શબ્દસૌંદર્ય:ચલણ એટલે સત્તા, રસીદ, પહોંચ
રોજબરોજના વ્યવહારમાં ‘ચલણ’નું પ્રયોજન. ટ્રાફિક નિયમ-ભંગ માટે ચાલકને મળતા ‘ચલણ’નાં મૂળમાં સંસ્કૃત ધાતુ ‘ચલ્’, જેમાં આચરણ, રીતભાત અને ચાલવાનો ભાવ. ‘ચલ્’ પરથી ‘ચલન’ અર્થાત્ ચાલવું તે; ખેપ. ‘ચલન’ એટલે ‘ચલણી સિક્કો’. ‘ચલનથી ચાલવું’ અર્થાત્ ‘કરકસરિયું હોવું’. ‘ચલણ’ અર્થાત્ ‘સત્તા’. જેનું ‘ચલણ’ હોય તે ‘ચલણી’.
‘ચલણ થવું’ અર્થાત્ વગ થવી; હુકમ ચાલવો. ‘ચલણ’ અર્થાત્ રસીદ,પહોંચ. ગુનેગારને અદાલતમાં રજૂ કરવા માટે ‘ચલણ’. ‘ચલણ મળવું કે ફાટવું’ અર્થાત્ દંડ માટેની પહોંચ મળવી. બેંકમાં બચત કે કર માટે રોકડ કે ચેકથી નાણાં જમા કરાવવા માટેનું ફોર્મ ‘બેંક ચલણ’. ઇ-માધ્યમથી ચૂકવણી માટે તો ‘ઇ-ચલણ’. અનૈતિક આચરણ કરનાર વ્યક્તિ ‘બદચલન‘
Read Original Article →