સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક અને કન્યા રાશિના જાતકોની કારકિર્દીમાં સ્થિરતા આવે
જયેશ રાવલ
મેષ (અ. લ. ઈ.)
આર્થિક વૃદ્ધિ થશે. આવકના નવા સ્ત્રોત ખૂલશે. પૈતૃક સંપત્તિના વિવાદોનો સુખદ ઉકેલ આવશે. વેપારીઓનો નફો વધશે. સિઝનલ ધંધામાં કમાણી વધે. જૂનું દેવું ચૂકવી શકાય. પોતાના વાણી અને વર્તનથી પ્રભાવ પાથરી શકશો. અયોગ્ય જગ્યાએ મૂડીરોકાણ ન કરવું. તા. 03 બેચેની અનુભવાય. તા. 07-08-09 તરક્કી થાય. વૃષભ (બ. વ. ઉ.)
કેરિયરમાં લાભદાયક સ્થિતિ સર્જાશે અને આવકનો નવો માર્ગ સૂઝે. રાજકીય નેતાઓ પ્રજાજનોને પોતાના કાર્યથી આકર્ષી શકશે. શેરબજાર અને અન્ય રોકાણોમાંથી આર્થિક ફાયદો થશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. જોખમી કાર્યો કરવામાં સફળતા મળશે. નૈતિકતા જાળવવી. તા. 03-04-05 સફળતાસૂચક. તા. 06 સાવધાની રાખવી. મિથુન (ક. છ. ઘ.)
પારિવારિક સંકટ અને કૌટુંબિક મનભેદમાં ધીરે ધીરે સમાધાનાની ભૂમિકા ઉપર અવાશે. સામાજિક પ્રતિષ્ઠા અને કાર્યકુશળતા વધે. સ્પર્ધાત્મકતામાં સફળતા તરફ અગ્રેસર થવાશે. કાયદાકીય અનુશાસન જાળવવું. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં કાળજીપૂર્વક વિચાર કરવો. તા. 04-05-06 મિલન-મુલાકાત. તા. 07 વ્યથા અનુભવાય. કર્ક (ડ. હ.)
કારકિર્દીમાં સ્થિરતા આવે. નોકરીમાં બઢતી મળી શકે. સંશોધકો માટે સારો સમય છે. જુદાં જુદાં ક્ષેત્રમાંથી આર્થિક લાભ મળી શકશે. સમય સાથે કદમ મિલાવી ચાલવાથી અવશ્ય સફળતા મળશે. વિષાદ સર્જાય. હતાશા દૂર કરી એકાગ્રતાપૂર્વક પોતાના કામોમાં નિષ્ઠા રાખવી જરૂરી છે. વયસ્કોએ આરોગ્યનું ધ્યાન રાખવું. તા. 04 રઝળપાટ. સિંહ (મ. ટ.)
આર્થિક ક્ષેત્રે નવી સિદ્ધિ પ્રાપ્ત થાય. કારકિર્દીમાં શુભ બદલાવ આવે. સમાજમાં માન-સન્માન વધશે. નવું વાહન કે મિલકત વસાવી શકાય. ફસાયેલાં નાણાં પરત લેવાની મોકળાશ ઊભી થાય. લાંબી યાત્રા થઇ શકે. સ્વજનો સાથે મનોરંજન કરી શકશો. સહયોગી સાથે મતભેદ અને વિવાદ ટાળવો. તા. 07-08-09 આનંદદાયક. તા. 05 મનોબળ તૂટે. કન્યા (પ. ઠ. ણ.)
વ્યાવસાયિક ભાગીદારીમાં નવાં પરિમાણો સર્જાય અને ઉત્કર્ષ તરફ અગ્રેસર થવાય. આરોગ્ય સુધરે. લાંબા સમયની બીમારીમાંથી રાહત મળશે. કોર્ટ મેટરમાં સમાધાન થાય. નોકરીમાં સ્થિરતા અનુભવાય. મિલકતને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. ઘરમાં રજનું ગજ ન થાય તે ખાસ જોવું. તા. 03-04-05 પ્રતિષ્ઠાપ્રાપ્તિ. તા. 08 બંધન. તુલા (ર. ત.)
વેપાર-ધંધામાં ઉન્નતિ થઇ શકે. કોઈ નવા કાર્યની શરૂઆત કરવામાં આર્થિક સંકટ હશે તો દૂર થશે. લગ્ન વિષયક અડચણ દૂર થાય. સ્થિર મિલકત વધી શકે. કમાણીના નવા રસ્તાઓ મળે. લાંબી બીમારીમાંથી બેઠા થવાય, તેમ છતાં પેટની ગરબડ અને અકસ્માતથી સાવધ રહેવું. તા. 05-06-07 પ્રગતિ થાય. તા. 09 વ્યગ્રતા. વૃશ્ચિક (ન. ય.)
જાહેરજીવનમાં પ્રસન્નતા અનુભવાય. નાના-મોટા ધંધામાંથી આવક મેળવનારાઓને ફાયદો થાય. વિરોધી પરિબળોને અંકુશમાં રાખી શકશો. રોગપ્રતિકારક ક્ષમતા વધશે. નાણાકીય પડકારોનો સામનો કરવો પડે. કોઈની જામીનગીરીથી દૂર રહેવું. ત્વચાની એલર્જીથી સાવચેતી રાખવી. આક્રમકતાથી દૂર રહેવું. તા. 03-08-09 યશપ્રાપ્તિ. તા. 05 ગમગીની. ધન (ભ. ધ. ફ. ઢ.)
વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ પ્રભાવશાળી પુરવાર થાય. ઘરમાં સુખ-શાંતિ વધે. પોતાનાં વિરોધી પરિબળોની કનડગત ઓછી થાય. શુભ કાર્યનું આયોજન કરી શકશો. વિદ્યાર્થીઓને શિક્ષકો અને વડીલોનું માર્ગદર્શન અને સહાયતા પ્રાપ્ત થાય. કોઈ પણ જાતના નાણાકીય પ્રલોભનમાં ન આવવું. તા. 05-06-07 સુખપ્રાપ્તિ. તા. 08 વેદનામય. મકર (ખ. જ.)
ભાગ્ય અને ભગવાનના બંનેની સહાય મળવાનો અહેસાસ થાય. સુખ-સગવડોમાં વધારો થાય. કાર્યભારણ ઓછું થશે અને માનસિક તાણ ઘટશે. કોર્ટ કચેરીના ચક્કરમાંથી રાહત મળે. સમજાવટથી સમસ્યા હલ કરી શકશો. હરીફાઇથી બચવું. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થઇ શકે. વાતચીતથી વિવાદને ઉકેલવા પ્રયાસ કરવો. તા. 04-08-09 શ્રેયકર. તા. 06 અજ્ઞાતભય. કુંભ (ગ. શ. સ.)
નીતિવિષયક નિર્ણયો સરળતાથી લઈ શકશો. આર્થિક સ્થિતિ મજબૂત બને. માતા તરફથી લાભદાયક સ્થિતિ સર્જાય. શિક્ષણ ક્ષેત્રે અનુકૂળતા વધે. કન્સલ્ટેશન અને કન્સલ્ટિંગ ક્ષેત્રે ફાયદાકારક સંજોગો છે. મિત્રતાનો વ્યાપ વધે. શૈક્ષણિક પ્રવૃત્તિ વધે. ઉશ્કેરાટમાં આવી જવું નહીં. સૌમ્યતા જાળવી રાખવી. તા. 04-05-06 યશસ્વી. તા. 09 સ્વમાન ઘવાય. મીન (દ. ચ. ઝ. થ.)
ટેક્નિકલ ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓને આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે. આર્થિક રીતે ફાયદાકારક સ્થિતિ સર્જાશે, પરંતુ આકસ્મિક અને આડાઅવળા ખર્ચથી બચવું. નોકરીમાં કાર્યક્ષમતા વધે. ભાગીદારી પેઢીમાં સધ્ધરતા વધે. ત્વરિત પ્રતિક્રિયા આપવાથી બચવું. તાણપૂર્ણ સ્થિતિથી દૂર રહેવું. તા. 04 દોડધામ રહે. તા. 06-07-08 માન મરતબો જળવાય. અહીં આપેલું ભવિષ્ય કથન ચંદ્ર રાશિ આધારિત છે. સચોટ ફળકથન માટે જાતકે જન્મકુંડળી ધ્યાનમાં રાખવી. (તા. 03-05-2026થી 09-05-2026) રવીન્દ્રનાથ ટાગોર જયંતિ, 09 મે.
Read Original Article →