બ્યૂટી:શું તમે ઉનાળામાં અંડરઆર્મ્સની દુર્ગંધથી પરેશાન છો?
ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે. આવા સમયે મોંઘામાં મોંઘા પરફ્યુમ પણ ફેઈલ જાય જ્યારે અંડરઆર્મ્સની દુર્ગંધ તમારા આત્મવિશ્વાસને ડગમગાવી દે. ઓફિસની મીટિંગ હોય કે ફ્રેન્ડ્સ સાથે આઉટિંગ, પરસેવાની દુર્ગંધ માત્ર તમને જ નહીં, તમારી આસપાસના લોકોને પણ પરેશાન કરે છે.
સ્વચ્છતા છે સૌથી જરૂરી: દિવસમાં બે વાર એન્ટી-બેક્ટેરિયલ સાબુથી સ્નાન કરો.
હેર રિમૂવલ: અંડરઆર્મ્સના વાળ નિયમિત સાફ કરવા જોઈએ, કારણ કે વાળ પરસેવો અને બેક્ટેરિયાને પકડી રાખે છે, જે દુર્ગંધ વધારે છે.
ફટકડીનો જાદુ: સ્નાન કર્યા પછી ભીની ત્વચા પર ફટકડીનો ટુકડો ઘસો. તે એક કુદરતી એન્ટી-સેપ્ટિક છે જે બેક્ટેરિયાને પેદા જ થવા દેતું નથી. સૌથી સસ્તો અને શ્રેષ્ઠ ઈલાજ!
ડાયેટમાં ફેરફાર: શું તમે જાણો છો કે તમે જે ખાઓ છો તેવી જ ગંધ તમારા પરસેવામાં આવે છે? વધુ પડતી ડુંગળી, લસણ અને કેફીન (ચા-કોફી) પરસેવાને વધુ સ્ટ્રોંગ બનાવે છે. તેની જગ્યાએ ઠંડી છાશ, લીંબુ શરબત અને કાકડીનું સેવન વધારો.
રાતનો નુસખો: એન્ટી-પર્સપિરન્ટ કે રોલ-ઓન હંમેશા રાત્રે સૂતા પહેલા લગાવો. રાત્રે પરસેવો ઓછો વળે છે, જેથી તે ત્વચાના છિદ્રોમાં ઉતરીને બીજા દિવસે પરસેવો કંટ્રોલ કરવામાં વધુ અસરકારક સાબિત થાય છે.
ટામેટાનો રસ: નહાવાના પાણીમાં બે કપ ટમેટાનો રસ ઉમેરવાથી પરસેવો ઓછો થાય છે.
બટાકાની સ્લાઈસ: અંડરઆર્મ્સમાં બટાકાની સ્લાઈસ ઘસવાથી માત્ર દુર્ગંધ જ નથી જતી, પણ પરસેવાને કારણે કાળા પડી ગયેલા અંડરઆર્મ્સ પણ સાફ થાય છે.
ટી-ટ્રી ઓઈલ: પાણીમાં થોડા ટી-ટ્રી ઓઈલના ટીપાં નાખી સ્પ્રે બોટલ ભરી લો. આ નેચરલ સેનિટાઈઝર જેવું કામ કરશે.
લીંબુનો રસ: લીંબુમાં રહેલું એસિડ બેક્ટેરિયાનો નાશ કરે છે. સ્નાન કરતા પહેલા અંડરઆર્મ્સમાં લીંબુનો ટુકડો ઘસવાથી દુર્ગંધ દૂર થાય છે. (નોંધ: જો ત્વચા સેન્સિટિવ હોય તો સાવચેતી રાખવી).
પાણીનું પ્રમાણ: પુષ્કળ પાણી પીવો. તે શરીરના ઝેરી તત્વોને બહાર કાઢે છે અને પરસેવાની તીવ્રતા ઘટાડે છે.
પરસેવો થવો એ હેલ્ધી બોડીની નિશાની છે, પણ તેની દુર્ગંધ નહીં! આ વાતોનું ધ્યાન રાખો અને ઉનાળામાં પણ ફૂલની જેમ મહેકતા રહો.
Read Original Article →