થેન્ક યૂ:મેચ્યોરિટીની મજા!
ડો. જયેશ વાછાણી
જેમ જેમ મોટા થઈએ તેમ તેમ અનુભવ, અવલોકન અને મૂલ્યાંકનથી આપણે મેચ્યોર થતા હોઈએ. આ મેચ્યોરિટીની એક અલગ મજા છે.
કેવી હોય છે એ મેચ્યોરિટીની મજા!
જેનાથી ખુદનો સ્વભાવ, મિજાજ, શોખ, હેતુ, અગ્રતા બદલાય.
માણસોની પહેચાન થવા લાગે, દંભ અને દેખાડા સમજાય જાય ને’ કરવા ન ગમે.
જેવું દેખાતું હોય એવું હોય નહીં અને જેવું હોય તેવું દેખાતું ન હોય એની ખબર પડવા લાગે.
જાણકારી અને અનુભવથી ખૂબ ગમતું હોય
એનો અણગમો થવા લાગે અને
જેના તરફ કયારેય જોયું પણ ન હોય એવી જરૂરી બાબત,
કાર્ય કે પ્રવૃત્તિ ગમવા લાગે.
દોડધામવાળી જિંદગીમાં થોડો ઠહરાવ આવે.
મહત્ત્વાકાંક્ષા થોડી ઓછી ને’ સંતોષ થોડો વધે.
‘આ નથી’ અને ‘આ હોત તો’વાળી વાતો ઓછી થઈ જાય અને
જે છે એમાંથી આનંદ લેતા આવડી જાય.
વેરને બદલે વહાલ વધે, બીજાથી દુખ: ન લાગે, અપેક્ષા ઓછી થાય.
હશે અને થશેની માનસિકતા વધે. પ્રાર્થના, પૂજા કે શ્રદ્ધાના શરણે રહેવાનું ગમે.
જાત માટે ઘણું કરવાનું બાકી છે એવી સમજણ આવે. શોખ જાગે.
યોગ્ય લાગે કે ગમે તે, ચર્ચા કે જાહેરાત વિના અમલમાં મુકાવા લાગે.
જાતમાં સુધારો અનુભવાય. જિંદગીનો હેતુ થોડો વધુ ક્લિયર થાય.
બીજાનાં દુ:ખની પીડા અનુભવાય ને’ બીજાનાં સુખનો હરખ થાય.
હોહા કર્યા વિના બીજાને મદદરૂપ થવામાં મજા આવે.
ખુદની પ્રસિદ્ધિ કે પ્રશંસા બિનજરૂરી લાગે.
જાતને વેલિડેશન કે વખાણની જરૂર ન રહે.
પ્રકૃતિ તેમજ એકાંત ગમવા લાગે.
જાત પૂરતી લાગે. જાત સાથે રહેવું ગમવા લાગે.
અને આવું બધું થાય ત્યારે, હવે જ સાચી જિંદગીની શરૂઆત થઈ એવું અનુભવાય.
આ છે મેચ્યોરિટી મજા! આપે અનુભવી છે આવી મજા?
વિચારજો.
Read Original Article →