પહેલું સુખ તે...:ફેટલોસ માટે ચાલવાનું કેમ યાદ ન આવે?
લોકો જ્યારે ફેટ લોસ વિશે વિચારે, ત્યારે સામાન્યત: તીવ્ર વર્કઆઉટ, થકવી દેનારા કાર્ડિયો સેશન્સ, ડાયેટ વગેરે પર ધ્યાન આપે છે, પણ ચાલવાના વિકલ્પ પ્રત્યે જવલ્લે જ ધ્યાન જાય છે.
ફિટનેસમાં ‘ઓલ ઓર નથિંગ’ની સમસ્યા : ઘણા લોકો વજન ઘટાડવાની બાબતને આક્રમક રીતે લે છે. અચાનક કેલેરીમાં કાપ મૂકવો, રોજ હાઇ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ, વધારે પડતા કાર્ડિયો, ઓછી રિકવરી. જ્યારે શરીર પ્રતિસાદ આપે છે, ત્યારે વજન ઝડપથી ઘટે છે ખરું, પણ થોડા જ અઠવાડિયા પછી ઊ્રર્જામાં ઘટાડો થાય છે, ક્રેવિંગ વધારે થાય છે, ઉત્સાહ ભાંગી પડે છે.
ચાલવાથી કેલેરીઝ વધારે બર્ન થાય છે : ઘણી વાર લોકો ચાલવાને મહત્ત્વનું નથી ગણતાં કેમ કે કેલેરી ઓછી બર્ન થતી હોય એવું લાગે છે. ખરેખર તો તમે એક કલાકમાં કેટલી કેલેરી બર્ન કરો છો, તે મહત્ત્વનું નથી. ચાલવાથી રોજિંદી મૂવમેન્ટ વધારે છે, જેમાં નર્વ સિસ્ટમ પર વધારે સ્ટ્રેસ નથી આવતો. આ બાબતનો ખ્યાલ ઘણા લોકોને હોય છે. તમે પોણો કલાક વર્કઆઉટ કરીને વધારે કેલેરીઝ બર્ન કરી શકો છો, પણ જો તેના કારણે વધારે પડતો થાક, ભૂખ અથવા આખો દિવસ આરામ કરવાની ઇચ્છા થાય તો તેનો કોઇ લાભ નથી. જ્યારે ચાલવાથી શરીર સતત ગતિશીલ રહે છે, લોહીનું પરિભ્રમણ વધે છે, રિકવરીમાં મદદ થાય છે, પાચનક્રિયાનું નિયમન થાય છે, એકંદરે રોજિંદી ઊર્જામાં વૃદ્ધિ થાય છે અને સૌોથી મહત્ત્વપૂર્ણ તેનું રોજ પુનરાવર્તન થાય છે.
ચાલવું અને ફેટલોસ હોર્મોન્સ : ચાલવાનો સૌથી મોટો લાભ એ છે કે તેનાથી ફેટલોસમાં મદદ થાય છે કેમ કે તેથી હોર્મોનલ સંતુલન જળવાય છે. વધારે પડતા સ્ટ્રેસભર્યા વર્કઆઉટથી કોર્ટિસોલનું પ્રમાણ વધી શકે છે, જેની સાથોસાથ ઊંઘની ગુણવત્તાને અસર, ભાવનાત્મક સ્ટ્રેસ અથવા વધારે પડતા ડાયેટિંગની સમસ્યા થાય છે. પરિણામે ક્રેવિંગમાં વધારો, પાણીનું પ્રમાણ ઘટી જવું, પેટની આસપાસ ચરબી જમા થવી, થાક વગેરે સમસ્યાઓ ઊભી થાય છે.
ચાલવાથી આનાથી લગભગ વિપરીત અસર થાય છે. ખાસ કરીને બહાર ચાલવા જવાથી નર્વ સિસ્ટમ શાંત થાય છે, સ્ટ્રેસ હોર્મોન્સમાં ઘટાડો થાય છે અને મૂડ સુધરે છે. આનાથી ફેટલોસ માટે આંતરિક સ્વસ્થતામાં વધારો થાય છે.
રોજિંદી મૂવમેન્ટની છુપાયેલી શક્તિ : ઘણા લોકો માત્રે વર્કઆઉટ પર જ વધારે ધ્યાન આપે છે અને બાકીના સમયમાં શું થાય છે, તે ધ્યાન આપતા નથી. આવા લોકો માટે ચાલવું વધારે ઉપયોગી છે. એક્સરસાઇઝ દ્વારા ફેટલોસને ન કરતાં ઊભા રહેવું, ચાલવું, પગથિયાં ચડવા, આમતેમ આંટા મારવાથી પણ ફેટલોસ થાય છે. જે લોકો દિવસ દરમિયાન વધારે મૂવમેન્ટ્સ કરે છે, તેમની કેલેરીઝ વધારે બર્ન થાય છે. જમ્યા પછી ચાલવા જવાથી કુદરતી રીતે જ ફેટલોસ થવામાં સહાય મળે છે. રોજ જમ્યા પછી 10-15 મિનિટ ચાલવાથી પાચનક્રિયા સારી થાય છે, લોહીમાં રહેલી શર્કરા નિયંત્રિત થાય છે. લોહીમાં શર્કરાનું પ્રમાણ સ્થિર રહેવાથી ઊર્જાનું સ્તર જળવાઇ રહે છે અને મોડી રાત્રે ક્રેવિંગ થતું નથી. ચાલવાથી પાચનક્રિયાના નિયંત્રણને આડકતરી રીતે સહાય થાય છે.
જેમને એક્સરસાઇઝ કરવાનું ન ગમતું હોય, તેઓ પણ ચાલીને પોતાને ફિટ એન્ડ ફાઇન રાખી શકે છે.
Read Original Article →