ફેશન:મોનોક્રોમેટિક મેજિક: એક જ કલરના ટોનથી મળશે ઇન્સ્ટન્ટ હાઇટ
ફેશનની દુનિયામાં દરરોજ નવા આઈડિયાઝ આવતા-જતા રહે છે, પરંતુ કેટલીક એવી સ્ટાઈલ હોય છે જે સદાબહાર હોય છે. આવી જ એક સુપર-ટ્રેન્ડિંગ અને એલિગન્ટ ફેશન સ્ટાઈલ એટલે ‘મોનોક્રોમેટિક લુક’ (Monochromatic Look). બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને ગ્લોબલ ફેશન આઈકોન્સ સુધી, આજકાલ દરેક વુમન આ લુકમાં જોવા મળે છે.
સાદી ભાષામાં કહીએ તો, માથાથી લઈને પગ સુધી (ટોપ, બોટમ, અને ક્યારેક એક્સેસરીઝ પણ) એક જ કલર ફેમિલીના અલગ-અલગ શેડ્સ અથવા ટેક્સચર પહેરવા એટલે મોનોક્રોમેટિક ફેશન. આ સ્ટાઈલ માત્ર તમને ભીડથી અલગ અને અત્યંત ક્લાસી જ નથી બતાવતી, પરંતુ તેની પાછળ એક જબરદસ્ત ફેશન સિક્રેટ પણ છુપાયેલું છે.
શા માટે આ સ્ટાઈલ છે શોર્ટ હાઇટ ધરાવતી યુવતીઓ માટે ‘વરદાન’?
જો તમારી હાઇટ થોડી ઓછી છે અને તમે લાંબા દેખાવા માંગો છો, તો મોનોક્રોમેટિક લુક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
જ્યારે આપણે કલર-બ્લોકિંગ (જેમ કે વ્હાઇટ ટોપ અને બ્લેક જીન્સ) કરીએ છીએ, ત્યારે આપણું શરીર બે ભાગમાં વહેંચાઈ જાય છે, જેનાથી હાઇટ ઓછી હોવાનો ભ્રમ ઉભો થાય છે. તેનાથી વિપરીત, જ્યારે તમે ઉપરથી નીચે સુધી એક જ કલર પેર કરો છો, ત્યારે જોનારની નજર કોઈપણ અવરોધ વિના સીધી ટોપ ટુ બોટમ જાય છે. આ એક ‘વર્ટિકલ ઇલ્યુઝન’ એટલે કે લાંબી રેખા જેવી અસર ઊભી કરે છે, જેના કારણે તમારી હાઇટ ઇન્સ્ટન્ટ વધુ અને શરીર વધુ સ્લિમ દેખાય છે.
મોનોક્રોમેટિક લુક ક્રિએટ કરવાની સ્માર્ટ રીતો
1 કલરના અલગ-અલગ શેડ્સ સાથે રમો મોનોક્રોમેટિક નો અર્થ એવો બિલકુલ નથી કે તમારે ઉપરથી નીચે સુધી બધી વસ્તુઓ એક જ સરખા કલરની પહેરવી. તેના બદલે એક જ કલરના લાઈટ અને ડાર્ક ટોન મિક્સ કરો. ઉદાહરણ તરીકે, જો તમે પિંક કલર પસંદ કર્યો હોય, તો બેબી પિંક કલરના ટોપ સાથે ડાર્ક રાણી પિંક કલરનું પેન્ટ અથવા પલાઝો પેર કરો.
2 ટેક્સચર મિક્સિંગ છે સૌથી મહત્વનું જો તમે આખા આઉટફિટમાં એક જ શેડ પહેરી રહ્યા હોવ, તો કપડાંના ફેબ્રિક એટલે કે ટેક્સચરમાં વેરાયટી લાવો. જેમ કે, સાટિનના ક્રોપ ટોપ અથવા શર્ટ સાથે કોટન કે ડેનિમનું બોટમ વેર પહેરો. સિલ્ક કુર્તી સાથે ઓર્ગેન્ઝા દુપટ્ટો લો.
3 ઇન્ડો-વેસ્ટર્ન અને ટ્રેડિશનલ માઇન્ડસેટ આ લુક માત્ર વેસ્ટર્ન કપડાં પૂરતો મર્યાદિત નથી. તમે ટ્રેડિશનલ કુરતા-પ્લાઝો સેટ, એક જ કલરનો કલરફુલ લહેંગા-ચોલી અથવા પ્લેન સાડી સાથે સેમ કલરનું મોર્ડન બ્લાઉઝ પહેરીને પણ મોનોક્રોમેટિક લુક મેળવી શકો છો.
4 એક્સેસરીઝ અને ફૂટવેરનું ગણિત જો તમે મોનોક્રોમેટિક લુક ફર્સ્ટ ટાઇમ ટ્રાય કરી રહ્યા હોવ, તો બેલ્ટ, બેગ અને ફૂટવેર ન્યૂડ, બ્લેક અથવા વ્હાઇટ કલરના રાખી શકો છો. જો તમે ફૂટવેર પણ તમારા આઉટફિટના કલરના જ પહેરશો, તો હાઇટ વધુ હોવાનો ભ્રમ હજુ પણ મજબૂત બનશે.
કયા કલર્સથી શરૂઆત કરવી?
બહુ બ્રાઇટ કલર્સ પહેરવામાં કમ્ફર્ટેબલ ન હોવ, તો ન્યુટ્રલ અને પેસ્ટલ કલર્સથી શરૂઆત કરો. આ કલર્સ ક્યારેય ફેલ જતા નથી અને ઓફિસ વેર કે કેઝ્યુઅલ આઉટિંગ બંને માટે બેસ્ટ છે.
તો તમારા કબાટમાંથી એક જ કલર ટોનના કપડાં કાઢો, મિક્સ-મેચ કરો, અને આત્મવિશ્વાસથી છલકાતો લુક મેળવો!
Read Original Article →