પરખ:મધર્સ ડે: મોમ સાથે કેવો છે તમારો સંબંધ?

Magazine5/5/2026, 12:35:00 AM
પરખ:મધર્સ ડે: મોમ સાથે કેવો છે તમારો સંબંધ?
જયસ્વી પટેલ ​10 મે - મધર્સ ડે શિશુનો પહેલો સંબંધ એટલે મા... જીવનપર્યંત મા સર્વસ્વ બની રહે છે. આ મધર્સ ડે પર જાણી લો કે મમ્મી સાથે તમારે કેવો સંબંધ છે? (1) મમ્મીથી દૂર હો તો ફોન કે ઈ-મેલ દ્વારા મહિને કેટલીવાર સંપર્ક કરો છો? (એ) એકાદ-બે વાર (બી) ચાર-છ વાર (સી) દસ-બાર વાર (2) જ્યારે તમને કોઈ પરેશાની સતાવે ત્યારે તમે… (એ) તરત મમ્મીને ફોન કરો છો (બી) ખાસ સહેલીને ફોન કરો છો (સી) સગાં-સંબંધીને ફોન કરો છો (3) આપની સખીઓ વિશે..મમ્મીને… (એ) પૂરેપૂરી જાણકારી આપો છો (બી) કશું જ જણાવતાં નથી (સી) અમુક બાબત જણાવો છો (4) કોઈ સારા સમાચાર કે ખબર હોય તો…. (એ) સૌથી પહેલાં મમ્મીને જણાવો છો (બી) જ્યારે જણાવાય ત્યારે જણાવો છો (સી) મમ્મી પૂછે નહીં ત્યાં સુધી જણાવતાં નથી (5) મમ્મી બીમાર હોય, તો તમે… (એ) ખબર પડતાં જ તેમની પાસે પહોંચશો (બી) પપ્પા, ભાઈ-ભાભીને ખબર પૂછી તકેદારી રાખવા કહેશો (સી) સમય મળે ત્યારે આંટો મારી આવશો (6) જ્યારે મમ્મીને તમારી સહાયની જરૂર પડે, ત્યારે… (એ) સંપૂર્ણપણે સહાય કરવા તૈયાર રહો છો (બી) અભ્યાસનું બહાનું કાઢી છટકી જાવ છો (સી) થાય એટલી જ સહાય કરો છો (7) જેટલો સમય તમે મમ્મી સાથે વિતાવો છો, તે હોય છે… (એ) મમતા, આનંદ અને ખુશીભર્યો (બી) અકારણ કષ્ટદાયક અને તણાવભર્યો (સી) કામકાજની ચિંતા અને દૈનિક ઘટમાળભર્યો (8) તમે વિચારો છો કે, તમે અને તમારી મમ્મી… (એ) ભાવનાત્મકરૂપે જોડાયેલાં છો (બી) બહુ જ દૂર છો (સી) બહુ જ નજીક છો (9) તમારી મમ્મી એટલે… (એ) મા એટલે મા, એની તોલે બીજું કોઈ ન આવે (બી) માત્ર કહેવા ખાતરની મમ્મી (સી) એક સંબંધ માત્ર સ્કોર: પ્રશ્ન એ બી સી (1) 1 3 6 (2) 6 1 3 (3) 6 1 3 (4) 6 3 1 (5) 6 1 3 (6) 6 1 3 (7) 6 1 3 (8) 3 1 6 (9) 6 1 3 પરિણામ { 44થી 60 માર્ક્સ: તમે મમ્મીની ઘણી નજીક છો. બંને વચ્ચે સારી સમજૂતી છે. મમ્માની આટલી નજીક જ રહેજો. { 27થી 43 માર્ક્સ: બંનેને પોત-પોતાની જિંદગી હોવાથી, ઈચ્છવા છતાં વધુ નજીક નથી રહી શકતાં. પણ, મમ્મીની ઉંમર વધવાની સાથે જ તેમને તમારી જ સૌથી વધુ જરૂર પડશે. { 10થી 26 માર્ક્સ: તમે મમ્મીને બાળપણની યાદ પૂરતી જ સીમિત રાખો છો, તમારું જીવન આઝાદીથી જીવવામાં ખુશ છો. જે પ્રાથમિકતા નથી, પણ યાદ રાખજો કે મમ્મીની શિખામણ જીવનમાં કારગર નીવડશે. માનો ઠપકો પળવારનો હોય છે, પણ પ્યાર-મમતા જીવનભરના હોય છે, એ ન ભુલાવું જોઈએ. { માની ટપલી: મા ઊગતી ઉષાનો પ્રકાશ ને, આથમતી સંધ્યાની શીતળતા. મા એટલે જિંદગીના અંધારપટમાં રોશનીનો મિનારો.
Read Original Article →