રસથાળ:રોજ એક જ ટિફિનથી આવે છે કંટાળો? અજમાવો આ શાક

Magazine5/19/2026, 12:35:00 AM
રસથાળ:રોજ એક જ ટિફિનથી આવે છે કંટાળો? અજમાવો આ શાક
બટાકા-કેપ્સિકમ ડ્રાય શાક સામગ્રી બટાકા-2 નંગ, કેપ્સિકમ-1 મોટું, તેલ-2 ચમચી, રાઈ-અડધી ચમચી, જીરું-અડધી ચમચી, હિંગ-ચપટી, હળદર-પા ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, ધાણાજીરું-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લીંબુનો રસ-1 ચમચી, કોથમીર-2 ચમચી રીત બટાકાને નાના ક્યુબમાં કાપી લો. કૅપ્સિકમ પણ સમાન સાઇઝમાં કાપો. કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો. બટાકા ઉમેરી હળદર અને મીઠું ઉમેરી 5-7 મિનિટ ઢાંકી દો. બટાકા અડધા ચડી જાય એટલે કૅપ્સિકમ ઉમેરો. લાલ મરચું પાઉડર અને ધાણાજીરું ઉમેરી મધ્યમ તાપે 5 મિનિટ સાંતળો. લીંબુનો રસ નિચોવી અને કોથમીર ભભરાવી લો. મેથી મટર મલાઈ સામગ્રી મેથી-1 કપ, વટાણા-1 કપ, સમારેલી ડુંગળી-1 કપ, લીલું મરચું-1 નંગ, ફ્રેશ ક્રીમ-2 ચમચી, તેલ-2 ચમચી, જીરું-1 ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, ધાણાજીરું-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ રીત કડાઈમાં તેલ ગરમ કરીને જીરું સાંતળો. સમારેલી ડુંગળી અને લીલું મરચું ઉમેરો. ત્યારબાદ મેથી ઉમેરી 2-3 મિનિટ સાંતળો. હવે તેમાં વટાણા, હળદર, મીઠું, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરો. ઢાંકણ ઢાંકી ધીમા તાપે થવા દો. હવે ક્રીમ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જરૂર લાગે તો માત્ર 2-3 ચમચી પાણી ઉમેરો જેથી ઓછા ગ્રેવીવાળું શાક બને. પાલક મકાઈનું શાક સામગ્રી પાલક-2 કપ, મકાઈ-1 કપ, ડુંગળી-1 નંગ, ટામેટું-1 નંગ, લીલું મરચું-1 નંગ, આદુ-લસણ પેસ્ટ-1 ચમચી, તેલ-2 ચમચી, જીરું-1 ચમચી, હળદર-ચપટી, લાલ મરચું-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, મીઠું- સ્વાદ મુજબ, ક્રીમ-2 ચમચી રીત પાલકને બાફી અને પેસ્ટ બનાવી લો.કડાઈમાં તેલ ગરમ કરી જીરું તતડાવો. ડુંગળી, આદુ-લસણ પેસ્ટ અને લીલું મરચું ઉમેરો. ટામેટાં ઉમેરી નરમ થાય ત્યાં સુધી થવા દો. હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરો. બાફેલા મકાઈ દાણા ઉમેરો અને 2-3 મિનિટ સાંતળો. હવે પાલકની પેસ્ટ ઉમેરો અને 5 મિનિટ ધીમા તાપે થવા દો. છેલ્લે ગરમ મસાલો અને ક્રીમ ઉમેરી ગેસ બંધ કરી દો. સ્પ્રાઉટ્સ મસાલા સામગ્રી મિક્સ સ્પ્રાઉટ્સ-2 કપ, ડુંગળી-1 નંગ, સમારેલું ટામેટું-1 નંગ, સમારેલું લીલું મરચું-1 નંગ, આદુ-લસણ પેસ્ટ-1 ચમચી, તેલ-2 ચમચી, જીરું-અડધી ચમચી, હળદર-ચપટી, લાલ મરચું-1 ચમચી, ધાણાજીરું-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લીંબુનો રસ-2 ચમચી, સમારેલી કોથમીર-ગાર્નિશ માટે રીત સ્પ્રાઉટ્સને બાફી લો. કડાઈમાં તેલ ગરમ કરી જીરું, ડુંગળી, આદુ-લસણ પેસ્ટ, લીલું મરચું, ટામેટાં ઉમેરી થવા દો. સૂકા મસાલા ઉમેરો. બાફેલા સ્પ્રાઉટ્સ મિક્સ કરો. ગરમ મસાલો, લીંબુનો રસ અને કોથમીર ઉમેરો. ચાટ મસાલો અને સમારેલી ડુંગળી ઉપરથી નાખશો તો વધુ ટેસ્ટી લાગશે. મશરૂમ મટર શાક સામગ્રી સમારેલા મશરૂમ-1 કપ, લીલા વટાણા-અડધો કપ, સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલું ટામેટું-1 નંગ, સમારેલું લીલું મરચું-1 નંગ, આદુ-લસણ પેસ્ટ-1 ચમચી, તેલ-2 ચમચી, જીરું-અડધી ચમચી, હળદર-ચપટી, લાલ મરચું-અડધી ચમચી, ધાણાજીરું-1 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ક્રીમ-2 ચમચી રીત કડાઈમાં તેલ ગરમ કરી જીરું તતડાવો. ડુંગળી, આદુ-લસણ પેસ્ટ અને ટામેટાં ઉમેરી ચડવા દો. હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું ઉમેરો. વટાણા અને મશરૂમ ઉમેરો. મશરૂમ પાણી છોડશે, તેથી અલગથી પાણી ન ઉમેરવું. ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દો. છેલ્લે ગરમ મસાલો અને ક્રીમ ઉમેરો.
Read Original Article →