રસથાળ:વેકેશન સ્પેશિયલ: કિચન સ્માર્ટ, બાળકોનું મેનુ સ્ટાર્ટ
સામગ્રી ચીઝ સ્લાઈસ અથવા પ્રોસેસ્ડ ચીઝ-3થી 4, દૂધ-અડધો કપ (રૂમના તાપમાન વાળું), બટર-1 ચમચી, મેંદો -1 ચમચી, હળદર-ચપટી (બજાર જેવો પીળો કલર લાવવા માટે), ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો-પા ચમચી, મીઠું-જરૂર લાગે તો જ
રીત નોન-સ્ટિક પેન અથવા નાની કડાઈમાં ધીમા તાપે બટર ગરમ કરો. બટર ઓગળે એટલે મેંદો ઉમેરો અને સતત હલાવતા રહીને અડધી મિનિટ માટે ધીમા તાપે શેકો. ધ્યાન રાખવું કે લોટનો કલર બદલાવો ન જોઈએ. હવે આ મિશ્રણમાં ધીમે-ધીમે અડધો કપ દૂધ ઉમેરતા જાવ અને બીજા હાથે વ્હિસ્ક અથવા ચમચીથી હલાવતા રહો જેથી ગાંઠો ન પડે.
આ મિશ્રણને 1 મિનિટ ઉકળવા દો, જેથી તે સહેજ ઘટ્ટ થઈ જશે.
હવે ગેસની આંચ એકદમ ધીમી કરી દો અથવા બંધ કરી દો. તેમાં ચીઝ સ્લાઈસના ટુકડા, ચપટી હળદર, ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો. પેનની ગરમીથી જ ચીઝ એકદમ ઓગળી જશે. બધું સરસ રીતે એકરસ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો. બજાર જેવો જ ચમકતો, સ્મૂધ અને ક્રીમી ચીઝ સોસ તૈયાર છે!
સોસ ઘટ્ટ થઈ જાય, તો 1-2 ચમચી ગરમ દૂધ મિક્સ કરી લેવું. પાતળો લાગે, તો અડધી મિનિટ વધુ પકાવો. આ સોસને ફ્રિજમાં એર-ટાઈટ કન્ટેનરમાં 2થી 3 દિવસ રાખી શકાય છે. ફરીથી વાપરતી વખતે તે થોડો જામી ગયો હશે, તો થોડું દૂધ ઉમેરી ગરમ કરી લેવો શેઝવાન ચટણી સામગ્રી કાશ્મીરી લાલ મરચાં-1 કપ, તેલ-1 કપ, સ્ટાર ફૂલ-1 નંગ, ઝીણું સમારેલું સૂકું લસણ-1 ચમચી, ઝીણું સમારેલું આદું-2 ચમચી, ઝીણા સમારેલા લીલા મરચાં-2 નંગ, ઝીણી સમારેલી કોથમીરની દાંડી-4 ચમચી, ટોમેટો કેચઅપ-પોણો કપ, રેડ ચિલી સોસ-5 ચમચી, લીંબુનો રસ અથવા વિનેગર-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ખાંડ-અડધી ચમચી, મરી પાઉડર-1 ચમચી રીત લાલ કાશ્મીરી મરચાંને નરમ થાય ત્યાં સુધી નવશેકા પાણીમાં પલાળી રાખવા. પાણીમાંથી નિતારી ઠંડાં કરવા. મિક્સર જારમાં પાણી ઉમેર્યા વગર પેસ્ટ તૈયાર કરવી. એક પેનને મધ્યમ ગેસ પર રાખી તેલ અને સ્ટાર ફૂલ ઉમેરી સુગંધ આવે ત્યાં સુધી થવા દેવું. ત્યારબાદ સૂકું લસણ ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવું. આદું, લીલા મરચાં, કોથમીરની દાંડી ઉમેરી 2-3 મિનિટ સુધી સાંતળો. વધારે તીખી ચટણી ભાવતી હોય તો લીલાં મરચાં વધારે ઉમેરી શકાય. હવે લાલ મરચાંની પેસ્ટ ઉમેરી 10-15 મિનિટ સુધી ફાસ્ટ ગેસ પર તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. કેચઅપ, રેડ ચિલી સોસ, લીંબુનો રસ(વિનેગર) મિક્સ કરી લો. મીઠું, ખાંડ, મરી પાઉડર ઉમેરી 4-5 મિનિટ ફાસ્ટ ગેસ પર પકાવશો એટલે કલર પણ ડાર્ક થશે. તેલ છૂટું પડે એટલે શેઝવાન ચટણીને એર ટાઈટ કાચની બરણીમાં ભરી ઠંડી પડે એટલે ફ્રીઝમાં સ્ટોર કરવી. એગલેસ મેયોનીઝ સામગ્રી ઠંડું દૂધ-અડધો કપ, તેલ (કોઈપણ ફ્લેવર વગરનું)-1 કપ (સનફ્લાવર અથવા રાઈસ બ્રાન), લીંબુનો રસ અથવા વ્હાઇટ વિનેગર1 મોટી ચમચી, બૂરું ખાંડ-અડધી ચમચી, રાઈનો પાઉડર-પા ચમચી, મરી પાઉડર-ચપટી, મીઠું-સ્વાદ મુજબ... રીત આ રેસિપીની સૌથી મોટી સિક્રેટ ટિપ એ છે કે દૂધ અને તેલ બંને એકદમ ઠંડા હોવા જોઈએ. બનાવતા પહેલા તેલને પણ 15 મિનિટ ફ્રિજમાં મૂકી રાખવું. મિક્સરના મોટા જારમાં ઠંડું દૂધ, મીઠું, ખાંડ, રાઈનો પાઉડર અને મરી પાઉડર ઉમેરો. હવે તેમાં અડધો કપ તેલ અને લીંબુનો રસ ઉમેરો. મિક્સરને સતત ચલાવવાના બદલે પલ્સ મોડ પર (ચાલુ-બંધ કરીને) 30 સેકન્ડ માટે ફેરવો. મિશ્રણ થોડું ઘટ્ટ થશે. હવે બાકીનું અડધો કપ તેલ પણ ઉમેરી દો અને ફરીથી મિક્સરને 10-10 સેકન્ડના અંતરે ચાલુ-બંધ કરતા રહો. માત્ર 2 મિનિટમાં તેલ અને દૂધ એક થઈ જશે અને એકદમ સફેદ, ઘટ્ટ અને ક્રીમી મેયોનીઝ તૈયાર થઈ જશે! કેમ વાપરવો પલ્સ મોડ? મિક્સર સતત ચાલુ રાખવાથી બ્લેન્ડર ગરમ થાય છે, જેથી દૂધ અને તેલ અલગ પડી શકે છે. તેથી ચાલુ-બંધ કરવાની રીત જ શ્રેષ્ઠ છે.
સ્ટોરેજ આ મેયોનીઝને કાચની એર-ટાઈટ બરણીમાં ભરીને ફ્રિજમાં 4થી 5 દિવસ સુધી સાચવી શકાય છે. ફ્રિજમાં રાખવાથી તે હજી વધુ ઘટ્ટ થશે.
એક મેયોનીઝ અનેક ફ્લેવર્સ!
તમે આ સાદા મેયોનીઝમાંથી જ અલગ-અલગ વેરાયટી બનાવી શકો છો:
ગાર્લિક મેયોનીઝ દૂધ સાથે જ 3-4 લસણની કળીઓ પીસી લો. સ્વાદિષ્ટ ગાર્લિક ડીપ તૈયાર!
પેરી-પેરી અથવા તંદુરી મેયોનીઝ તૈયાર મેયોનીઝમાં થોડો પેરી-પેરી મસાલો અથવા કાશ્મીરી મરચું
અને ગરમ મસાલો
મિક્સ કરો.
Read Original Article →