સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કુંભ અને મીન રાશિના જાતકોનું આરોગ્ય સુધરે
જયેશ રાવલ બુધ શુક્રનો પરિવર્તન યોગ તથા સ્વરાશિનો મંગળ ભારતની ન્યાય પ્રક્રિયા મજબૂત બનાવે તેમજ કોઈ ચોંકાવનારો અને પારદર્શક ચુકાદો આપે. મેષ (અ. લ. ઈ.)
વાણીના પ્રભાવથી આપના મનનું ધાર્યું કરાવી શકશો. પરિવારમાં માન-મોભો વધે. સ્પર્ધાત્મક સ્થિતિનો સામનો કરવો પડે. વિરોધી પરિબળો આપને વિચલિત કરી શકે. વિદ્યાર્થીઓ માટે ઉત્સાહપ્રેરક સમય છે. કલાકારોની કલાત્મકતા સુધરે. લગ્ન વિષયક ચિંતા હળવી થશે. સ્થિરતા જાળવી રાખવી જરૂરી છે. તા. 17 ઉગ્રતા. તા.18-19-20 પ્રગતિકારક. સિંહ (મ. ટ.)
ઉત્સાહ, ઉમંગ, તરવરાટ અને આક્રોશ વધે. કરવાના થતાં તમામ કાર્યમાં સ્ફૂર્તિનો સંચાર થાય. કારકિર્દીમાં પ્રગતિ થાય. નોકરિયાતોના વેતનમાં વધારો થાય. પ્રમોશનનાના ચાન્સ રહે. વહીવટી કાર્યક્ષમતા વધશે. શિસ્ત જળવાશે. અંગત જીવનમાં કોઈ અયોગ્ય પગલું ન ભરાય તેનું ધ્યાન રાખવું. તા. 18-19-23 સંકલ્પસિદ્ધિ. તા. 22 આર્થિક ખેંચ ધન (ભ. ધ. ફ. ઢ.)
વ્યવસાયમાં અણધાર્યો લાભ મળે. શુભ પ્રસંગોના આગમનનો આનંદ મેળવી શકાશે. ભાગીદાર કે પતિ-પત્ની તરફથી સહકાર પ્રાપ્ત થાય. સંતાનના કારકિર્દીની ચિંતા સતાવ્યા કરે. સારા અને સુખદાયક પ્રવાસનું આયોજન કરી શકશો. રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી જણાય. સફળતામાં વિલંબથી નિરાશા અનુભવાય. તા.17-18-19 સ્ત્રીથી લાભ. તા.21 અકસ્માત. વૃષભ (બ. વ. ઉ.)
આપનામાં કોઈ વિશિષ્ટ આવડત છતી થાય જે આર્થિક રીતે પ્રોત્સાહન આપશે. ધારેલું નિશાન પાર પાડી શકશો. જૂના દેવામાંથી મુક્તિ મળે. બિનજરૂરી આક્રોશમય સ્થિતિ પેદા ન કરવી. અણધાર્યો ખર્ચ આવી પડે. નવું કામ શરૂ કરવા માટે સમયની રાહ જોવી. તા. 17-21 -22 આનંદમય. તા. 19 આક્રોશ. કન્યા (પ. ઠ. ણ.)
કાયદાકીય ક્ષેત્રે અને સ્વતંત્ર વ્યવસાયના ક્ષેત્રે લાભદાયક સમય કહી શકાય. મન શાંત રહેશે. આવક વધે. અણધાર્યો ફાયદો થાય. બહારનો આહાર-વિહાર અને અનિયમિતતા આપના સ્વાસ્થ્યને બગાડી શકે છે. ભાગીદારીના દરેક ક્ષેત્રમાં તણાવ ન સર્જાય તે ખાસ જોવું. તા.19 20 21 લાભદાયક રહે. તા. 24 થાક અનુભવાય. મકર (ખ. જ.)
અણધારી સફળતા મળે, જેથી આત્મવિશ્વાસ વધે. નોકરીમાં બઢતીમાં બાધા દૂર થાય. શેરબજાર ફાયદો કરાવી આપે. દેશ-પરદેશના વ્યાપારમાં ફાયદો થાય. લગાતાર પરિવર્તન થતા રહેશે. આકસ્મિક ખર્ચ માટે તૈયારી રાખવી પડશે. કોઈ કાયદા-કાનૂનમાં ફસાઈ ન જવાય તેનો ખ્યાલ રાખો. તા. 19-20-21 શત્રુવિજય. તા. 23 નુકસાન થવા સંભવ. મિથુન (ક. છ. ઘ.)
બહારના સંપર્કો વધે, તેનાથી ફાયદો પણ થાય. અજાણી આર્થિક લેણદણથી બચવું. વ્યાવહારિક સંબંધો બાંધવા માટે સમય ઊજળો છે. મન ચિંતાઓથી ઘેરાયેલું રહે. વિચારોમાં ગહનતાનો અભાવ જણાય. આરોગ્ય ઉપર ખાસ ધ્યાન આપવું. ચીજવસ્તુ ખોવાઇ કે ચોરાઈ ન જાય તેની સાવધાની રાખવી. તા. 19-20-23 ભાગ્યવૃદ્ધિ. તા. 21 આવેશમય. મિથુન (ક. છ. ઘ.)
બહારના સંપર્કો વધે, તેનાથી ફાયદો પણ થાય. અજાણી આર્થિક લેણદણથી બચવું. વ્યાવહારિક સંબંધો બાંધવા માટે સમય ઊજળો છે. મન ચિંતાઓથી ઘેરાયેલું રહે. વિચારોમાં ગહનતાનો અભાવ જણાય. આરોગ્ય ઉપર ખાસ ધ્યાન આપવું. ચીજવસ્તુ ખોવાઇ કે ચોરાઈ ન જાય તેની સાવધાની રાખવી. તા. 19-20-23 ભાગ્યવૃદ્ધિ. તા. 21 આવેશમય. કુંભ (ગ. શ. સ.)
વ્યાપારમાં સારી સ્થિતિનું નિર્માણ થાય. કામમાં હળવાશ અનુભવાશે. સંતાનનું ઉજ્જવળ ભવિષ્ય તમારામાં નવી ઊર્જા લાવશે. સમજદારીપૂર્વકનું રોકાણ ભવિષ્યમાં આર્થિક ફાયદો કરાવી આપે. કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં સો વાર વિચારવું. કોઇને સલાહ-સૂચન આપવાથી દૂર રહેવું. તા. 19 સંતાન ચિંતા. તા. 21-22-23 ભાગીદારીથી લાભ. કર્ક (ડ. હ.)
વ્યાવસાયિક ક્ષેત્રે લાભદાયક સમય છે. પ્રિય પાત્રની મુલાકાત થશે. સ્ફૂર્તિ વધશે. સ્ત્રીપાત્રથી લાભ થાય. વાણીમાં મીઠાશ આવે. સંબંધોની ગરિમા જળવાશે. માનસિક તાણ ઘટે અને સ્વાસ્થ્ય સુધરે. અણધારી ઉપાધિ આવી શકે. કોઈ પણ બાબતના અતિરેકથી બચવું. તા. 17-18-21 સફળતાનો આનંદ. તા. 23 નિરાશાજનક.
વૃશ્ચિક (ન. ય.)
વિરોધીઓને ઝુકાવી કાર્ય સફળતા મેળવી શકાશે. આત્મવિશ્વાસ અને હિંમત વધે. ટેક્નિકલ, મેડિકલ, સ્પોર્ટ્સ અને એન્જિનિયરિંગ સાથે સંબંધિત લોકોને ફાયદો થાય. વડીલોપાર્જિત મિલકતના પ્રશ્નોનું સમાધાન થઇ શકે. મતભેદ ટાળવા. વધુ પડતી આક્રમકતા આપને પરેશાનીમાં મૂકી શકે છે. તા. 17-23-24 સ્થિરતા આવે. તા. 22 આરોગ્યહાનિ. મીન (દ. ચ. ઝ. થ.)
મકાન-વાહન વગેરેના દસ્તાવેજ સંભાળીને રાખવા. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા અને લાભદાયક સમય રહે. માનસિક તંગદિલી અનુભવાય. નિકટની વ્યક્તિઓ સાંનિધ્ય સાધી શકશે. આરોગ્ય સુધરે અને સ્ફૂર્તિ વર્તાય, પરંતુ પેટની, પાચનની તકલીફથી સાચવવું. તા. 17-23-24 સાહસ વધે. તા. 19 અસુખ જણાય.
Read Original Article →