કથની અને કરણી:સાવચેત

Magazine5/10/2026, 12:50:00 AM
મારા વક્તવ્યનો કોઈ વિષય નથી પણ મારા એકેએક શબ્દ દરેક ક્ષેત્રે લાભદાયી રહેશે તેઓ મને વિશ્વાસ છે. આવનારી પેઢીને આપણે ફક્ત સંપત્તિ જ નહીં સંસ્કાર અને સદગુણ પણ આપવાના છે, શિક્ષણની સાથે તેમને માનવતા અને વિવેકનું પણ જ્ઞાન આપવું જેથી તેમનું જીવન સમાજ ઉપયોગી બને. ભાષણ સાંભળતાં સાંભળતાં સાગરે હળવેકથી રોનિતના કાનમાં કહ્યું! અરે યાર! આતો એ જ વડીલ છે કે જેમણે કાલે હોસ્પિટલમાં કેસ લખાવ્યા વગર ઓળખાણનો લાભ લઇ વચ્ચેથી વારો લીધો હતો. - અમિત મકવાણા
Read Original Article →