વેરાયટી:ટિફિન ટેસ્ટી, તો પેટ સાથે મન પણ ખુશ
ઓફિસમાં રોજ એક જ પ્રકારનું ટિફિન ખાઈને ઘણીવાર બોર થઈ જવાય છે. પરંતુ જો ટિફિનમાં દરરોજ થોડો ફેરફાર કરવામાં આવે તો સામાન્ય ભોજન પણ ખાસ બની જાય. અલગ અલગ શાક, નવી નવી રેસીપી અને તેની સાથે ચટણી, પાપડ, સલાડ કે ફ્રૂટ જેવી નાની નાની વેરાયટી ઉમેરવાથી ખાવાનો સ્વાદ બમણો થઈ જાય છે. રંગબેરંગી અને પૌષ્ટિક ટિફિન માત્ર પેટ જ નહીં, મનને પણ ખુશ રાખે છે. 5-મિનિટમાં જાદુ
> ફ્રેશ સલાડ
> મસાલા છાશ
> રોસ્ટેડ મખાણા
> કટ ફ્રૂટ
સમય બચાવતી ટિપ્સ
> રાત્રે જ શાક કાપીને રાખો.
> રજામાં બેઝ ગ્રેવી તૈયાર કરો.
> આદુ-લસણ પેસ્ટ રેડી રાખો.
> ફ્રોઝન વટાણા-મકાઈ વાપરો. ટિફિન વેરાયટી ફોર્મ્યુલા
> 2 દિવસ સૂકા શાક
> 1 દિવસ પનીર/પ્રોટિન વાનગી
> 1 દિવસ દહીંવાળી વાનગી
> 1 દિવસ ગ્રેવીવાળું શાક
> 1 દિવસ કઠોળ
> સલાડ-ચટણી-પાપડનો સાથ
> ટિફિન માત્ર પેટ ભરવા નહીં, મૂડ અને એનર્જી ટકાવવા માટે પણ મહત્ત્વનું છે.
Read Original Article →