ થવાય તેવા યોગ છે. અવિવાહિતો માટે શુભત્વના સમાચાર મળી શકે છે. ખાવા-પીવામાં કાળજી રાખવી. તા. 24 ભાગ્યહાનિ. તા. 26-27-28 વ્યવસાયમાં સફળતા. વૃષભ (બ. વ. ઉ.)
ચિંતાનાં વાદળો વિખરાતા જણાય અને આશાનું નવું કિરણ ખીલે. નસીબનો સાથ મળશે. પ્રવાસ ફળશે. વાણી-વ્યવહારમાં સરળતા આવે. દરેક કાર્યમાં ચોકસાઈ વર્તાય. સંપત્તિ વધે. ધંધામાં નફો વધે. આવકમાં વૃદ્ધિ થાય. પળેપળ સાવચેત રહેવું. નાની ગફલતથી મોટું નુકસાન પહોંચી શકે. તા. 28-29-30 પ્રભાવ વધે. તા. 25 ઉગ્રતા. કન્યા (પ. ઠ. ણ.)
નિર્ધારિત કામો તરફ આગળ વધી શકશો. ભાગ્ય તમારો સાથ આપશે. નાણાકીય સ્થિતિ સુધરતા ભવિષ્ય માટે બચત કરી શકશો. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો માર્ગ મોકળો થશે. મહત્ત્વના કામે વિદેશ જવાની ઈચ્છા સફળ થાય. ગજા બહારનું સાહસ કરવાથી ચેતવું. તા. 26 -27-30 પ્રવૃત્તિમય. તા. 29 આર્થિક બોજ. મકર (ખ. જ.)
આકસ્મિક આર્થિક ફાયદો થાય. ઉત્સાહ અને ધગશમાં વૃદ્ધિ થાય. વ્યાપાર-વ્યવસાયમાં અનુકૂળતા રહેશે. મહત્ત્વનાં કામ પાર પાડી શકશો. શેરબજારથી અનુકૂળતા વધશે, પરંતુ સમજપૂર્વક રોકાણ કરવું. સામાજિક ક્ષેત્રે સારું પ્રદાન થશે. વાણી અને વ્યવહારમાં કડવાશ ન આવે તે ખાસ જોવું. તા. 25 મનમાં ખિન્નતા. તા.28-29-30 ભાગીદારીમાં લાભ. મિથુન (ક. છ. ઘ.)
માનસિક તણાવ દૂર થાય અને રાહત અનુભવાય. આર્થિક પરિસ્થિતિ શરૂઆતની બાધાઓ બાદ સુધરતી જણાય. નિર્ધારિત કામો સમય મર્યાદામાં પૂર્ણ થશે. તાજગી સતત અનુભવાશે. માન-સન્માન જળવાશે. અણધાર્યો લાભ થવાના સંજોગો છે. આંખની સમસ્યા, તાવ કે થાકથી આરોગ્ય કથળે. તા. 24-25-30 નિજાનંદ પ્રવર્તે. તા. 26 સુખમાં અવરોધ. તુલા (ર. ત.)
મુશ્કેલીમાંથી સાંગોપાંગ બહાર અવાશે. કારકિર્દીમાં અનપેક્ષિત લાભ થાય. નવી ઊર્જા અને તાજગી અનુભવી શકશો. આર્થિક સ્થિતિમાં ચઢાવ ઉતરાવ આવે. ખર્ચ કરવામાં આયોજન કરવું જરૂરી છે. ચામડીને લગતી સમસ્યા વકરે. સંતુલિત દિનચર્યા રાખવાથી આરોગ્ય જળવાશે. તા. 24-28-29 મક્કમતા કેળવાય. તા. 27 આકસ્મિક ખર્ચ. કુંભ (ગ. શ. સ.)
વાસ્તવિકતાનો વિચાર કરી આગળનું આયોજન કરી શકશો. કલ્પનાના મિનારા કરતાં કર્મ ઉપર વધુ વિશ્વાસ રાખવો. ઘર, વાહન તથા મિલકત સંબંધી લાભ થઇ શકે. ભાગીદારીમાં લાભ થાય. મનગમતી વ્યક્તિના મિલનથી નિજાનંદ પ્રવર્તે. સ્થળાંતર કરવાનો પ્રસંગ બને. ઘરનું વાતાવરણ તંગ રહે. તા. 24-25-30 અર્થવૃદ્ધિ. તા. 26 બેચેની.
કર્ક (ડ. હ.)
મહત્વના કામકાજમાં આગળ વધવાની તક સર્જાશે. સંજોગોને અનુકૂળ થઈ જશો તો કાર્ય સફળતા અવશ્ય મળશે. આવક વધે. ઈચ્છાઓ પરિપૂર્ણ થતી જણાશે. વિઘ્નો દૂર થાય અને સકારાત્મકતાથી મહત્ત્વાકાંક્ષાઓને ગતિ મળે. સરકારીકામકાજમાં સફળતા મળશે. કૃષિ ક્ષેત્રે પ્રગતિ થશે. અકસ્માતથી સાવધાન રહેવું. તા. 25-26-27 સ્થિરતા અનુભવાય તા.28 વિઘ્ન. વૃશ્ચિક (ન. ય.)
આપના ગણતરી પૂર્વકના પ્રયાસો ફળદાયી બનશે. વ્યાપાર અને ભાગીદારી પેઢીમાં આપનો પ્રભાવ રહેશે. જૂનાં રોકાણોમાંથી અણધાર્યો લાભ મળી શકે છે. સુખ-સુવિધાના સાધનો વિકસાવી શકશો. ફત્તેહ મેળવી શકશો. કામનું ભારણ ઘટે. ગુપ્ત દર્દથી પરેશાન થવાય. કાર્ય અવરોધ સર્જાઈ શકે છે. તા. 25-26-30 ઉત્સાહવર્ધક. તા. 29 બેચેની લાગે મીન (દ. ચ. ઝ. થ.)
આત્મખોજ દ્વારા આગળની પ્રગતિનો માર્ગ વિચારી શકશો. સુખવૃદ્ધિ થાય. સાહસ, આત્મવિશ્વાસ અને પરાક્રમમાં વધારો થશે. નકારાત્મક વિચારો દૂર થશે. દરેક પ્રકારના કાર્યમાં જુસ્સો અને પારદર્શકતા આવશે. આરોગ્યની દૃષ્ટિએ બીમારીમાંથી બહાર આવશો. કાબૂ ગુમાવવાથી અશાંતિ સર્જાય. તા. 25-26-27 આક્રમક રહેવાશે. તા. 30 અશાંતિ લાગે.
Read Original Article →