શબ્દસૌંદર્ય:રફે-દફે એટલે વેરવિખેર કરવું

Magazine6/7/2026, 12:35:00 AM
અરબી ‘રફ્અ’ ધાતુ તેમજ ક્રિયાપદ ‘રફા’માં સુધારવાનો ભાવ. ‘દફા’માં દૂર કરવાનો ભાવ. એ બંનેના યુગ્મથી ‘રફા-દફા’. ‘રફા-દફા કે રફે-તફે કરવું’ અર્થાત્ વેરવિખેર કરવું; નાશ કરવો; હતું ન હતું કરવું; કજિયાની પતવણી કરવી. ‘રફા-દફા’ પરથી હિન્દીમાં ‘રફે-દફે’, જે ગુજરાતીમાં પણ પ્રચલિત. ‘રફૂ’ અર્થાત્ લૂગડાંમાં જ્યાં ફાટ્યું હોય ત્યાં બીજા દોરા ભરી લેવા તે. ‘રફૂ કરવું‘’અર્થાત્ થીગડું દેવું; સાંધવું. ‘આકાશને થીગડું દેવું’ અર્થાત્ ‘અશક્ય વાત કરવી’. રફૂ કરનાર ‘રફૂગર’. ફાટેલું લૂગડું ક્યારેક દોરાથી, ક્યારેક થીગડું મારીને સાંધવામાં આવે, જેથી તૂટેલા તાર અદૃશ્ય થાય. કશું ખોટું કરીને અદૃશ્ય થનાર વ્યક્તિ માટે ‘રફૂચક્કર થવું’ અર્થાત્ ‘ભાગી જવું'. }
Read Original Article →