સજાવટ:મોડર્ન રસોડું સ્માર્ટ બન્યું, પણ મહિલાઓનો ભાર ઓછો થયો?
આજકાલ રસોડું માત્ર રસોઈ બનાવવાની જગ્યા રહ્યું નથી, પરંતુ ઘરની સ્ટાઇલ અને સ્માર્ટ લાઇફસ્ટાઇલનો મહત્વનો ભાગ બની ગયું છે. મોડ્યુલર કિચન, સ્માર્ટ એપ્લાયન્સ, ઓર્ગેનાઇઝર અને મલ્ટીપર્પઝ ગેજેટ્સને કારણે રસોડાં વધુ સુંદર અને સુવિધાજનક બન્યાં છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ સ્માર્ટ કિચનથી મહિલાઓનો રોજિંદો ભાર ખરેખર ઓછો થયો છે?
ઘણા ઘરોમાં હજુ પણ રસોડાની મોટાભાગની જવાબદારી મહિલાઓ પર જ રહે છે. હા, હવે મિક્સર, ડિશવોશર, ચોપર અને એર ફ્રાયર જેવા સાધનો સમય બચાવે છે, પરંતુ રોજ શું બનાવવું, સામાન મેનેજ કરવો, રસોડું ગોઠવવું અને સફાઈ રાખવી જેવી જવાબદારીઓ હજુ યથાવત છે. એટલે જ માત્ર સ્માર્ટ gadgets પૂરતા નથી, સ્માર્ટ મેનેજમેન્ટ પણ જરૂરી છે.
રસોડાને ખરેખર સ્માર્ટ બનાવતી
ઉપયોગી ટિપ્સ
- અઠવાડિયાનું મેનુ પહેલેથી નક્કી કરવાથી રોજ શું બનાવવું?નો તણાવ ઘટે છે.
- કાચ કે પારદર્શક ડબ્બા વાપરો જેથી સામાન તરત દેખાય અને સમય બચે.
- રોજ વપરાતી વસ્તુઓ હાથવગી રાખવાથી કામ ઝડપથી થાય છે.
- બિનજરૂરી વાસણો અને ગેજેટ્સ ઓછા રાખવાથી રસોડું મોટું અને ચોખ્ખુ લાગે છે.
- મસાલા અને અનાજના ડબ્બા પર લેબલિંગ કરો. નામ લખવાથી સમય બચે છે.
- કામ પૂરુ થયા પછી તરત સાફસફાઈ કરવાથી ગંદકી એકઠી થતી નથી.
- પરિવારને પણ ઈનવોલ્વ કરો. રસોડું માત્ર મહિલાની જવાબદારી નહીં, ઘરના દરેક સભ્યની સહિયારી જવાબદારી બનવી જોઈએ.
ખરેખર સ્માર્ટ રસોડું એ નથી જ્યાં માત્ર મોંઘી મશીનો હોય, પરંતુ એ છે જ્યાં સમય, મહેનત અને માનસિક ભાર ત્રણેય ઓછા થાય. ખાસ ટિપ્સ સ્માર્ટ રસોડું માત્ર મોંઘા ગેજેટ્સથી નહીં, પરંતુ સારી ગોઠવણ અને સરળ ટેવોથી બને છે. રોજ વપરાતી વસ્તુઓ હાથવગી રાખો, ડબ્બા પર લેબલિંગ કરો અને કામ પૂરું થતાં જ થોડી સફાઈ કરવાની ટેવ પાડો. આ નાનકડા ફેરફારો રસોડાને વધુ સુવ્યવસ્થિત બનાવે છે અને રોજિંદા થાકમાં રાહત આપે છે નાની પણ કામની ટિપ્સ ફ્રિજમાં ‘Use First’ નામનો વિભાગ બનાવો, જેથી વહેલા વાપરવાની વસ્તુઓ બગડે નહીં. સિંક પાસે લિક્વિડ સોપ, બ્રશ અને કપડું ઓર્ગેનાઇઝરમાં રાખો, જેથી સફાઈ સરળ બને. દર મહિને એક વખત કિચન ડીક્લટર કરો. બિનજરૂરી ડબ્બા અને જૂના મસાલા દૂર કરો. > મોબાઇલમાં ગ્રોસરી લિસ્ટ બનાવવાની ટેવ પાડો.
> ફ્રીઝરમાં નાના ભાગમાં ગ્રેવી અથવા બાફેલા શાક સ્ટોર કરો, જેથી ઉતાવળમાં કામ લાગે.
> રસોડામાં નાના hooks અથવા હૂક લગાવો, જેથી ચમચી અને ચપ્પુ સરળતાથી મળી રહે.
> બાળકો અને પતિને નાના કામ સોંપો, જેમ કે ટેબલ ગોઠવવું કે વાસણ મૂકવા.
> શાકભાજી ધોઈ અને કાપીને સ્ટોર કરવાથી રોજનો તૈયારી સમય ઘટે છે.
> એક જ જગ્યાએ ‘ટી-કોફી સ્ટેશન’ બનાવો.
Read Original Article →