સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કન્યા અને કુંભના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી

Magazine4/26/2026, 12:50:00 AM
સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કન્યા અને કુંભના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી
મેષ (અ. લ. ઈ.) કાર્ય સફળતા માટે અનુકૂળ સમય છે. વ્યાવસાયિક પ્રભાવ વધશે. સંતાનપ્રાપ્તિની આકાંક્ષા પૂર્ણ થાય. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય છે. આર્થિક સ્થિતિ મજબૂત બને. બિનજરૂરી વિવાદોમાં ન પડવું. માથાનો દુખાવો અને માઈગ્રેન જેવી તકલીફ સર્જાય. ગુસ્સાનું પ્રમાણ વધે. તા. 26 મનોવેદના. તા. 28-29-30 કાર્યપ્રવૃત્તિને વેગ મળે. વૃષભ (બ. વ. ઉ.) વિદેશ સંબંધી બાબતોમાં સાનુકૂળ પરિણામો મળશે. અટવાયેલાં કામ અને નાણાં સંબંધિત સરળતા થાય. નોકરી અને વ્યવસાયમાં સંબંધો વધશે, જે આર્થિક ફાયદો કરી આપશે. પરિવારના પ્રશ્નોનું સુખદ સમાધાન થાય. ભાગીદારો ઉપયોગી બને. વધુ પડતો ભાવાવેશ નુકસાનકારક બને. તા. 27 વ્યગ્રતા. તા. 30-01-02 વાણી પ્રભાવ. મિથુન (ક. છ. ઘ.) કામગીરી સુધરશે. આવક વધશે. પોતાના કાર્યક્ષેત્રમાં સુખદ સ્થિતિ સર્જાય. રોજગારી શોધનારાને પોતાની પસંદગીનું કામ મળી રહેશે. પરદેશ જવાના યોગ છે. ઘર અને પરિવાર પ્રત્યે પ્રેમભાવ વધશે. વ્યાવહારિક કામોની ગૂંચ ઉકેલાય. આળસ અને વ્યગ્રતાથી બચવું. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઊતરવું. તા. 26-27-02 અર્થપ્રાપ્તિ. તા. 28 નિરાશા. કર્ક (ડ. હ.) આર્થિક રીતે લાભદાયક સ્થિતિ સર્જાશે. જૂનાં મૂડીરોકાણોમાંથી લાભ થશે. પિતાથી વ્યાવસાયિક ફાયદો થાય. વહીવટી અંકુશ સારી રીતે રાખી શકશો. કારકિર્દીમાં નવી ઊંચાઈએ પહોંચી શકશો. માનસન્માનમાં વધે. કાયદાકીય દૃષ્ટિએ અનુકૂળ સમય. ખાવાપીવામાં ધ્યાન રાખવું. તા. 28-29-30 મનોબળ મજબૂત બને. તા. 01 અપમાન જેવું લાગે. સિંહ (મ. ટ.) આત્મસન્માન સાથે નોકરીમાં પ્રગતિ કરવાનો યોગ છે. નિર્ણય લેવાની ક્ષમતા વધે. પગાર વધી શકે. અટકેલાં કામ આગળ વધશે. વાણીમાં અત્યંત સાવચેતી રાખવી. જોખમ લેવા માટે પ્રેરિત થશો, તેનાથી સારો લાભ પણ થશે. આરોગ્યની દૃષ્ટિએ સારો સમય છે. તા. 26-30-01 પ્રવાસયોગ. તા. 29 ઓચિંતુ સંકટ આવે. કન્યા (પ. ઠ. ણ.) ભાગ્યવર્ધક યોગ બને છે. આર્થિક પ્રવૃત્તિમાં સફળતા મળશે. વિદેશને લગતી બાબતોમાં પ્રગતિ થાય. ભાગીદારો સાથે તાલમેલ જાળવી રાખો. પ્રવાસ ટાળવો. સ્વાસ્થ્યની કાળજી રાખવી. તાવ, માથાનો દુખાવો, કમજોરી જેવી સમસ્યાનો સામનો કરવો પડે, કોઈની વાતોથી ભેરવાઈ ન જવું. તા. 28-29-02 શત્રુવિજય. તા. 30 આર્થિક તંગી. તુલા (ર. ત.) વ્યવસાય અને રોજગારીની દૃષ્ટિએ નવા સંબંધો બનશે. હરીફાઈમાં અગ્રેસર રહેવાશે. વડીલોપાર્જિત મિલકતમાં કોઈ ફાયદો થાય. ભાગીદારીમાં સતર્ક રહેવું. વેપારમાં અણધાર્યો લાભ મળે. શત્રુ વિજય. આવકનો માર્ગ મોકળો બને. સામાજિક સ્ટેટસ વધે. વિદેશી જવા માટે પ્રલોભનમાં ફસાઈ ન જવું. તા. 28 હતોત્સાહ. તા. 30-31-02 સ્થિરતા. વૃશ્ચિક (ન. ય.) કાર્યક્ષમતા સુધરશે. કોર્ટ-કચેરીના મામલામાં આપની તરફેણમાં ચુકાદો આવે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાય. દાંપત્યસુખ વધે. વિવાહ-લગ્ન જેવાં કાર્ય સરળ બને. વિવાદોમાં સમાધાન સધાશે. ઉધાર લેવડદેવડથી દૂર રહેવું. સંતાન સાથે મતભેદ ઘટાડવા. આકસ્મિક બીમારી ન આવે તેનું ધ્યાન રાખવું. તા. 26-27-28 પ્રગતિકારક. તા. 30 વિઘ્ન. ધન (ભ. ધ. ફ. ઢ.) આવકમાં વૃદ્ધિ થાય. સંતાનની પ્રગતિ થાય. સંતાન સંબંધી બાબતોથી ફાયદો થશે. વિદ્યાર્થીઓને પ્રભાવશાળી દેખાવ કરવાનો મોકો મળશે. રમતગમત ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય. પરેશાનીમાંથી મુક્ત થવાશે. બિઝનેસમાં નવી ડીલ થાય. યુવાકાર્યમાં સરળતા ઊભી થાય. ધાર્મિક ઉન્માદ સામે સાવચેતી રાખવી. તા. 29-30-31 આનંદપ્રાપ્તિ. તા. 02 મનદુ:ખ. મકર (ખ. જ.) માન-સન્માન અને પ્રતિષ્ઠા મળે. વિદ્યાર્થીઓ અને યુવા વર્ગને કોઈ પુરસ્કાર મળે. વહીવટી અંકુશ અને પ્રતિભા વધશે. સંતાનપ્રાપ્તિની ઈચ્છા ફળશે. નવું વાહન કે મકાન મિલકત વસાવી શકાય. શેરબજારમાંથી આવક પ્રાપ્ત થાય. શત્રુતા ઘટે અને સંબંધોમાં ગરિમા જળવાય. ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે. તા. 26 નીરસતા. તા. 30-01-02 ભાગ્યવર્ધક. કુંભ (ગ. શ. સ.) આત્મબળથી મનમાં ધારેલાં કાર્ય પૂરાં થાય. પ્રગતિના માર્ગે આગળ વધી શકશો. સંતાન તરફથી આર્થિક લાભ થાય. સાંસ્કૃતિક, કળા અને સંબંધોના માર્ગમાં આવતી અડચણ દૂર થાય. વિદ્યાર્થીઓ સારી પ્રગતિ કરશે. ગુસ્સો કાબુમાં રાખો. સ્વાસ્થ્યમાં લાપરવાહી ન રાખવી. તા. 26-27-02 ઉત્સાહવર્ધક તા. 01 થાક. મીન (દ. ચ. ઝ. થ.) આર્થિક સ્થિરતા અને સામાજિક પ્રભાવ વધે. દેવું ચૂકવી શકાય. રોકાયેલાં કામોમાં પ્રગતિ થાય. પ્રોપર્ટીને લગતા વિવાદો ઉકેલાય. હરીફો સામે ટક્કર ઝીલી શકશો. માન સન્માનમાં વૃદ્ધિ થાય. વાણીમાં ઉગ્રતા આવે. ક્રોધ ઊપજે. અહંકારથી બચવું. ખોટી ભ્રમણામાંથી બહાર નીકળી વાસ્તવિકતા સમજી શકશો. તા. 26-27-29 સંકલ્પસિદ્ધિ. તા. 02 બેચેની.
Read Original Article →