ફેશન:સ્ટાઇલિશ દેખાવા માટે વોર્ડરોબમાં હોવી જ જોઈએ એવી 10 વસ્તુઓ

Magazine6/2/2026, 12:35:00 AM
ફેશન:સ્ટાઇલિશ દેખાવા માટે વોર્ડરોબમાં હોવી જ જોઈએ એવી 10 વસ્તુઓ
ફેશન માત્ર મોંઘા કપડાં પહેરવાનું નામ નથી, પરંતુ સ્માર્ટ રીતે યોગ્ય કપડાં પસંદ કરવાની કળા છે. ઘણી મહિલાઓનો વોર્ડરોબ કપડાંથી ભરેલો હોવા છતાં ‘પહેરવા માટે કંઈ નથી’ એવી ફરિયાદ રહેતી હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે વોર્ડરોબમાં કેટલીક એવી બેઝિક અને ટાઈમલેસ વસ્તુઓનો અભાવ હોય છે, જેને મિક્સ-એન્ડ-મેચ કરીને અનેક સ્ટાઇલિશ લુક બનાવી શકાય. આજના સમયમાં સ્માર્ટ ફેશન એટલે ઓછા કપડાંમાં પણ વધુ અલગ-અલગ લુક ક્રિએટ કરવાની કળા. ચાલો જાણીએ એવી 10 જરૂરી વસ્તુઓ વિશે, જે દરેક મહિલાના વોર્ડરોબમાં હોવી જ જોઈએ. 1 ક્લાસિક વ્હાઇટ શર્ટ: વ્હાઇટ શર્ટ ક્યારેય આઉટ ઓફ ફેશન થતું નથી. જીન્સ, ટ્રાઉઝર, સ્કર્ટ કે સાડી, દરેક સાથે તે એલિગન્ટ લાગે છે. ઓફિસથી લઈને કેઝ્યુઅલ આઉટિંગ સુધી, તે દરેક પ્રસંગ માટે પરફેક્ટ છે. 2 બ્લૂ ડેનિમ જીન્સ: સારી ફિટિંગવાળી બ્લૂ જીન્સ દરેક વોર્ડરોબની શાન છે. ટી-શર્ટ, કુર્તી અથવા બ્લેઝર દરેક સાથે સ્ટાઇલિશ લાગે છે અને કમ્ફર્ટ પણ આપે છે. 3 બ્લેક ડ્રેસ: ‘બ્લેક નેવર ફેલ્સ’ કહેવત એકદમ સાચી છે. સિમ્પલ બ્લેક આઉટફિટને જ્વેલરી કે સ્ટાઇલિંગથી પાર્ટી લુક પણ આપી શકાય અને ફોર્મલ લુક પણ. 4 ન્યુટ્રલ બ્લેઝર: બેજ, બ્લેક અથવા ગ્રે કલરનો બ્લેઝર આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. તે સિમ્પલ આઉટફિટને પણ સ્માર્ટ અને પ્રોફેશનલ લુક આપે છે. 5 કમ્ફર્ટેબલ કોર્ડ સેટ: કોર્ડ સેટ્સ આજે મહિલાઓની પહેલી પસંદ બની ગયા છે. તે સ્ટાઇલિશ પણ લાગે છે અને દિવસભર આરામદાયક પણ રહે છે. 6 ટ્રેન્ડી દુપટ્ટો અથવા સ્ટોલ: એક સુંદર પ્રિન્ટેડ દુપટ્ટો આખા લુકને બદલી શકે છે. સિમ્પલ કુર્તી સાથે પણ તે ગ્લેમરસ ટચ ઉમેરે છે. 7 વ્હાઇટ સ્નીકર્સ: વ્હાઇટ સ્નીકર્સ માત્ર સ્પોર્ટ્સ માટે નહીં, પરંતુ ફેશન સ્ટેટમેન્ટ બની ગયા છે. જીન્સથી લઈને ડ્રેસ સુધી બધાની સાથે સુંદર લાગે છે. 8 સ્ટેટમેન્ટ જ્વેલરી: ઓક્સોડાઈઝ્ડ ઈયરિંગ્સ, ચંકી નેકલેસ અથવા મિનિમલ ગોલ્ડન જ્વેલરી જેવી વસ્તુઓ સિમ્પલ લુકને પણ સ્ટાઇલિશ બનાવી શકે છે. 9 ક્લાસિક હેન્ડબેગ: સારી ક્વોલિટીની ન્યુટ્રલ કલરનો હેન્ડબેગ દરેક લુક સાથે મેચ થાય છે અને સ્ટાઇલને વધારે છે. એક સારી હેન્ડબેગ આખા લુકને વધુ ક્લાસી બનાવી શકે છે. 10 સોફ્ટ ન્યુટ્રલ સાડી: એક એલિગન્ટ સાડી દરેક ભારતીય મહિલાના વોર્ડરોબમાં હોવી જ જોઈએ. લાઇટ મેકઅપ અને સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે તે હંમેશા ગ્રેસફુલ લાગે છે. આ સિવાય સનગ્લાસિસ, બેલ્ટ અને ઘડિયાળ જેવી નાની એક્સેસરીઝ પણ લુકને વધુ આકર્ષક બનાવી શકે છે. યાદ રાખો, સ્ટાઇલિશ દેખાવા માટે દર વખતે નવા કપડાં ખરીદવાની જરૂર નથી. યોગ્ય ફેશન સેન્સ, કમ્ફર્ટ અને આત્મવિશ્વાસ જ સાચી સ્ટાઇલની ઓળખ છે. જો વોર્ડરોબમાં આ બેઝિક વસ્તુઓ હશે તો ઓછા કપડાંમાં પણ હંમેશાં ફેશનેબલ, ગોઠવાયેલા અને આત્મવિશ્વાસભર્યા દેખાઈ શકો છો.
Read Original Article →