મની મેનેજમેન્ટ:પૈસા તો આવ્યા… પણ ગયા ક્યાં?

Magazine6/2/2026, 12:35:00 AM
મની મેનેજમેન્ટ:પૈસા તો આવ્યા… પણ ગયા ક્યાં?
નેન્સી શાહ દર મહિને પગાર તો આવે છે, છતાં મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં ખિસ્સો ફરી ખાલી કેમ થઈ જાય છે? ઘણું ધ્યાન તો રાખ્યું હતું, છતાં પૈસા આખરે વપરાઈ ક્યા જાય છે? આવું મોટાભાગના લોકો સાથે થાય છે ને? કારણ માત્ર ઓછી આવક નથી, ઘણો વખત કારણ હોય છે ગોઠવણ વગરનો ખર્ચ અને નાણાકીય શિસ્તનો અભાવ. મહિનાની શરૂઆતમાં બધું સામાન્ય લાગે છે. થોડા દિવસોમાં નાના-નાના ખર્ચ વધવા લાગે છે અને મહિનાના અંતે બચત લગભગ શૂન્ય થઈ જાય છે. પછી ફરી આગામી પગારની રાહ. પૈસા ઝડપથી કેમ ખલાસ થઈ જાય છે? ઘણી વાર આપણે યોજના વગર ખર્ચ કરીએ છીએ. નાના ખર્ચ, સુવિધા માટેના ખર્ચ, બહારનું ખાવું-પીવું, અચાનક ખરીદી. આ બધું મળીને બજેટ બગાડી દે છે. પગાર મળતા જ બજેટ બનાવો. મુખ્ય ખર્ચને પહેલેથી અલગ રાખો ઘરખર્ચ ભાડું / EMI રાશન પેટ્રોલ બિલ બચત આ રીતે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રહે છે. ખર્ચને તબક્કામાં વહેંચો 1થી 10 તારીખ 11થી 20 તારીખ 21થી મહિના અંત સુધી આ રીતે ખર્ચનું સંતુલન જળવાય છે. પહેલાં બચત કરો, પછી ખર્ચ ઘણા લોકો મહિનાના અંતે જે બચે તે બચાવે છે. તેના બદલે પગાર મળતાં જ 20–30% બચત માટે અલગ મૂકી દો. ઇમરજન્સી ફંડ બનાવો બીમારી, નોકરીમાં ફેરફાર અથવા ઈમરજન્સી માટે 3થી 6 મહિનાના ખર્ચ જેટલું ઇમરજન્સી ફંડ તૈયાર રાખો. બચત સાથે રોકાણ પણ કરો માત્ર બચત પૂરતી નથી. યોગ્ય આયોજન સાથે ધીમે-ધીમે રોકાણ કરવાની ટેવ વિકસાવો. આ ખર્ચને પણ બજેટમાં સામેલ કરો જેને ઘણી વાર આપણે ભૂલી જઈએ છીએ ઉધાર આપેલા પૈસા બહાર જમવાનું મેડિકલ ખર્ચ મુસાફરી ગિફ્ટ નાની-મોટી અચાનક ખરીદી આ બધાનો અલગ હિસાબ રાખો. બચતમાં મદદરૂપ નાના સૂચનો ✓ મહિને થોડા દિવસ ખર્ચ વગરનો દિવસ રાખો ✓ 24 કલાકનો નિયમ-જેમાં તાત્કાલિક ખરીદી ટાળો ✓ અલગ-અલગ ખર્ચ માટે અલગ બજેટ રાખો ✓ દર અઠવાડિયે ખર્ચની સમીક્ષા કરો ✓ દર 15 દિવસે નાણાકીય ચેક કરો પૈસા ઓછા હોવા કરતાં, પૈસા કેવી રીતે વપરાય છે તે વધુ મહત્ત્વનું છે. યોગ્ય આયોજન, બચત અને શિસ્તથી દર મહિના અંતે હાલ જે ખિસ્સો ખાલી રહે તે સ્થિતિ ચોક્કસ બદલી શકાય છે.
Read Original Article →