પહેલું સુખ તે...:વજન ઘટાડવામાં શરીરનો સાથ જરૂરી
તમે કેલેરીઝ ઘટાડો છો, ચાલો છો, થોડો સમય ફરક જણાય છે, પણ અચાનક જ વજનકાંટો અટકી જાય છે, ભૂખ વધે છે, ઊર્જા ઘટે છે અને ક્રેવિંગ વધે છે. શરીર તમારા પ્રયત્નોનો વિરોધ કરતું હોય એમ લાગે છે. અત્યારે લોકો માટે વજન ઘટાડવાનો સરળ અર્થ છે ખોરાક ઓછો ખાવો.
પાચનતંત્ર અપનાવે છે: તમે ખોરાક ઓછો કરો, ત્યારે બાકીની કેલેરીઝ બાળવામાં શરીર ઘટાડો કરે છે, હલનચલન વધારે ચોકસાઇથી થાય છે. સમાન કાર્યો કરવામાં કેલેરી ઓછી બળે છે. બીનજરૂરી પ્રક્રિયાઓ ધીમી પડે છે, આને અડેપ્ટિવ થર્મોજેનેસિસ કહે છે, જે રક્ષણાત્મક પ્રક્રિયા છે. તેનાથી તમે યોગ્ચ કરતાં હો, ત્યારે પણ પરિણામ મળતું નથી.
ભૂખના હોર્મોન્સ સક્રિય રહે છે: ચયાપચયની પ્રક્રિયા અને ભૂખના લક્ષણો બદલાય છે. ભૂખના હોર્મોન વધે છે, તૃપ્તિના હોર્મોન) ઘટે છે. પરિણામે ભૂખ વધારે લાગે છે, ભોજન પછી પણ સંતોષ થતો નથી,
મગજ પણ સ્વીકારતું નથી: વજનનો ઘટાડો શરીરને નહીં, તમારા મગજને અશર કરે છે. ખોરાક વધારે મહત્ત્વનો બની જાય છે. ક્રેવિંગ તીવ્ર બને છે. તમે સામાન્ય કરતાં વધારે ખાવાનું વિચારો છો, કેમ કે મગજ એ ખાતરી કરવા ઇચ્છે છે કે તમે વજન ઘટાડવા ઇચ્છતા નથી.
ઊર્જામાં ઘટાડો અને મૂવમેન્ટ યથાવત: તમે કદાચ એ નોંધ્યું નહીં હોય પણ તમારું શરીર ચોક્કસપણે ઊર્જા સંગ્રહવા લાગે છે. તમારી અસ્વસ્થતા ઓછી થાય છે, ચાલ ધીમી થાય છે, બીનજરૂરી પ્રવૃત્તિઓ કરવાનું ટાળો છો.
સ્ટ્રેસ તેમાં વધારો કરે છે: જ્યારે તમે દબાણમાં હોય છો, ત્યારે શરીરમાં કોર્ટિસોલમાં વૃદ્ધિ થાય છે. પરિણામે પેટની આસપાસ ચરબી એકત્રિત થવા લાગે છે. ક્રેવિંગ્સમાં વધારો થાય છે, ઊંઘની ગુણવત્તાને અસર કરે છે. તમારી સિસ્ટમ ચરબીને જાળવી રાખે છે.
વજનકાંટો કેમ અટકી જાય છે? જ્યારે તમે ખોરાક ઓછો લો છો, વધારે મૂવમેન્ટ કરો છો, વધારે થાક અનુભવો છો, વધારે ભૂખ લાગે છે, તમારું શરી નવા નોર્મલ સાથે સાયુજ્ય સાધી લે છે. શરૂઆતમાં જે કામ કરતું લાગે છે, તે એ જ રીતે વધારે સમય ચાલતું નથી.
ખરેખર શું મદદરૂપ થાય છે?
કેલેરી સાવ ઓછી ન કરો: તમે જેટલી તીવ્રતાથી ઘટાડો કરશો તેટલી વધારે ઇચ્છા થશે.
પ્રોટીનને પ્રાથમિકતા આપો: પ્રોટીનથી સ્નાયુઓને સપોર્ટ કરે છે, તૃપ્તિ થાય છે અને મેટાબોલિક દર જળવાઇ રહેવામાં મદદ મળે છે.
સ્ટ્રેન્થ ટ્રેનિંગ: સ્નાયુઓ શરીરને ઊર્જા બાળવાનો સંકેત આપે છે. તેના વિના શરીર ઓછી ઊર્જા બાળે છે.
ઊંઘ: ઓછી અથવા અપૂરતી ઊંઘને કારણે ભૂખ લગાડતાં હોર્મોનનું પ્રમાણ વધે છે.
બ્રેક લો: થોડા-થોડા સમયે ભોજન કરવાથી હોર્મોનલ સંકેતો મળે છે અને મેટાબોલિક સિસ્ટમ ધીમી પડતી નથી.
મૂવમેન્ટ કરો : ચાલવું, ઊભા રહેવું અને સિસ્ટમને સ્ટ્રેસ ન અનુભવાય તે રીતે ચરબીમાં ઘટાડો કરો.
Read Original Article →