શબ્દસૌંદર્ય:સળી કરવી એટલે ઉશ્કેરવું

Magazine5/31/2026, 12:35:00 AM
સંસ્કૃત ‘શલ્’ ધાતુમાં તીક્ષ્ણતા, કંપન, કાંટાનો ભાવ. એના પરથી ‘શલાકા’ અર્થાત્ નાની લાકડી, દંડ, પાતળું તીર, સળી. ‘સળી કરવી’ એટલે અડપલું કરવું; ઉશ્કેરવું. ‘સળીસંચો’ અર્થાત્ ઉશ્કેરણી. કશું સારું-નરસું કરવા પ્રેરણા આપવી તે ‘સળીસંચો કરવો’. નાકમાં પહેરવાની હીરાજડિત સળી ‘ચૂંક’. ડોકમાં પહેરવાનું ચાંદીનું ઘરેણું ‘સળીમાદરડી’. દૂબળાં વ્યક્તિ માટે ‘સળીકડું’. સળી જેવી કાતરેલી પાતળી સોપારી ‘સળીસોપારી’. ‘ધૂપસળી’ અર્થાત્ બળીને સુગંધ પ્રસરાવે એવાં દ્રવ્યોમિશ્રિત સળી; અગરબત્તી. ‘દીવાસળી’ અર્થાત્ આગ પેટાવવા છેડે ગંધકમિશ્રિત સળી. ‘અગ્નિશલાકા’, ‘અગ્નિદંડ’ કરતાં ‘દીવાસળી’ પ્રચલિત. એની પેટી માટે અંગ્રેજી ‘બોક્સ’ પરથી ‘બાકસ’; ‘મેચિઝ‘ પરથી ‘માચિસ’. ‘દીવાસળી ચાંપવી’ અર્થાત્ ‘બે પક્ષને ઉશ્કેરીને લડાઈ કરાવવી’. }
Read Original Article →