મસાલામામી કહે છે...:સ્માર્ટ મમ્મી, સ્માર્ટ કિચન

Magazine5/26/2026, 12:35:00 AM
મસાલામામી કહે છે...:સ્માર્ટ મમ્મી, સ્માર્ટ કિચન
વેકેશનમાં બાળકો વારેઘડીએ ભૂખ્યા થતા હોય છે, તો મમ્મી પહેલાથી શું તૈયારી કરીને ફ્રિજમાં રાખી શકે? ઉનાળાનું વેકેશન શરૂ થતાં જ મમ્મીઓની ચિંતા પણ વધી જાય છે! કારણ કે વેકેશન એટલે બાળકોની રોજ નવી-નવી અને ચટાકેદાર ખાવાની ડિમાન્ડ. થોડી પૂર્વતૈયારી કરશો તો કોઈપણ વાનગી ઝટપટ બનાવી શકશો. બાળકોને સ્વાદ સાથે લુક પણ ગમે છે... આકર્ષક આકારો: પૂરી, પરોઠા કે સેન્ડવિચને કૂકી કટરની મદદથી સ્ટાર, હાર્ટ કે ટેડી બેર શેપમાં કાપો. બાળક ખુશ થઈને બધું જ ખાઈ જશે! ક્વિક નોટ અઠવાડિયાના સાત દિવસનું એક ‘કિડ્સ મેનુ લિસ્ટ’ ફ્રિજ પર લગાવી દો. આનાથી ‘આજે શું બનાવવું?’ ની ચિંતા મટી જશે અને પૂર્વ તૈયારી સરળ બનશે. ગ્રેવી અને ચટણી સ્ટોક વીકેન્ડમાં જ ગ્રીન ચટણી, આંબલીની ચટણી અને બેઝિક રેડ ગ્રેવી બનાવીને ફ્રીઝર પર આઈસ ટ્રેમાં સેટ કરી લો. જ્યારે પણ બાળક કંઈક માગે, ક્યુબ્સ કાઢીને ઇન્સ્ટન્ટ ડિશ તૈયાર કરી લો. શાકભાજીનું પ્રી-કટિંગ કેપ્સિકમ, ગાજર અને કોબીજ જેવા શાકભાજીને કાપી એર-ટાઈટ કન્ટેનરમાં મૂકો. રોટલી/પરોઠા સેમી-કૂક જો બાળકોને ફ્રેન્કી રોલ કે કાઠી રોલ ભાવતા હોય, તો રોટલી કે પરોઠાને અધકચરા શેકીને ફોઇલ પેપરમાં લપેટી ફ્રિજમાં રાખો. ભૂખ લાગે ત્યારે સેકન્ડોમાં રોલ તૈયાર. હોમમેઇડ પ્રીમિક્સ ઢોકળા, હાંડવો કે પૅનકેકનું પ્રીમિક્સ કન્ટેનરમાં ભરી રાખો. માત્ર પાણી કે દહીં ઉમેરીને તરત જ ગરમાગરમ નાસ્તો બની જશે. હેલ્ધી સ્વેપ: જંકને આપો હેલ્ધી ટ્વિસ્ટ બાળકો વેકેશનમાં બહારનું બહુ માગતા હોય છે, તો મમ્મી ઘરમાં જ સ્માર્ટ ઓપ્શન્સ કેવી રીતે આપી શકે: મેંદાને બાય-બાય રેસિપીમાં મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ અથવા ઓટ્સના પાવડરનો ઉપયોગ કરો. નેચરલ સ્વીટનર ખાંડને બદલે ઓગાળેલો ગોળ, ખજૂરની પેસ્ટ અથવા મધનો ઉપયોગ કરીને ડિશને હેલ્ધી બનાવો.
Read Original Article →