કવર સ્ટોરી:એઆઈ: જાસૂસી અને ભવિષ્યનાં યુદ્ધોનું ‘માસ્ટરમાઈન્ડ’ અને નૈતિકતાનો સંઘર્ષ
હેરી બૂથ/બિલી પેરિગો
કલ્પના કરો કે એક એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની છે, જેનું મોડેલ એટલું શક્તિશાળી છે કે તે ગણતરીના કલાકોમાં જૈવિક હથિયારો બનાવવાની રીત જણાવી શકે છે, અત્યંત અટપટા સાઇબર હુમલા કરી શકે છે. આ આજની હકીકત છે. અત્યારે ચર્ચામાં રહેલી એ. આઈ. કંપની ‘એન્થ્રોપિક’ (Anthropic) અને અમેરિકાની ટ્રમ્પ સરકાર વચ્ચે આ મુદ્દે ગંભીર ટકરાવ ચાલી રહ્યો છે.
વેનેઝુએલાનું ઓપરેશન
3 જાન્યુઆરી, 2026ના રોજ વેનેઝુએલામાં અમેરિકાની સ્પેશિયલ ફોર્સિસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક ગુપ્ત મિશનમાં ‘એન્થ્રોપિક’ના એ. આઈ મોડેલ. ‘ક્લોડ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મિશન એટલું અટપટું હતું કે માત્ર માનવીય ઇન્ટેલિજન્સ પૂરતું નહોતું. ‘ક્લોડ’એ આ ઓપરેશનમાં ત્રણ મુખ્ય સ્તરે કામ કર્યું.
ડેટા પ્રોસેસિંગની અભૂતપૂર્વ ઝડપ: ‘પેન્ટાગોન’એ ‘ક્લોડ’ને હજારો કલાકોના સેટેલાઇટ ફૂટેજ, ગ્રાઉન્ડ સેન્સર ડેટા અને આંતરી લેવાયેલી રેડિયો વાતચીત ફીડ કરી. ક્લોડે માનવીય ક્ષમતા કરતાં 400 ગણી ઝડપે આ ડેટાનું વિશ્લેષણ કરીને રાષ્ટ્રપતિ માદુરોના ‘સેફ હાઉસ’ની સચોટ ઓળખ કરી.
વ્યૂહાત્મક સલાહકાર: મિશન દરમિયાન ‘ક્લોડ’એ માત્ર ડેટા ન આપ્યો, પણ સલાહકારની ભૂમિકા ભજવી. તેણે સેકન્ડોના હિસાબે હવામાનના મિજાજ, વેનેઝુએલાની સેનાની સંભવિત પ્રતિક્રિયા અને સુરક્ષિત રીતે બહાર નીકળવાના માર્ગોનું વિશ્લેષણ કર્યું.
ડિજિટલ ડોઝિયરની સચોટતા: મધ્ય રાત્રિએ જ્યારે અમેરિકન કમાન્ડો માદુરોના સેફ હાઉસમાં પ્રવેશ્યા, ત્યારે તેમને ‘ક્લોડ’ દ્વારા તૈયાર કરાયેલા ડિજિટલ નકશાને કારણે ખબર હતી કે કયો દરવાજો ક્યાં ખૂલે છે અને કયા દરવાજા પાછળ કોણ છે. આ ઓપરેશન માટે ‘પેન્ટાગોન’એ ‘એન્થ્રોપિક’ને 20 કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જે યુદ્ધક્ષેત્રમાં એ. આઈ.ના વધતા પ્રભાવનો પુરાવો હતો.
સંઘર્ષની શરૂઆત: ટ્રમ્પ સરકારે ‘એન્થ્રોપિક’ પર દબાણ કર્યું કે તેઓ સોફ્ટવેર પરના તમામ પ્રતિબંધો હટાવી દે જેથી ‘પેન્ટાગોન’ તેનો ઉપયોગ ઈચ્છા મુજબ કરી શકે. આ વિવાદ વકર્યો. ‘એન્થ્રોપિક’ના સીઈઓ ડારિયો અમોદેઈએ મક્કમતાથી બે શરતો મૂકી.
સ્વાયત્ત શસ્ત્રો પર પ્રતિબંધ: ‘એન્થ્રોપિક’ તેની ટેક્નોલોજીનો ઉપયોગ ‘કિલર રોબોટ્સ’ કે એવાં શસ્ત્રો માટે નહીં કરવા દે જે જાતે નિર્ણય લઈને હુમલો કરે.
નાગરિકોની સુરક્ષા:. ટ્રમ્પ સરકાર માટે એ. આઈ. માત્ર એક વ્યૂહાત્મક હથિયાર છે, જ્યારે ‘એન્થ્રોપિક’ તેને માનવજાત પ્રત્યેની જવાબદારી માને છે. સરકારે એન્થ્રોપિકને ‘સપ્લાય ચેન રિસ્ક’ જાહેર કરી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. રસરંગ નોલેજ
એ. આઈ. અને જૈવિક હથિયારોનો ખતરો
ફેબ્રુઆરી, 2025માં ‘એન્થ્રોપિક’ની ‘રેડ ટીમ’ (જે પોતાના જ સિસ્ટમની ખામીઓ શોધે છે) એ શોધી કાઢ્યું કે તેમનું નવું મોડેલ ‘ક્લોડ 3.7 સોનેટ’ આતંકવાદીઓને અત્યંત ઘાતક જૈવિક હથિયારો તૈયાર કરવામાં મદદ કરી શકે છે. આ માહિતી એટલી જોખમી હતી કે કંપનીએ સુરક્ષાના કારણસર મોડેલનું લોન્ચિંગ અટકાવી દીધું હતું. વૈશ્વિક યુદ્ધભૂમિ પર એ. આઈ.નાં ઉદાહરણો
ઈઝરાયેલની ‘લવેન્ડર’ સિસ્ટમ: ગાઝામાં ઈઝરાયેલ દ્વારા હજારો લોકોનો ડેટા પ્રોસેસ કરી તેમને ‘ટાર્ગેટ લિસ્ટ’માં મૂકવા માટે એ. આઈ.નો ઉપયોગ થઈ રહ્યો છે.
અમેરિકાનો પ્રોજેક્ટ મેવેન: ‘પેન્ટાગોન’ આ પ્રોજેક્ટ દ્વારા ડ્રોન અને સેટેલાઈટ ફૂટેજ સ્કેન કરી દુશ્મનના ઠેકાણાઓની રિયલ-ટાઈમ મેપિંગ કરી રહ્યું છે.
યુક્રેનના એ. આઈ. ડ્રોન્સ: યુક્રેન એવા ડ્રોન વિકસાવી રહ્યું છે જે સિગ્નલ જામ થયા પછી પણ એ. આઈ.ની મદદથી જાતે જ રશિયન ટેન્કો શોધીને હુમલો કરે છે. ‘કિલર રોબોટ્સ’ અને વિનાશની શક્યતા
એ. આઈ. સંચાલિત શસ્ત્રો કે ‘કિલર રોબોટ્સ’ ચિંતાનું સૌથી મોટું કારણ છે. સામાન્ય શસ્ત્રોમાં માણસ નિર્ણય લે છે, જ્યારે અહીં મશીનનું અલ્ગોરિધમ નક્કી કરે છે કે સામેની વ્યક્તિ ‘દુશ્મન’ છે કે ‘નિર્દોષ નાગરિક’. એ. આઈ. ઘણીવાર લડવૈયો સમજી લે, તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે.
Read Original Article →