પહેલું સુખ તે...:મહિલાઓના વજનમાં ફરક કેમ હોય છે?

Magazine5/19/2026, 12:35:00 AM
ઘણી વાર દરેક બાબત યોગ્ય રીતે કરવા છતાં જોઇએ તેવું પરિણામ મળતું નથી. શરીરના કેટલાક ચોક્કસ ભાગ પર ચરબી જામી જ જાય છે. આવું બને ત્યારે એ જાણવું જોઇએ કે કઇ રીતે શરીર ચરબીનો સંગ્રહ કરે છે અને તેનાથી ટ્રેનિંગનો અપ્રોચ બદલાય છે. મહિલાઓમાં ભરપૂર ઊર્જા હોય છે. તેમનું શરીર સ્વાસ્થ્યને પુન: સારું બનાવવા ઊર્જાનો સંગ્રહ કરે છે. એટલે કે ચરબી વધારે સરળતાથી સંગ્રહીત થાય છે. કેલેરીઝની ખોટનો પ્રતિકાર કરે છે અને હ્રોર્મોનલ પરિવર્તન પ્રતિ સંવેદનશીલ હોય છે. આમાં એસ્ટ્રોજનની ભૂમિકા મહત્ત્વની છે. પેટ, સાથળ તથા કમરની આસપાસ ચરબી એકત્રિત થાય છે. પરંપરાગત રીતે ચરબી ઓગાળવાનું કેમ મુશ્કેલ બને છે? : સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, ભોજનમાં ઘટાડો કરવો. વધારે હલનચલન કરવું. પરંતુ કેલેરીઝમાં ઘટાડા અને તીવ્રતમ વર્કઆઉટથી કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) વધે છે, હોર્મોનલ સંતુલનમાં ગરબડ, સમય જતાં પાચનક્રિયા ધીમી પડવી, થાક, ક્રેવિંગ વગેરે. પરિણામે વજન ઘટતું નથી. જેના કારણે સ્ટ્રેસ વધે છે. હોર્મોનલ સ્તરની અવગણના : મહિલાઓ મહિના દરમિયાન ગણતરી નથી કરતી. ઊર્જાનું સ્તર, શક્તિ અને રિકવરી, ભૂખ અને ક્રેવિંગ, પાણી ઓછું પીવું વગેરેની અસર માસિકચક્ર પર પણ થાય છે. આ કુદરતી પ્રક્રિયાની અવગણના કરવાથી હતાશા જાગે છે. ચરબીનો સંગ્રહ માત્ર કેલેરીઝ અંગે જ નથી : બે મહિલાઓ ભલે સમાન પ્રમાણમાં કેલેરીઝ લે અને સમાન રીતે વર્કઆઉટ કરે, તો પણ તેમના પરિણામો અલગ અલગ હોઇ શકે છે, કારણ કે મહિલાઓમાં વજન વધવાના કારણોમાં સ્ટ્રેસનું પ્રમાણ, ઊંઘની ગુણવત્તા, હોર્મોન્સનો સ્રાવ, રોજિંદી મૂવમેન્ટ (માત્ર વર્કઆઉટ નહીં) વગેરે કારણભૂત છે. કઇ રીતે વર્કઆઉટ કરવું? સ્ટ્રેન્થ ટ્રેનિંગને પ્રાથમિકતા આપો. સ્નાયુ લાભકારક હોવાથી સ્ટ્રેન્થ ટ્રેનિંગ મદદરૂપ થઇ શકે છે. તેનાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં વધારો થાય છે, વધારાની કેલેરીઝ બર્ન થાય છે, શરીર સુડોળ બને છે. તમારે વધારે પડતા વર્કઆઉટની જરૂર નથી. અઠવાડિયામાં 3-4 સેશન પૂરતાં છે. કાર્ડિયોનો ઉપયોગ કરો. સતત કાર્ડિયો કરવાથી સ્ટ્રેસ વધે છે અને ચરબીમાં ઘટાડો થાય છે. તેના બદલે રોજ અડધો-પોણો કલાક ચાલો. વધારે પડતા લાંબા, થકવી દેનારા સેશન્સ ન કરો. ચાલવાથી ઘણી મદદ મળે છે. રિકવરીને જાળવો : અતિ ક્યારેય સારી નથી.આરામ ત્યારે કરો જ્યારે સ્નાયુઓને રીપેરિંગ, હોર્મોનલ સંતુલન અને ઇન્ફ્લેમેશનમાં ઘટાડાની જરૂર હોય. કેલેરીઝમાં વધારે ઘટાડો ન કરો : વધારે પડતું ડાયેટિંગ પણ શરીર માટે હાનિકારક છે. મોડરેટ કેલેરીઝમાં ઘટાડો વધારે સારી રીતે કામ કરે છે. મેટાબોલિઝમ સુચારુ રહે છે, હોર્મોનલ સંતુલન જળવાય છે. ધીમી છતાં સાતત્યભરી પ્રગતિ જોવા મળે છે. મનોસ્થિતિથી પરિવર્તન શક્ય છે : આ બાબત સૌથી મહત્ત્વની છે. તમારું શરીર પ્રતિકાર નથી કરતું, રક્ષણ કરે છે. જ્યારે ટ્રેનિંગથી હોર્મોન્સનું સ્તર જળવાય, રિકવરી અને કુદરતી લય જળવાય, ત્યારે શરીર પ્રતિભાવ આપે છે. એ તાત્કાલિક નહીં, પણ ધીરે ધીરે છતાં સ્થિરતાથી પ્રાપ્ત થાય છે.
Read Original Article →