ફેશન:સનગ્લાસ સ્વેગ: ચહેરા અને સ્ટાઇલને આપો એક નવો અંદાજ!

Magazine4/21/2026, 12:35:00 AM
ફેશન:સનગ્લાસ સ્વેગ: ચહેરા અને સ્ટાઇલને આપો એક નવો અંદાજ!
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સનગ્લાસ માત્ર આંખોના રક્ષણ માટેનું સાધન નથી, પણ તે તમારી પર્સનાલિટીને નિખારતું સૌથી મહત્વનું ફેશન સ્ટેટમેન્ટ છે. એક પરફેક્ટ સનગ્લાસ સાધારણ લુકને પણ આલીશાન બનાવી શકે છે. પરંતુ, શું તમે જાણો છો કે દરેક ચહેરા પર દરેક પ્રકારના ચશ્મા સારા નથી લાગતા? ફેશનની દુનિયામાં અત્યારે કયા ટ્રેન્ડ ચાલી રહ્યા છે અને તમારા ચહેરા માટે કયા ગ્લાસ પરફેક્ટ રહેશે, ચાલો જાણીએ. ફેસ કટ મુજબ સનગ્લાસની પસંદગી સનગ્લાસ ખરીદતી વખતે સૌથી પહેલો નિયમ એ છે કે તે તમારા ચહેરાના આકારથી વિરુદ્ધ હોવા જોઈએ. ગોળ ચહેરો: જો તમારો ચહેરો ગોળ હોય, તો તમારે તેને થોડો લાંબો અને શાર્પ દેખાડવા માટે રેક્ટેંગલ (લંબચોરસ) અથવા સ્ક્વેર (ચોરસ) ફ્રેમ પસંદ કરવી જોઈએ. ચોરસ ચહેરો: લુકને સોફ્ટ બનાવવા માટે રાઉન્ડ અથવા ઓવલ ફ્રેમ પહેરવી જોઈએ. એવિએટર્સ (Aviators) પણ તમારા પર ખૂબ સારા લાગશે. ઓવલ ચહેરો: આ સૌથી લકી ફેસ કટ છે. આ ચહેરા પર લગભગ તમામ પ્રકારની ફ્રેમ્સ સારી લાગે છે. તમે લેટેસ્ટ ‘કેટ-આઈ’ (Cat-eye) કે મોટા કદના ‘ઓવરબોર્ડ’ ગ્લાસ ટ્રાય કરી શકો છો. હાર્ટ શેપ: પહોળું કપાળ અને સાંકડી હડપચી હોય તો એવિએટર્સ અથવા એવી ફ્રેમ પસંદ કરો જે નીચેથી પહોળી હોય. સેલિબ્રિટી સ્ટાઈલ ઇન્સ્પિરેશન: કોણ શું પહેરે છે? તમારા મનપસંદ સ્ટાર્સ કઈ રીતે સનગ્લાસ કેરી કરે છે તેના પરથી તમે પણ પ્રેરણા લઈ શકો છો: દીપિકા પાદુકોણ (ઓવર સાઈઝ્ડ): દીપિકા અવારનવાર મોટા કદના ‘રેટ્રો’ સનગ્લાસમાં જોવા મળે છે. જો તમારે એરપોર્ટ લુક કે ટ્રાવેલિંગ લુક ક્રિએટ કરવો હોય તો તેની સ્ટાઈલ કોપી કરી શકાય છે. પ્રિયંકા ચોપરા (કેટ-આઈ): ફેશનિસ્ટા પ્રિયંકા અવારનવાર ‘કેટ-આઈ’ અથવા નાના ‘રેક્ટિંગ્યુલર’ ગ્લાસમાં જોવા મળે છે. આ સ્ટાઈલ પાવર-ડ્રેસિંગ અને ઓફિસ લુક માટે બેસ્ટ છે. હોલીવુડ ટચ: એન્જેલીના જોલી જેવા સ્ટાર્સ ‘ક્લાસિક બ્લૅક રાઉન્ડ’ ગ્લાસ વધુ પસંદ કરે છે, જે હંમેશાં એલિગન્ટ લાગે છે. લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને કલર્સ કલરફુલ લેન્સ: બ્લુ, પિંક અને ઓરેન્જ જેવા ટિન્ટેડ લેન્સ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ ગ્લાસ કેઝ્યુઅલ ડે આઉટિંગ કે બીચ વેકેશન માટે પરફેક્ટ છે. ટ્રાન્સપરન્ટ ફ્રેમ્સ: કાચ જેવી પારદર્શક ફ્રેમ્સ અત્યારે યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. તે સોબર અને ક્લાસી લુક આપે છે. મેટાલિક ફ્રેમ્સ: પાતળી સોનેરી કે સિલ્વર મેટાલિક ફ્રેમ્સ ફરી પાછી ફેશનમાં આવી છે, જે ‘રેટ્રો’ લુક આપે છે. લેન્સના પ્રકાર... માત્ર સ્ટાઇલ જ નહીં, ગુણવત્તા પણ જુઓ: પોલરાઇઝ્ડ લેન્સ (Polarized): આ લેન્સ સૂર્યના તેજ કિરણો અને પ્રતિબિંબિત પ્રકાશને રોકે છે. ડ્રાઇવિંગ કે વોટર સ્પોર્ટ્સ માટે આ બેસ્ટ છે. UV પ્રોટેક્શન: હંમેશા ‘UV 400’ રેટિંગ વાળા ગ્લાસ લો, જે આંખોને હાનિકારક કિરણોથી 100% બચાવે છે. જાળવણી અને સાવચેતી સફાઈ: કાચ સાફ કરવા માટે માત્ર માઈક્રોફાઈબર ક્લોથનો જ ઉપયોગ કરો. ટી-શર્ટ કે રફ કપડાથી ઘસવાથી સ્ક્રેચ પડી શકે છે. આંખોનું સ્વાસ્થ્ય: સનગ્લાસ માત્ર ફેશન નથી, પણ આંખોના કેન્સર અને મોતિયા જેવા જોખમોથી બચાવવા માટે જરૂરી કવચ છે. ઉનાળામાં બહાર જતા સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી સનગ્લાસ પહેરવાની આદત પાડો. સનગ્લાસ એ માત્ર એક્સેસરી નથી, એ તમારી પર્સનાલિટીનો અરીસો છે. તો આ ઉનાળે તમારી સ્ટાઇલ અને ફેસ કટ મુજબ સાચો સનગ્લાસ પસંદ કરો અને ગરમીમાં પણ કૂલ દેખાઓ!
Read Original Article →