સાપ્તાહિક ભવિષ્યફળ:સિંહ, કન્યા, વૃશ્ચિકના જાતકોને કાયદાકીય ક્ષેત્રે સફળતા મળશે

Magazine5/31/2026, 12:35:00 AM
સાપ્તાહિક ભવિષ્યફળ:સિંહ, કન્યા, વૃશ્ચિકના જાતકોને કાયદાકીય ક્ષેત્રે સફળતા મળશે
જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) લાંબા સમયથી અટકેલાં કામોને સાચી દિશા મળશે. આપના કામની સરાહના થાય. કલાત્મકતામાં નિખાર આવે. વ્યાપાર-વ્યવસાયમાં નવી તકોનું નિર્માણ થાય. બાળક સંબંધિત અપેક્ષા પૂર્ણ થતી જણાય. દાંત અને આંખ સંબંધી બીમારી સતાવે. કૌટુંબિક વાતચીત દરમિયાન સાવધાની રાખવી. તા. 04-05-06 મનોબળ દૃઢ બને. તા. 31 આળસ આવે સિંહ (મ. ટ.) દરેક કાર્ય પૂરા આત્મવિશ્વાસ સાથે પાર પાડી શકશો. રોજગારલક્ષી રોજિંદાં કામોમાં સારી રીતે ધ્યાન આપશો તો આવક વધે. કાયદાકીય આંટીઓમાંથી રસ્તો નીકળશે. કોર્ટ-કાર્યવાહીમાં ફાયદો થતો જણાશે. પરિવારજનોની તકલીફને લઈને મુશ્કેલી સર્જાઇ શકે. તા. 04-05-06 જુસ્સો ટકી રહે. તા. 31 આરોગ્ય બગડે. ધન (ભ. ધ. ફ. ઢ.) વેપાર-ધંધામાં વ્યવસ્થિત આયોજન કરી શકશો. પદોન્નતિ થાય. આવકની દૃષ્ટિએ સારો સમય છે. લાંબી બીમારીમાંથી મુક્ત થવાય. ઓપરેશન વગેરે સારવાર ટાળવી. માન પ્રતિષ્ઠા વધશે. હાથ ઉપર લીધેલું કામ પૂરું કરી શકશો. પ્રિયજન સાથે મતભેદ સર્જાઇ શકે. તા. 02-03-06 માન પ્રતિષ્ઠા વધે. તા. 04 ગરમીથી ત્રસ્ત રહેવાય વૃષભ (બ. વ. ઉ.) વિચાર અને નિર્ણયશક્તિ મજબૂત બને. જટિલ પ્રશ્નો અને પરિસ્થિતિનો હલ કરવામાં સફળતા મળશે. કાર્યસિદ્ધિ મળશે. નાણાં અને મિલકત બાબતમાં નિર્ણય લઈ શકશો. રહેણીકરણીમાં ઉચિત પરિવર્તન થઈ શકે. વાણીનો પ્રભાવ વધશે. નેતૃત્વક્ષમતાનો વિકાસ થાય. તા. 31-01-06 પ્રભાવશાળી. તા. 02 કાર્યવિલંબ. કન્યા (પ. ઠ. ણ.) ગંભીર પ્રકારનો કોયડો સરળતાથી ઉકેલી શકશો. કાયદાકીય ક્ષેત્રે સફળતા મળશે. ભાવનાત્મક સંબંધો સામે ઘણું જતું કરવું પડે. વિરોધીઓનો સામનો સહજ રૂપે કરી શકશો. ગૂઢ-આધ્યાત્મિક શક્તિઓ તરફ રુચિ વધશે. સાથીદારો સાથે મનમેળ રહેશે. કારકિર્દીમાં પ્રગતિ થાય. અકસ્માતરથી સાચવવું. તા. 31-01-06 ભાગ્યની મદદ મળે. તા. 04 નિરાશાજનક. મકર (ખ. જ.) વ્યવસાયના ક્ષેત્રમાં ધન, માન, પ્રતિષ્ઠા પામી શકશો. વેપારી પ્રવૃત્તિઓમાં ભાગદોડ રહે. નાણાંની વસૂલાત સારી રીતે કરી શકશો. સરકારી કામકાજમાં સરળતા રહેશે. મક્કમતાથી પરિસ્થિતિનો સામનો કરી શકશો. ઉદ્વેગ આપને પરેશાન કરી શકે છે. થાક અને આળસ અનુભવાય. તા. 01 ભાગદોડ રહે. તા. 04-05-06 કાર્ય સફળતા મળે. મિથુન (ક. છ. ઘ.) નાણાકીય સ્થિતિ મજબૂત બને. સચોટ નિર્ણયથી ચોક્કસ દિશામાં ગતિમાન થવા માટેનો સમય છે. સકારાત્મક વલણથી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી શકશો. આત્મનિર્ભર બનશો. કુટુંબપ્રેમ પ્રાપ્ત થશે. મીડિયા સાથે સંકળાયેલાઓએ બીજા ઉપર આધાર રાખવાનુ ટાળવું. આંખની સમસ્યાથી સાચવવું. તા. 31 તુલા (ર. ત.) ભાગીદારો અને મિત્રોના વ્યવસાય ક્ષેત્રે મજબૂત સહયોગ મળે. પુરુષાર્થથી પ્રારબ્ધ પાંગળશે. વિવાહ જેવા શુભ કાર્ય માટે થોડી રાહ જોવી. અનૈતિક કામોથી બચવું, અન્યથા છબી ખરડાશે. આરોગ્યને લગતી પરેશાનીનો સામનો કરવો પડે. પિત્તપ્રકોપ અને તાવની સમસ્યા નડી શકે છે. તા. 01-02-03 અર્થલાભ થાય. તા. 05 સુખમાં અવરોધ. કુંભ (ગ. શ. સ.) આવકમાં વૃદ્ધિ થાય. વ્યાવસાયિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેશો. વૈચારિક સ્થિતિમાં સ્થિરતા આવશે. સંતાન તરફથી પ્રોત્સાહન મળે. વિદ્યાભાસ અને લેખન વાંચનમાં સારી સફળતા મળશે. વધુ પડતા વિચારોનું ભારણ આપને ડિસ્ટર્બ કરી શકે છે. ક્રોધ ઉપર સંયમ રાખો. તા. 01 સ્ટ્રેસ વર્તાય. 02-03-06 ઉત્સાહ વર્તાય. કર્ક (ડ. હ.) લાભદાયક પરિસ્થિતિનું નિર્માણ થાય. નોકરી વ્યવસાયમાં તરક્કી થાય. કાર્યક્ષેત્રમાં પ્રભાવ વધે. વેપારી ભાગીદારીથી આર્થિક લાભ થાય. વહીવટી કાર્યદક્ષતા ખીલે અને મક્કમ પગલાં લઈ શકશો. સુખ-સમૃદ્ધિનાં સાધનો વસાવી શકાય. દસ્તાવેજી કાર્યથી અળગા રહેવું. તા. 01 સ્ફૂર્તિનો અભાવ. તા. 02-03-04 મનની શાંતિ. વૃશ્ચિક (ન. ય.) વ્યાવસાયિક ક્ષેત્રમાં સારો લાભ થાય. મનોરંજન પાછળ ખર્ચ થાય. દસ્તાવેજ અને પ્રોપર્ટી સંબંધી ડીલ માટે અનુકૂળતા વધશે. કેરિયરમાં વિશેષ આર્થિક પ્રવૃત્તિમાંથી નાણાકીય ઉપાર્જન થશે. નકારાત્મકતા આપને ડિસ્ટર્બ ન કરે તે તેનું ધ્યાન રાખવું. પેટ તથા પાચનતંત્રની ફરિયાદ રહે. તા. 31-04-05 નિજાનંદ. તા. 06 તંગદિલી અનુભવાય. મીન (દ. ચ. ઝ. થ.) વ્યવસાયમાં ભાગીદારી માટે સારા સંજોગોનું નિર્માણ થાય. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓમાં સમાધાન મળશે. સ્થાવર મિલકત અને વાહન સંબંધી લાભ થાય. વ્યર્થ ચર્ચા અને વાદવિવાદોથી દૂર રહેવું. શરદી, ખાંસી અને પેટના દર્દથી સાચવવું. બિનજરૂરી ખર્ચાઓ ટાળવા. તા. 02-03-04 સફળતા. તા. 06 અવિશ્વાસ જાગે.
Read Original Article →