મૂડ માઈન્ડ:યુવાઓમાં જોવા મળતી સિલેક્ટિવ ડીપ્રેશન પેટર્ન શું છે?

Magazine5/19/2026, 12:35:00 AM
મૂડ માઈન્ડ:યુવાઓમાં જોવા મળતી સિલેક્ટિવ ડીપ્રેશન પેટર્ન શું છે?
ડૉ.સ્પંદન ઠાકર પછી તેણે અચાનક કોલેજ જવાનું બંધ કરી દીધું. શરૂઆતમાં ઘરે બધાને લાગ્યું કે કદાચ થોડા દિવસનો સ્ટ્રેસ હશે. પરંતુ ધીમે ધીમે સાન્વીનું આખું રુટિન બદલાતું ગયું. હવે તે રાત્રે ત્રણ-ચાર વાગ્યા સુધી ફોનમાં રીલ્સ જોતી રહેતી, સવારે મોડું ઊઠતી, લેકચર્સ એવોઈડ કરતી અને આખો દિવસ ‘પછીથી કરીશ’ કહીને કામ ટાળતી રહેતી. પરંતુ એક વાત પેરન્ટ્સને સમજાતી નહોતી. જ્યારે કૉલેજ, એક્ઝામ્સ કે ભવિષ્યની વાત આવે ત્યારે સાન્વી તરત લો ફિલ કરતી, ઇરિટેટ થઈ જતી અથવા રડવા લાગતી. પરંતુ એ જ સાન્વી મિત્રો સાથે બહાર જતી ત્યારે હસતી, કેફેમાં એન્જોય કરતી અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી. એટલે ઘરે વારંવાર એક જ સવાલ થતો, ‘જો ખરેખર ડીપ્રેશન હોય તો બહાર જઈને મજા કેવી રીતે આવે?’ હકીકતમાં આજકાલ ઘણા યુવાઓમાં એક અલગ ઈમોશનલ પેટર્ન જોવા મળે છે જેને આપણે સરળ ભાષામાં ‘સિલેક્ટિવ ડીપ્રેશન પેટર્ન’ કહી શકીએ. એટલે કે આખી લાઈફમાં નહીં, પરંતુ ખાસ કરીને સ્ટડી, કરિયર, રિસ્પોન્સિબિલિટી અને ભવિષ્ય સાથે જોડાયેલી બાબતોમાં જ માઈન્ડ ઉદાસ થવા લાગે. કારણ કે ત્યાં ફેઈલ થવાનો ભય, સરખામણી અને પ્રેશર જોડાયેલું હોય છે. સાન્વીના મનમાં સતત એક જ વિચાર ચાલતો, ‘આ કોર્સ મેં પસંદ કર્યો જ નહોતો… હવે હું ખરેખર શું બનવા માગું છું એ જાણતી નથી?’ આને સાયકોલોજીમાં ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ કહેવામાં આવે છે. આ ઉંમરે યુવાઓ પોતાની પોતાની જાતને, પોતાના શોખને અને ભવિષ્યના રોલને શોધવાની પ્રોસેસમાં હોય છે. જો નિર્ણય બીજા કોઈએ આપેલો હોય તો અંદર કન્ફ્યુઝન વધે છે. ધીમે ધીમે લક્ષણો વધવા લાગે છે. મોડું સૂવું, મોડું ઊઠવું, વધુ મોબાઇલનો ઉપયોગ, કોન્સેન્ટ્રેશન ઘટવું, ભણવાનું અવગણવું, ગિલ્ટ ફિલ કરવું, પેરેન્ટ્સથી નાસીપાસ થવું અને ‘મારા જીવનમાં દિશા નથી’ એવી લાગણી આવવી. ઘણીવાર પેરન્ટ્સ તેને ‘આળસ’ સમજે છે, જ્યારે હકીકતમાં બાળક માનસિક રીતે ભાંગી પડતું હોય છે. આ સ્થિતિ ઘણીવાર ડીપ્રેશન સુધી નથી પહોંચતી, પરંતુ ‘સબક્લિનિકલ ઈમોશનલ બર્નઆઉટ’ તરીકે દેખાય છે. સોશિયલ મીડિયા માઇન્ડને તરત ડોપામાઇન આપે છે. તેથી ફોન થોડા સમય માટે એસ્કેપ લાગે છે. અહીં કાઉન્સેલિંગ ખૂબ મહત્ત્વનું બને છે. કાઉન્સેલિંગમાં બાળકને સીધું ‘ફરી ભણવાનું શરૂ કર’ નથી કહેવામાં આવતું. સૌથી પહેલા તેની ઇમોશનલ એક્ઝાઉસ્શન, પર્સનાલિટી, સ્ટ્રેન્થ અને છુપાયેલ ભયને સમજવામાં આવે છે. કાઉન્સેલિંગ તેમને ગિલ્ટ વગર પાઉસ લેવાની, ક્લેરિટી ડેવલપ કરવાની -ધીમે-ધીમે રુટિન પાછું સેટ કરવામાં મદદ કરે છે. પેરેન્ટ્સ માટે સાયકોલોજીની દૃષ્ટિએ કેટલીક મહત્ત્વની બાબતો છે. બાળકની લાગણીને નજરઅંદાજ ન કરવી. ‘અમારા સમયમાં આવું નહોતું’ અથવા ‘ફોન જ બધું બગાડે છે’ જેવી વાતો અંતર વધારે છે. પહેલા સાંભળવું જરૂરી છે. બાળકને રોજ લેક્ચર આપવાની જગ્યાએ સેફ ઈમોશનલ સ્પેસ આપવો જોઈએ. કરિયરને ફેમિલી પ્રેસ્ટિજ સાથે જોડવાથી બાળક પર પ્રેશર વધે છે. બાળકો માટે પણ સમજવું જરૂરી છે કે કન્ફ્યુઝન નિષ્ફળતા નથી. પાઉસ લેવું જીવન બગાડતું નથી. પરંતુ છુપાઈ જવું પણ સોલ્યુશન નથી. ધીમે ધીમે રુટિન રિપેર કરવું જરૂરી છે. ઊંઘની સાયકલ સુધારવી, મોબાઇલ ડિટોક્સ કરવો, ફિઝિકલ એક્ટિવિટી વધારવી, નાના ગોલ્સ બનાવવાં. ક્યારેક બાળકને કોર્સ નહીં… પોતાને ફરી શોધવાની જરૂર હોય છે. મૂડ મંત્ર: દરેક અટકાવ અંત નથી હોતો. ક્યારેક મન માત્ર એટલું કહે છે ‘મને ખાલી સાંભળો નહીં, થોડું સમજી લો.’
Read Original Article →