સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કન્યા અને કુંભના જાતકોએ આરોગ્યનું ધ્યાન રાખવું
જયેશ રાવલ
મેષ (અ. લ. ઈ.)
નોકરી-વ્યવસાય કે સંબંધે વિદેશ પ્રવાસ થઇ શકે છે. કેરિયરમાં આકસ્મિક પરિવર્તન આવે. વગર વિચારે કોઈ એગ્રીમેન્ટ કે કોન્ટ્રાક્ટ સાઇન કરવા નહીં. આર્થિક પ્રગતિને વેગ મળશે. નાનાં ભાઈ-બહેનો સાથે મતભેદ ન સર્જાય તે ખાસ જોવું. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે. તા. 12-17-18 ફાયદાકારક. તા. 15 વિયોગ. વૃષભ (બ. વ. ઉ.)
મહત્ત્વના નિર્ણય લેવાની ઉત્સુકતા રહેશે. સુખ, સમૃદ્ધિ અને સુશોભન પ્રસાધનોનાં સાધનો વિકસાવવી શકાશે. વિદ્યાર્થીઓને સારાં પરિણામ મળશે. નાણાકીય નિર્ણયોમાં કાળજી રાખવી, તેમ છતાં રોકાણ કરવા માટે આ સમય મહત્ત્વનો છે. જોખમ લેવાથી બચવું. સટ્ટામાં ફાયદો થાય. તા.13 14 15 સુખ-સગવડ વધે. તા. 18 વિયોગ. મિથુન (ક. છ. ઘ.)
આર્થિક સામ્રાજ્ય વિસ્તારી શકશો. કાર્યક્ષેત્રે વાદ-વિવાદોથી બચવું. લાંબા સમયથી ચાલી આવતી આર્થિક સંકડામણમાંથી મુક્ત થઇ શકશો. નીતિમત્તા જાળવવી. અનીતિ અને બેઇમાનીનાં કામો કરનારનાં કૌભાંડો બહાર આવે. નોકરીમાં ફાઈલ ઉપર ચોક્કસ રહેવું નહીં તો આપની છબી બગડી શકે છે. તા. 16-17-18 અર્થલાભ. તા. 12 બેચેની. કર્ક (ડ. હ.)
વ્યસ્તતા વધશે. વિદેશ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે બાળકોને સ્થિર થવા માટે સંઘર્ષ કરવો પડે. પરિકલ્પનાને સાકાર કરી શકાય. આર્થિક ક્ષેત્રે ભાગ્યનો સાથ મળે. ન્યાય કરનારાઓ માટે કસોટીજનક સમય પુરવાર થશે. લાંબા અંતરના પ્રવાસ દરમિયાન સાવચેતી રાખવી. તા.12-17-18 સ્ફૂર્તિદાયક. તા. 13 અસ્થિરતા અનુભવાય. સિંહ (મ. ટ.)
કર્મનિષ્ઠ થઈને હાથ ધરેલાં કામ પૂરાં કરવામાં સંનિષ્ઠ પ્રયાસ કરશો, તો ધાર્યું પરિણામ મળશે. સંતાનના શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મળી શકે. આર્થિક વ્યવહારોમાં ખૂબ કાળજી રાખવી. આરોગ્યની દૃષ્ટિએ તકેદારી રાખવી. વાહન ચલાવવામાં ગફલત ન થાય તેનું ધ્યાન રાખવું. તા. 12-13-14 મક્કમતા વધે. તા. 16 આરોગ્ય ચિંતા. કન્યા (પ. ઠ. ણ.)
નિર્ણાયક સ્થિતિએ અવઢવ સર્જાય, તેનાથી કાર્યા-વિલંબ પણ થાય, પરંતુ બુદ્ધિબળથી પરિસ્થિતિ સંભાળી શકશો. આર્થિક સમસ્યાનું સમાધાન થઇ શકે. અધિકારીવર્ગ તમારી મહેનતથી ખુશ થશે. વ્યાવસાયિક ભાગીદારી ફળે. ભાગીદાર અને જીવનસાથી સાથે ઘર્ષણની સ્થિતિ ટાળવી. ચામડીના દર્દથી પરેશાની સર્જાઈ શકે છે. તા. 13-14-15 શત્રુવિજય. તા. 17 તણાવ. તુલા (ર. ત.)
વિરોધી અને સ્પર્ધાત્મક પરિબળો ઉપર કાબૂ મેળવવા સમર્થ બનશો. આર્થિક સ્થિતિ સુધારવા ઘણો પ્રયત્ન કરવો પડશે. કાનૂની પ્રક્રિયામાં વિજયી બનશો. શારીરિક-માનસિક આરોગ્ય સારું રહેશે. સાથી કર્મચારીઓ સાથે ગેરસમજ ઊભી ન થાય તે જોશો. બિનજરૂરી દલીલો કરવાનું ટાળવું. તા.15 17 18 પ્રભાવ વર્તાય. તા.12 નિરુત્સાહ. વૃશ્ચિક (ન. ય.)
પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કથી વ્યાવસાયિક જીવનમાં સફળતા મળશે. જાહેરજીવનની પ્રસિદ્ધિ મળે. પરિવારમાં એકસૂત્રતા જાળવી શકશો. બચતનું પ્રમાણ વધશે. લાંબા સમયથી બીમારોનું સ્વાસ્થ્ય સુધરશે. વિદ્યાર્થીઓએ વધુ પરિશ્રમ કરી એકાગ્રતા કેળવવી પડશે. નજીકના સંબંધોમાં કડવાશ ઊભી ન થાય તે ખાસ જોશો. તા.12-17-18 પરાક્રમવૃદ્ધિ. તા. 13 અશાંતિ. ધન (ભ. ધ. ફ. ઢ.)
સાચી લગનથી કામ કરવાથી સારાં પરિણામ મળશે. નાણાકીય સ્થિતિ સુધરશે. સાહિત્ય અને કળા પ્રત્યે આપની રુચિ કેળવાશે. બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવું. આપના દ્વારા રચનાત્મક અને સર્જનાત્મક કાર્ય થાય. સ્થિર સુખમાં કોઈ અડચણનો સામનો કરવો પડે. કોઈની વાતોમાં આવી જવું નહીં. તા. 13-14-15 આનંદપ્રદ. તા. 18 સુખમાં અવરોધ. મકર (ખ. જ.)
નોકરી અને વ્યવસાયમાં સ્થિરતા અને સુખ અનુભવાય. માતા-પિતાનું સુખ અને માર્ગદર્શન ઉપયોગી નીવડશે. સામાજિક ક્ષેત્રે લોકોનું સમર્થન મળી રહેશે. શેરબજારમાં સફળતાપૂર્વક વ્યાપાર કરી શકશો. નવા પ્રોજેક્ટ ઉપર સારી રીતે ડીલ કરી શકશો. પેટનાં દર્દની સમસ્યા નડી શકે. તા. 12-15-16 મક્કમતા. તા. 14 ખર્ચાળ દિવસ. કુંભ (ગ. શ. સ.)
સ્વતંત્ર મહેનતનું અપેક્ષા કરતાં પણ સારું પરિણામ મળે અને આર્થિક ક્ષેત્રે પ્રગતિ થાય. અણધારી સફળતા મળે અને નાણાકીય લાભ પ્રાપ્ત થાય. રોજગારીમાં સારી તક મળશે. ખાવા-પીવાની બેદરકારીને કારણે કોઈ સંક્રમણનો શિકાર બની ન જવાય તે ખાસ જોવું. તા. 13-14-17 અનુકૂળતા રહે. તા. 15 આળસ. મીન (દ. ચ. ઝ. થ.)
કાર્યભારણની વચ્ચે પણ જાળવેલું સાતત્ય સફળતા અપાવશે. બિઝનેસમાં નવી તક મળે. આર્થિક અને વ્યાપારલક્ષી આયોજન કરવામાં સરળતા રહેશે. સ્થિર સુખાકારી વધશે. વાહન-મિલકતની ખરીદી માટે આયોજન કરી શકશો. દ્વિધાની સ્થિતિ રહે. મનોરોગી અથવા મગજની બીમારીવાળાઓએ ધ્યાન રાખવું. તા. 12-13-14 પ્રગતિસૂચક. તા. 17 હેરાનગતિ. અહીં આપેલું ભવિષ્ય કથન ચંદ્ર રાશિ આધારિત છે. સચોટ ફળકથન માટે જાતકે જન્મકુંડળી ધ્યાનમાં રાખવી. (તા. 12-04-2026થી તા. 18-04-2026) { સૂર્ય મેષ રાશિમાં-14 એપ્રિલ. આજે કમુરતાં-મીનાર્ક સમાપ્ત.
Read Original Article →