સાપ્તાહિક ભવિષ્યફળ:મેષ, સિંહ, મીનના જાતકોએ આરોગ્ય અંગે સાવચેત રહેવું
જયેશ રાવલ
મેષ (અ. લ. ઈ.)
નાણાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. ધારેલા કાર્ય પાર પડશે. સ્વાસ્થ્ય વૃદ્ધિ. સાથીદારોનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રભાવ વધશે. બિનજરૂરી સાહસ કરવું નહીં. મૂડીરોકાણ કરતાં પહેલાં શક્યતાઓ ચકાસી લેવી. પ્રવાસ દરમિયાન અકસ્માતથી સાચવવું. આકસ્મિક ખર્ચો વધે. ગરમીના દર્દથી પરેશાન થવાય. તા. 19-21-22 વાણીપ્રભાવ. તા. 23 અનિદ્રા. વૃષભ (બ. વ. ઉ.)
પોતાની રાશિ અને નક્ષત્રમાંથી ભ્રમણ કરતો શુક્ર આપને ખૂબ પ્રભાવશાળી બનાવશે. સંબંધોમાં નિખાર આવે. આર્થિક ક્ષેત્રે હળવાશ અનુભવાય. વૈવાહિક સાંઠગાંઠ મજબૂત બને રીતે બંધાશે. કોઈની માયાજાળમાં ફસાઈ જવાથી બચવું. નોકરી ક્ષેત્રે સ્થિરતા જાળવવી. આંખ અને ચામડીની સમસ્યાથી સાચવવું. તા.19-23-24 હર્ષોલ્લાસ તા. 21 ઉગ્રતા. મિથુન (ક. છ. ઘ.)
સૌજન્યતાપૂર્વકનો વ્યવહાર આપની કાર્ય સફળતામાં વધારો કરશે. બહારના સંપર્કો અને ખાસ કરીને નિકાસની પ્રવૃત્તિને વેગ મળશે. વિદેશ સાથેના વ્યાપાર વ્યવસાયની અડચણો દૂર થાય. આર્થિક પ્રવૃત્તિ વિકસે. નવી લાભદાયક પ્રવૃત્તિ કરવાના કરવાની ઉત્તમ તક છે. બિનજરૂરી ખર્ચ પાછળ ખેંચાઈ ન જવું. તા. 20 આવેગ. તા. 21-22-25 લક્ષ્મીયોગ. કર્ક (ડ. હ.)
નોકરી અને વ્યવસાયમાં પ્રભાવ વધશે. વહીવટી કાર્યદક્ષતા ઊભરી આવે. આર્થિક પ્રગતિ થાય. મૈત્રીના સંબંધો વિકસે. શેરબજારની પ્રવૃત્તિમાં રાહત અનુભવાશે. પરંતુ સટ્ટાકીય જોખમો ન ખેડવાં. સંકલ્પશક્તિ વિકસે. વિદેશી મીડિયા અને કંપનીઓ સાથેના સંબંધોથી ભાગ્ય ચમકશે. કલ્પનાના તરંગોને કાબૂમાં રાખવા. તા. 19-23-24 આત્મબળ વધે. તા. 25 વિઘ્ન. કર્ક (ડ. હ.)
નોકરી અને વ્યવસાયમાં પ્રભાવ વધશે. વહીવટી કાર્યદક્ષતા ઊભરી આવે. આર્થિક પ્રગતિ થાય. મૈત્રીના સંબંધો વિકસે. શેરબજારની પ્રવૃત્તિમાં રાહત અનુભવાશે. પરંતુ સટ્ટાકીય જોખમો ન ખેડવાં. સંકલ્પશક્તિ વિકસે. વિદેશી મીડિયા અને કંપનીઓ સાથેના સંબંધોથી ભાગ્ય ચમકશે. કલ્પનાના તરંગોને કાબૂમાં રાખવા. તા. 19-23-24 આત્મબળ વધે. તા. 25 વિઘ્ન. કન્યા (પ. ઠ. ણ.)
વ્યાપારમાં લાભ થાય. સિવિલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સફળતા મળે. કન્સ્ટ્રક્શન લાઈનમાં ભાગીદારીના વ્યવસાયમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીમાં નવી દિશા મળે. પ્રગતિ આડે આવતા અવરોધો દૂર થાય. આર્થિક સમસ્યાનું સમાધાન મળી આવે. જીવનસાથી સાથે સંઘર્ષમાં ઊતરવું નહીં. તા. 22-23-24 પ્રગતિ. તુલા (ર. ત.)
પોતાના કાર્યક્ષેત્રમાં પ્રભાવ સાથે ગતિશીલતા વધશે. વ્યાપાર ક્ષેત્રે ભાગીદારી પેઢી માટે વ્યવસાય વધી શકે છે. શત્રુઓ સાથે સમાધાન સાધી શકશો. જાહોજલાલીમાં વધશે. નિર્બળ આરોગ્ય સામે રક્ષણ મેળવી શકશો. સ્વાસ્થ્ય સમસ્યાઓથી સાચવવું. ખાવાપીવામાં કાળજી રાખવી. એકાગ્રતા જાળવી રાખવી. તા. 20 મન દુઃખ. તા. 23-24-25 ભાગ્યવર્ધક વૃશ્ચિક (ન. ય.)
વ્યવસાયમાં વૃદ્ધિ થાય. નવી પ્રવૃત્તિના મંડાણ થાય. અર્થલાભ થાય. લગ્નસુખની મધુરતાનો આનંદ ઉઠાવી શકશો. ટેન્ડર પ્રક્રિયામાં ફાયદો થાય. પ્રોફેશનલ જીવન મજબૂત બને. મિત્રો અને સ્નેહીજનો સાથે ખાવા-પીવાની મોજ માણી શકશો. વૈચારિક સ્તર ઉપર આવેશને અંકુશમાં રાખવાની સલાહ છે. તા.19 20 25 ઉત્સાહપ્રેરક. તા.24 મનોવેદના. ધન (ભ. ધ. ફ. ઢ.)
આર્થિક ગતિવિધિઓને લઈ ભાગદોડ અવશ્ય થઈ શકે. શારીરિક સ્ફૂર્તિ અનુભવશો. આપના વિરોધી પરિબળો સક્રિય થાય, તેથી પ્રગતિમાં અવરોધક બની શકે છે. જીવનસાથીની અને સંતાનની સલાહ સૂચન અને સહકાર મદદરૂપ બનશે. સ્થાન પરિવર્તન થઇ શકે. કોઈપણ કાર્યમાં દુ:સાહસ ન કરવું. તા. 20-21-22 સંકલ્પસિદ્ધિ. તા. 25 હતોત્સાહ. મકર (ખ. જ.)
વ્યવસાય અને વ્યવહારમાં બદલાવ તથા રચનાત્મકતા આવે. આર્થિક બાબતમાં સફળતા મળશે. જીવનમાં સુખ-શાંતિ માટે અનુકૂળતાઓ મળશે. મક્કમ ગતિથી પ્રગતિ થાય. શત્રુતા અને વેરભાવ ઓછો થાય અને સમાધાનના માર્ગે આગળ વધી શકશો. પોતાના ધ્યેયથી ધ્યાન ભટકી ન જવું. તા. 20 અર્થનાશ. તા. 22-23-24 સ્થિરતા. કુંભ (ગ. શ. સ.)
શુક્રનું વૃષભમાં રાશિ પરિવર્તન આપના માટે સુખાકારી લાવશે. પ્રગતિ માટેનો નવો રસ્તો ખૂલશે. સમજપૂર્વકનું નાણાકીય રોકાણ ભવિષ્યમાં આર્થિક ફાયદો કરાવી આપશે. વ્યાવસાયિક પ્રતિભા વધે. દાંપત્યજીવનમાં સૌહાર્દતા જળવાશે. . પિતાના સ્વાસ્થ્યની જાળવણી કરવી. તા. 20 સંકટ આવે. તા. 23-24-25 સજાગતા. મીન (દ. ચ. ઝ. થ.)
સગાંસંબંધી સાથેના સંબંધોમાં નિખાર આવશે. વ્યાવસાયિક પ્રવૃત્તિથી ભાગદોડ અને નાના પ્રવાસ થઇ શકે. આર્થિક રીતે પ્રગતિ કરી શકશો. મિત્રો મદદરૂપ થશે. માતાનું સાંનિધ્ય આપને શાંતિનો અનુભવ કરાવશે. સ્વાસ્થ્ય અને આરોગ્યની બાબતે સચેત રહેવું, અન્યથા લાંબા ગાળાની બીમારી પરેશાન કરી શકે છે. તા. 19-20-25 પ્રસિદ્ધિ. તા. 21 મનોવેદના.
Read Original Article →